Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરના તત્કાલિન કલેકટરના કેસને ટાંકી સરકારી વકીલની દલીલ:20 લાખના લાંચ કેસમાં CGSTના સુપ્રિટેન્ડન્ટ અને તેને મદદ કરનાર વકીલની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ

    15 hours ago

    CGST કચેરીમાં GST નંબર ભરવા અને ખોટા બીલો બાબતે થયેલ અરજીની પતાવટ માટે રૂ.20 લાખની લાંચની માંગણી કરનાર સુપ્રિન્ટેડન્ટ મુકેશકુમાર મનબોધકુમાર વતી રકમ સ્વીકારનાર વકીલ આકાશ રમેશભાઈ કલોલીયાની ચાર્જશીટ બાદની જામીન અરજી ખાસ અદાલતના જજ ટી.એસ.બ્રહમભટ્ટ સાહેબે રદ કરી છે. 20 લાખની લાંચની રકમ ઓફીસમા સ્વીકારી ને ઝડપાયા ફરીયાદી ધનેશકુમાર પારેખ વિરૂદ્ધ GST નંબર ભરવા અને ખોટા બીલ બનાવવા બાબતે તપાસ કરવા અરજી થઇ હતી. આ અરજીની તપાસ બાદ કોઈ મોટો કેસ નહી કરવાના અવેજ પેટે CGSTના સુપ્રિટેન્ડેન્ટ મુકેશકુમાર મનબોધકુમારે રૂ.25 લાખની લાંચની માંગણી કરી રૂ.20 લાખમાં સેટલમેન્ટ કર્યું હતું. આ રકમ ફરીયાદીએ ટેક્ષ કન્સલટન્ટ આકાશ રમેશભાઈ કલોલીયાને આપી દેવા જણાવતા. તા.28 જુલાઈ, 2026ના રોજ રાત્રીના સમયે સુપ્રિટેન્ડેન્ટ મુકેશકુમાર વતી કન્સલટન્ટ આકાશે રૂ.20 લાખની લાંચની રકમ પોતાની ઓફીસમા સ્વીકારી હતી. તે સમયે રંગેહાથ તે પકડાઈ જતા ACBએ બંને આરોપીઓ વિરૂદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી તપાસના અંતે ચાર્જશીટ રજૂ કરી હતી. મુકેશકુમાર અને આકાશ કલોલીયાની જામીન અરજી આ પછી આરોપીઓના વકીલ તરફથી સુપ્રિટેડેન્ટ મુકેશકુમાર અને ટેક્ષ કન્સલન્ટ આકાશ કલોલીયાની જામીન અરજીઓને સમર્થનમાં રજુઆત કરવામાં આવી હતી કે પોલીસ તપાસ પુર્ણ થઈ ગઈ હોવાથી બંને આરોપીઓ સામેનો કેસ સ્પષ્ટપણે રજુ થઈ ગયો છે અને બંને આરોપીઓને હવે જયુડીશ્યલ કસ્ટડીમાં રાખવા માટે કોઈ વ્યાજબી કારણો નથી. કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંત મુજબ જામીન મળવા તે નિયમ છે અને જેલમાં રાખવા તે અપવાદ છે. સુપ્રિમ કોર્ટે અર્નેશકુમારના કેસમાં ઠરાવ્યા મુજબ 7 વર્ષથી ઓછી સજાના ગુનામાં આરોપીઓને જામીન મુક્ત કરવા જોઈએ તેમ પણ રજુઆત કરવામાં આવી હતી. તત્કાલિન કલેકટર રાજેન્દ્રકુમાર પટેલનો કેસ ટાંકીને સરકારી વકીલની દલીલ જેની સામે જિલ્લા સરકારી વિકિલ એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવ્યું હતુ કે, આરોપી આકાશ કલોલીયા ફરીયાદી પાસેથી 20 લાખ રૂપિયા ક્યાં કાયદેસરના વ્યવહાર પેટે સ્વીકારે છે તે જણાવતા નથી ત્યારે આ રકમ લાંચની જ છે તેમ માનવાનુ રહે છે. એટલું જ નહિ આ સાથે સુરેન્દ્રનગરના તત્કાલિન કલેકટર રાજેન્દ્રકુમાર પટેલનો કેસ ટાંકી જિલ્લા સરકારી વકિલએ રજુઆત કરી હતી કે, આ કલેક્ટર પાસેથી કોઈ રકમ કબ્જે થઇ ન હતી તેમ છતા સહઆરોપીના નિવેદનના આધારે ગુજરાત હાઈકોર્ટે કલેકટરની જામીન અરજી રદ કરી હતી. બંનેની ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજી રદ કરી આ ઉપરાંત વકિલ જીતેન્દ્ર રાઠોડની પણ જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે રદ કરતા ઠરાવ્યું છે કે, વકીલ દરજજાના ઉમદા વ્યવસાય સાથે જોડાયેલ વ્યકિતએ આરોપી સાથે સાંઠગાંઠ કરી ગુનો આચરવામાં મદદગારી કરી હોય ત્યારે વકીલની વર્તણુકને પણ ગંભીરતાથી લેવી જોઈએ. સરકાર તરફેની આ તમામ રજુઆતોના અંતે ખાસ અદાલતના જજ ટી.એસ.બ્રહમભટ્ટ સાહેબે ટેક્ષ કન્સલટન્ટ આકાશ કલોલીયા અને CGSTના સુપ્રિન્ટેડેન્ટ મુકેશકુમાર મનબોધકુમાર બંનેની ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજી રદ કરી છે.
    Click here to Read More
    Previous Article
    તાપી કલેક્ટરે વાલોડ આંગણવાડીઓની મુલાકાત લીધી:દૂધ સંજીવની અને પોષણ સુધા યોજનાની ચકાસણી કરી
    Next Article
    7-Year-Old Raped And Killed, Body Thrown In Basement Of Mall In Ghaziabad

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment