Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરમપુરમાં 20 ગાંજાના છોડ સાથે યુવક ઝડપાયો:SOGએ ₹9.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, અંતરિયાળ વિસ્તારમાં વાવેતર

    1 day ago

    વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કોસીમપાડા ગામમાં ગેરકાયદેસર ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો છે. વલસાડ SOGએ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી ખેતીની જમીનમાંથી 20 લીલા ગાંજાના છોડ સાથે એક યુવકની ધરપકડ કરી હતી. પોલીસે કુલ ₹9.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના અને PI ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ PSI એસ.આર. સુસલાદે અને SOGની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. બાતમી મુજબ, ધરમપુરના કોસીમપાડા ગામના બારીપાડા ફળિયામાં આવેલી ખેતીની જમીન પર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, અજયભાઈ શંકરભાઈ કુંવર (ઉં.વ. 31, રહે. કોસીમપાડા) નામના યુવકને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસમાં જમીનમાંથી 19 કિલોગ્રામ વજનના 20 લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત ₹9.50 લાખ છે. આરોપી પાસેથી ₹5 હજારનો મોબાઇલ ફોન પણ જપ્ત કરાયો હતો, આમ કુલ ₹9.55 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો છે. આરોપી સામે ધરમપુર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(B)(C), 20(A), 20(B)(II)(B) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ધરમપુર પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    After Shiva and Ram, Amish Tripathi turns to schoolchildren with a quiz to decolonise history
    Next Article
    Venezuela Earthquake Death Count Rises To Over 4,000, Thousands Still Missing

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment