Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચકોશી પોલીસે ધુતારપર સીમમાંથી દારૂ ઝડપ્યો:ઇકો કારમાંથી 200 લીટર દેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા, 2.40 લાખનો મુદ્દામાલ જપ્ત

    14 hours ago

    જામનગર પંચકોષી 'એ' ડિવિઝન પોલીસે ધુતારપર ગામની સીમમાંથી 200 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઇકો કારમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ. 2.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પંચકોષી 'એ' ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. શેખની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન એ.એસ.આઇ. નિર્મળસિંહ બી. જાડેજા, એ.એસ.આઇ. કાસમભાઇ એમ. બ્લોચ અને પો.કોન્સ. હરદેવસિંહ એમ. ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે, નાગાજળ ગામથી ધુડશીયા તરફ આવતા રસ્તે વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસે GJ 10 DR 7587 નંબરની ઇકો કારને અટકાવી તલાશી લેતા, તેમાંથી પાસ-પરમિટ વગરનો રૂ. ૪૦,૦૦૦/- ની કિંમતનો ૨૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. દારૂની હેરાફેરીમાં વપરાયેલી રૂ. ૨ લાખની ઇકો કાર પણ જપ્ત કરવામાં આવી હતી. આ ગુનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે: ધુતારપર ગામના સરકારી હોસ્પિટલ સામે રહેતા બાબર ચકુભાઇ વાઘેલા (ઉ.વ. 26) અને ધુડશીયા ગામના સરદાર પટેલ હાઇસ્કુલની બાજુમાં રહેતા દેવજીભાઈ જેરામભાઈ વાઘેલા (ઉ.વ. 30). આ કામગીરીમાં પી.આઈ. એમ.એન. શેખ, પી.એસ.આઈ. એ.આર. પરમાર, એ.એસ.આઈ. નિર્મળસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ, હેડ કોન્સ. ચેતનભાઇ ઘાઘરેટીયા, પો.કોન્સ. હરદેવસિંહ ઝાલા અને કમલેશભાઇ ખીમાણીયા સહિતની ટીમ જોડાઈ હતી. પો.કોન્સ. હરદેવસિંહ ઝાલાએ ફરિયાદ નોંધાવતા એ.એસ.આઈ. એન.બી. જાડેજાએ પ્રોહિબિશન એક્ટ હેઠળ વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સલીમ ખાનને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા:સલમાનના પિતા એક મહિનાથી લીલાવતી હોસ્પિટલમાં દાખલ હતા; બ્રેઈન હેમરેજ બાદ થઈ હતી સર્જરી
    Next Article
    અમદાવાદની સ્કૂલોને ધમકી ભર્યો ઇ-મેલ:બોર્ડના છેલ્લા પેપર વચ્ચે આનંદ નિકેતન, ઝાયડસ, કેલોરેક્સ અને સંત કબીર સહિતની સ્કૂલોને ઉડાવી દેવા ધમકી, પોલીસ ઘટનાસ્થળે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment