Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    20 લાખના લાંચ કેસમાં CGSTના સુપ્રિટેડન્ટ અને વકિલ રીમાન્ડ ઉપર:પોલીસ તપાસમાં આરોપીઓની હાજરી બિનજરૂરી હોવાની તકરાર નકારતી કોર્ટ

    8 hours ago

    CGST કચેરીમાં GST નંબર ભરવા અને ખોટા બીલો બાબતે થયેલ અરજીની પતાવટ માટે રૂ.20 લાખની લાંચની માંગણી કરનાર અને આ રકમ સ્વીકારનાર વકિલને ખાસ કોર્ટના જજ ટી.એસ. બ્રહમભટ્ટએ 36 કલાકના પોલીસ રીમાન્ડ મંજુર કર્યા છે. ફરીયાદી વિરૂધ્ધ GST નંબર ભરવા અને ખોટા બીલ બનાવવા બાબતે અરજી થઇ હતી. આ અરજીમાં કોઈ મોટો કેસ નહી કરવાના અવેજ પેટે CGST સુપ્રિટેન્ડ મુકેશકુમાર મનબોધકુમારએ રૂ.25 લાખની લાંચની માંગણી કરી રૂ.20 લાખમાં સેટલમેન્ટ કર્યું હતું અને આ રકમ ફરીયાદીએ ટેક્ષ કન્સલટન્ટ આકાશ રમેશભાઈ કલોલીયાને આપી દેવા જણાવ્યું હતું. તા.28.04.2026ના રોજ રાત્રિના સમયે અધિકારી વતી કન્સલટન્ટ આકાશે રૂ.20 લાખની લાંચની રકમ સ્વીકારી હતી જે રંગે હાથ પકડાઈ જતા એસીબી દ્વારા બંને આરોપીઓ વિરૂધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુન્હો દાખલ કરી રીમાન્ડની માંગણી કરવામાં આવી હતી. બંને આરોપીઓ તરફે રીમાન્ડ અરજી વિરૂધ્ધ રજુઆત કરવામાં આવી હતી કે, પોલીસ તપાસ કરવા માટે તમામ મુદાઓ તેઓએ જણાવી દીધા છે તેથી બંને આરોપીઓની શારીરીક હાજરીની કોઈ જરૂર નથી. જિલ્લા સરકારી વકિલ એસ.કે.વોરાએ રજુઆત કરતા જણાવ્યું હતુ કે, બંને આરોપીઓએ જે હકિકતો જણાવી છે તે તેઓએ પોતાની રીતે પસંદ કરીને જણાવ્યું છે. બંનેમાંથી કોઈ આરોપીએ પોતાના કે પોતાના પરિવારના નામે શું શું મિલકતો છે તે જણાવ્યું નથી. આ ઉપરાંત CGSTના ક્લાસ વન અધિકારી 20 લાખની રકમ તેમના વતી સ્વીકારવા માટે કોઈ કન્સલટન્ટને પસંદ કરે તે હકિકત સ્પષ્ટપણે સુચિત કરે છે કે ભુતકાળમાં આ મુજબના ઘણા વ્યવહારો પાર પાડવામાં આવ્યા છે અને બંને વચ્ચે વિશ્વાસનો મજબુત સેતુ બંધાયેલ છે. વધુમાં જણાવ્યું હતું કે, 20 લાખની રકમની માંગણી એ હકિકત પણ સુચિત કરે છે કે આ અધિકારી લાંચની મોટી રકમની માંગણી કરવા અને રકમ મેળવવા નિસંકોચ છે. આ કારણે આ અધિકારીની મિલકતો અંગેની ઉડાણપુર્વક તપાસ કરવા તેમની હાજરીની જરૂર છે. આ તમામ દલીલોના અંતે કોર્ટે બંને આરોપીઓને 36 કલાકની પોલીસ રીમાન્ડ કરવા માટે હુકમ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    જલંધર કાઉન્ટર ઇન્ટેલિજન્સે ISI નેટવર્કનો પર્દાફાશ કર્યો:લાઇવ ફૂટેજ પાકિસ્તાન જઈ રહ્યા હતા, એક આરોપીની ધરપકડ; સિમ-ચીનમાં બનેલો સોલર CCTV મળ્યો
    Next Article
    Shehbaz Sharif Ditching Trump? Pak Opens 6 Routes To Iran Amid US Blockade

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment