Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસે 200થી વધુ CCTV ફુટેજ તપાસી આરોપીને ઝડપી પાડયો:રાજકોટમાં 10 દિવસ પૂર્વે હોમગાર્ડ જવાનના પિતાને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારનાર કારચાલકની ધરપકડ

    6 hours ago

    રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ગોંડલ ચોકથી મવડી ચોક તરફ પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે વૃદ્ધ વાહનચલકને હડફેટે લીધા હતા જેને ગંભીર ઇજા પહોંચતા ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આ ઘટનામાં મૃત્કના પુત્રએ ફરિયાદ નોંધાવતા માલવિયાનગર પોલીસે 200થી વધુ CCTV કેમેરા ફુટેજ ચેક કરી અકસ્માત સર્જી નાસી છૂટેલા કારચાલક રફિક ગફાર સાલાણીની ધરપકડ કરી સ્વિફ્ટ કાર કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હોમગાર્ડ જવાન પુત્રએ ફરિયાદ નોંધાવી હતી રાજકોટ તાલુકા પોલીસમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા ફરિયાદી ધર્મેશ મુળજીભાઈ દાફડાએ જણાવ્યું હતું કે, મારા પિતા મુળજીભાઈ અક્ષર સિક્યોરિટીમા ગત તા.10.11.2026ના રોજ સવારના 7 વાગ્યા આસપાસ પોતાની નોકરી પીઆર જતા હતા ત્યારે આસ્થા ચોક નજીક એક અજાણ્યા કાર ચાલકે ઠોકર મારતા તેમને માથાના ભાગે ગંભીર ઈજા તથા શરીરે છોલ છાલ તથા ડાબા પગના ભાગે ઈજા પહોંચી હતી અને બીજા દિવસે 11 તારીખના રાત્રે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. જે અકસ્માતની ઘટના સિસિટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. માલવિયાનગર પોલીસે 200થી વધુ કેમેરા ફૂટેજ ચેક કર્યા બનાવ અંગેની ફરિયાદના આધારે માલવીયાનગર પોલીસે ગુનો નોંધી ગોંડલ ચોકથી શરુ કરી અકસ્માત થયો તે આસ્થા ચોક અને આગળ કઈ તરફ ગાડી જતી હતી તે તપાસી લગભગ 200થી વધુ CCTV કેમેરા ચેક કરી તપાસ કરતા સામે આવ્યું હતુ કે અકસ્માત સર્જનાર કારના નંબર જીજે.03.કેપી.1903 છે જેના આધારે આગળ તપાસ કરતા અકસ્માત સર્જનાર કુવાડવા ગામ રહેતા કાર ચાલક રફિક ગફાર સાલાણી હોવાનું જાણવા મળ્યું હતુ જેથી પોલીસે રફિક ગફાર સાલાણીની ધરપકડ કરી સ્વિફ્ટ કાર કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો રમરમાટ આવતી કારે બાઇકને ટક્કર મારી હતી : મૃતક વૃદ્ધ સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા અને તેઓ પોતાની ફરજ પર જતા હતા આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પનો પોતાની જ બેન્કને ટોણો:કહ્યું- ભારતના વ્યાજદર ઓછા એટલે વિકાસદર 7%, આપણે વ્યાજદર ઘટાડીએ તો વિકાસદર 15%એ પહોંચે
    Next Article
    Rajkot Frozen Dessert Breaking | મિલ્ક આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચે ઘણો તફાવત | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment