Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    200ના રનચેઝમાં ગુજરાતની માઠી દશા બેઠી:મુંબઈ સામે ટીમે 55 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી; સેન્ટનરે એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી

    1 day ago

    મુંબઈ ઈન્ડિયન્સે (MI) IPLની 19મી સીઝનની 30મી મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT)ને 200 રનનો ટાર્ગેટ આપ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતે ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. MIએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા છે. જવાબમાં ગુજરાતનો સ્કોર 9 ઓવરમાં 64/5 છે. ટીમ તરફથી શાહરૂખ ખાન અને રાહુલ તેવટિયા ક્રિઝ પર છે. આઠમી ઓવરમાં મિચેલ સેન્ટનરે વોશિંગ્ટન સુંદર (26 રન) અને ગ્લેન ફિલિપ્સ (6 રન)ને પેવેલિયન ભેગા કર્યા. પાવરપ્લેમાં અશ્વિની કુમારે શુભમન ગિલ (14 રન), જસપ્રીત બુમરાહે સાઈ સુદર્શન (0) અને હાર્દિક પંડ્યાએ જોસ બટલર (5 રન)ને આઉટ કર્યા. મુંબઈ તરફથી તિલક વર્માએ IPLમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. તેણે 45 બોલમાં 101 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. તેના સિવાય નમન ધીરે 45 રનનું યોગદાન આપ્યું હતું. GT તરફથી કાગીસો રબાડાએ 3 વિકેટ ઝડપી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ગુજરાત ટાઇટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, રાશિદ ખાન, કાગીસો રબાડા, અશોક શર્મા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇમ્પેક્ટ પ્લેયર્સ: રાહુલ તેવટિયા. મુંબઈ ઈન્ડિયન્સ (MI): ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), દાનિશ માલેવાર, નમન ધીર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), તિલક વર્મા, શેરફન રધરફોર્ડ, મિચેલ સેન્ટનર, ક્રિશ ભગત, જસપ્રીત બુમરાહ અને અલ્લાહ ગઝનફર. ઇમ્પેક્ટ પ્લેયર: અશ્વિની કુમાર.
    Click here to Read More
    Previous Article
    CBI arrests two RCOM senior executives in bank fraud case
    Next Article
    ટ્રમ્પે કહ્યું- ઈરાન સાથેનું યુદ્ધ મારો નિર્ણય, ઇઝરાયલે ઉશ્કેર્યા નથી:પરમાણુ હથિયાર નહીં બનાવવા દઈએ, મીડિયા ખોટા સમાચાર ફેલાવી રહ્યું છે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment