Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    20 કિલો સાંકળ પહેરી RCB ફેન સોમનાથ યાત્રાએ નીકળ્યો:જામનગરના ક્રિકેટ પ્રેમીએ જીતની ખુશીમાં અનોખી શ્રદ્ધા વ્યક્ત કરી

    9 hours ago

    આઈપીએલ 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની ઐતિહાસિક જીતની ખુશીમાં જામનગર જિલ્લાના એક ક્રિકેટપ્રેમીએ અનોખી શ્રદ્ધા યાત્રા શરૂ કરી છે. લાલપુર તાલુકાના ઝાખર ગામના રહેવાસી રાઠોડ વીરેન્દ્રસિંહે 20 કિલો વજનની લોખંડની સાંકળ શરીર પર ધારણ કરીને સોમનાથ મહાદેવના દર્શનાર્થે પગપાળા યાત્રાનો પ્રારંભ કર્યો છે. વીરેન્દ્રસિંહ રાઠોડનો આ ક્રિકેટ પ્રત્યેનો અદમ્ય પ્રેમ અને ભગવાન પ્રત્યેની આસ્થાનો સંગમ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેઓ ઝાખર ગામથી સોમનાથ મહાદેવ સુધીની પગપાળા યાત્રા કરી રહ્યા છે. ક્રિકેટપ્રેમી વીરેન્દ્રસિંહ લાંબા સમયથી RCBના સમર્થક છે. ટીમના વિજય બાદ તેમણે પોતાની લાગણી અને આસ્થાને અનોખી રીતે વ્યક્ત કરવાનો નિર્ણય લીધો હતો. તેમની આ અનોખી યાત્રા માર્ગમાં મળતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. વિવિધ ગામો અને વિસ્તારોમાં લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને તેમની આ અનોખી પહેલને બિરદાવવામાં આવી રહી છે. આ ક્રિકેટપ્રેમ અને ધાર્મિક આસ્થાના સંગમરૂપ બનેલી યાત્રા હાલ સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનું કેન્દ્ર બની છે, જ્યાં અનેક લોકો તેના વીડિયો અને તસવીરો શેર કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં રેસ્ટોરન્ટમાં આગ, 10નાં મોત:37ને બચાવી લેવાયા, બેઝમેન્ટમાં ફસાયેલા 3નું રેસક્યૂ; માલવિય નગરની ઘટના
    Next Article
    મોરબીમાં મચ્છુ કેનાલ છલકાઈ, રોડ પર પાણી ભરાયા:ધારાસભ્ય દુર્લભજી દેથરીયાએ સંબંધિત અધિકારી સાથે સમસ્યાનું નિરાકરણ લાવવા કરી ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment