Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    20 ફૂટ ઊંડા ખાડામાં એક્ટિવા સવાર દંપતી ખાબક્યું, CCTV:હિટાચીથી બહાર કાઢ્યા, સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન મજબૂત બેરિકેડના અભાવે અકસ્માત સર્જાયો

    10 hours ago

    સ્માર્ટ સિટી સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી દરમિયાન સુરક્ષાના નિયમોના ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા કબૂતર સર્કલ પાસે મેટ્રોના ખુલ્લા ખાડા ફરતે મજબૂત બેરિકેડના અભાવે એક એક્ટિવા ચાલક અને પાછળ બેઠેલી મહિલા 20 ફૂટ ઊંડા ખાડામાં પટકાતા અરેરાટી વ્યાપી ગઈ હતી. મેટ્રો તંત્રની આ લાપરવાહીને કારણે નિર્દોષ નાગરિકોનો જીવ જોખમમાં મુકાયો છે. મેટ્રોની કામગીરી દરમિયાન ખોદેલા 20 ફૂટ ઊંડા ખાડામાં દંપતી ખાબક્યું મળતી માહિતી મુજબ, પર્વત પાટિયા વિસ્તારમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. અહીં 20 ફૂટ જેટલો ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. એક એક્ટિવા ચાલક પોતાની પાછળ એક મહિલાને બેસાડીને પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક સંતુલન બગડતા કે અન્ય કારણોસર તેઓ સીધા જ મેટ્રોના ઊંડા ખાડામાં ખાબક્યા હતા. CCTVમાં કેદ થઈ લાપરવાહી આ સમગ્ર ઘટનાના લાઈવ CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે ચાલક અને મહિલા ખાડામાં પટકાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં મેટ્રો વહીવટીતંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં જ્યારે મીડિયા દ્વારા મેટ્રોના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેઓ આ મામલે મૌન સેવી રહ્યા છે અને કોઈ પણ સંતોષકારક જવાબ આપી શક્યા નથી. શું કોઈ મોટી જાનહાનિ થાય તો જ મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ જાગશે? સુરક્ષાના ધોરણોમાં આટલી મોટી ચૂક બદલ જવાબદાર કોણ? પતરાના નાજુક બેરિકેટ લગાવવામાં આવ્યા હતા પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મેટ્રો પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ત્યાં સિમેન્ટના મજબૂત બેરિકેડ લગાવવાને બદલે માત્ર પતરાના નાજુક બેરિકેડ લગાવવામાં આવ્યા હતા, જે સુરક્ષાની દ્રષ્ટિએ અપૂરતા હતા. ખાડામાં પટકાયેલા મહિલા અને પુરુષને બચાવવા માટે તાત્કાલિક દોડધામ મચી ગઈ હતી. અંતે જેસીબી અને ક્રેનની મદદથી બંનેને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં બંનેને શરીરે ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ મેટ્રો તંત્ર જાગ્યું, સિમેન્ટના મજબૂત બ્રેકેટ મૂક્યા આશ્ચર્યની વાત એ છે કે, આટલી મોટી ઘટના બન્યા બાદ મેટ્રોના સત્તાધીશો સફાળા જાગ્યા હતા. જે કામગીરી પહેલા કરવાની હતી તે હવે કરવામાં આવી છે—ઘટના બન્યા બાદ ત્યાં તાત્કાલિક ધોરણે સિમેન્ટના મજબૂત બેરિકેડ મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અકસ્માતના આ સમાચાર પણ વાંચોઃ નડિયાદમાં ગટર પાસેના ખાડામાં એક્ટિવા ખાબકતા ચાલકનું મોત નડિયાદ શહેરમાં આજે ગટરની બાજુમાં પડેલા ખાડામાં એક્ટિવા ચાલક ખાબક્યો હતો. જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. લાંબા સમયથી બિસ્માર રસ્તા અને ઉભરાતી ગટરની સમસ્યા હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. જોકે, આ દુર્ઘટના બાદ હરકતમાં આવેલા તંત્રએ તાત્કાલિક ધોરણે ખાડો પૂરવાની કામગીરી શરૂ કરી હતી. જેને પગલે તંત્રની કાર્યપદ્ધતિ સામે અનેક સવાલો ઉભા થયા છે. (સંપૂર્ણ સમાચાર વાંચો) ઓવરસ્પીડ બાઈકે કારને ટક્કર મારી, CCTV હિંમતનગરમાં સિંચાઈ કર્મચારી સોસાયટી આગળના રોડ પર કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં બંને વાહનોને નુકસાન થયું હતું. પ્રાથમિક તપાસમાં બાઈકની ગતિ વધુ હોવાનું જણાયું છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં ગુજકેટ પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન:29 કેન્દ્રો પર યોજાઈ, 258 વિદ્યાર્થીઓ ગેરહાજર, ગેરરીતિનો એક પણ કેસ નહીં
    Next Article
    MI vs KKR LIVE Score, IPL 2026: Mumbai Indians Take Huge Call On Rohit Sharma, 2 Stars Handed Debut Caps

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment