Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેરકાયદે વસતા બાંગ્લાદેશી સામે કાર્યવાહી:વડોદરા પોલીસના શહેરમાં વિવિધ સ્થળોએ દરોડા, 200થી વધુ લોકોની પૂછપરછ; 7 શંકાસ્પદ ઝડપાયા

    1 week ago

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની સૂચના બાદ રાજ્યમાં વિવિધ સ્થળોએ ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને પકડી પાડવા માટેની કવાયત હાથ ધરી હતી. શહેરમાં વિવિધ સ્થળોએ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને અનેક લોકોની સઘન તપાસ હાથ ધરી હતી. 200થી વધુ લોકોનું વેરિફિકેશન કરાયું પોલીસ કમિશનર નરસિંહા કોમારે જણાવ્યું હતું કે, શહેરમાં ગેરકાયદે બાંગ્લાદેશી ઈમિગ્રન્ટ્સના એ ટેકનિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સ મળી હતી તેના આધારે ગઈકાલે વેરિફિકેશન કર્યું છે. 200થી વધારે ઈન્ડિવિઝ્યુઅલ્સના વેરઅબાઉટ્સ, એક્ટિવિટીઝ અને એમના આઈડેન્ટિટી અંગે અને એમના નેશનાલિટી લગત ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરીને, નેશનાલિટી અંગેની ચકાસણી કરી છે. 7 લોકો શંકાના દાયરામાં પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, વેરિફિકેશન દરમિયાન લગભગ સાત જેટલા ઈન્ડિવિઝ્યુઅલ્સ સસ્પિશિયસ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે. હજુ આ અંગે ડિટેઈલ વેરિફિકેશન અને એક્સરસાઈઝ પ્રગતિમાં છે. હજુ આગામી દિવસમાં પણ તમામ ચકાસણી કરવામાં આવશે. ગત વર્ષે પણ 200 બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા પોલીસ દ્વારા ગત વર્ષે પણ બાંગ્લાદેશીઓને ઝડપી પાડવા માટેની કવાયત કરી હતી. તબક્કાવાર શહેરના વિવિધ વિસ્તારમાં ચકાસણી કરવામાં આવી હતી અને તે સમયે પણ અંદાજે 200 જેટલા બાંગ્લાદેશી ઝડપાયા હતા તેઓને તેઓના વતન પરત મોકલવામાં આવ્યા હતાં ત્યારે આ વર્ષે પુનઃ કવાયત હાથ ધરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    બાંગ્લાદેશીઓને પકડવાના ઓપરેશનની ઈનસાઈડ સ્ટોરી:રાત્રે હર્ષ સંઘવીની બેઠક બાદ સવારે જ ક્રાઈમ JCP શરદ સિંઘલના સુપરવિઝનમાં ઓપરેશન શરૂ થયું, 24 કલાકમાં 166 ઝડપાયા
    Next Article
    ટેકાના ભાવે ખરીદી ઘટાડા સામે ખેડૂતોની ગાંધીનગર કૂચ:સચિવાલય બહાર પોલીસ સાથે ઘર્ષણ,142 મણના બદલે 100 મણ ખરીદીનો નિર્ણય પાછો ખેંચવા માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment