Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મ્યુલ હન્ટ 2.0ની શરૂઆત:92 FIR, 182 આરોપી ઝડપાયા; ₹1649 કરોડના સાયબર ફ્રોડના ગુનાઓનો ભેદ ઉકેલાયો

    21 hours ago

    રાજ્યમાં સાયબર ગુનાઓ સામે ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરાયેલા ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ હેઠળ અત્યાર સુધીમાં નોંધપાત્ર સફળતા મળી છે. મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને ડીજીપીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા આ વિશેષ અભિયાનમાં અત્યાર સુધી 92 FIR નોંધવામાં આવી છે અને 182 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ 670 જેટલા મ્યુલ એકાઉન્ટ્સ શોધી કાઢવામાં આવ્યા છે. આ સમગ્ર ઓપરેશન દરમિયાન 3464 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે, જેમાંથી 307 ગુનાઓ ગુજરાત સાથે સીધા જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. 77 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી સાયબર સેન્ટર ઓફ એક્સલેન્સના એસપી રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, મ્યુલ એકાઉન્ટ્સના નેટવર્કને તોડવા માટે રાજ્યવ્યાપી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ કામગીરી દરમિયાન દેશભરમાં થયેલા અંદાજે ₹1649 કરોડના સાયબર ફ્રોડ સંબંધિત ગુનાઓના તાર જોડવામાં સફળતા મળી છે. સુરતમાં એક જ દિવસમાં 58 ગુનાઓ નોંધવામાં આવ્યા હતા અને 77 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જે અભિયાનની સૌથી મોટી કાર્યવાહી ગણાઈ રહી છે. ગયા મહિને લગભગ 41 ટકા જેટલી રકમ ફ્રીઝ કરવામાં સફળતા મળી રાજદીપસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, સાયબર ગુનાઓ સામે વધુ અસરકારક કાર્યવાહી માટે વિશાળ ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીની સૌથી મોટી ગેંગને ઝડપી લેવામાં આવી છે અને હાલ સુરતમાં વધુ મોટી તપાસ ચાલી રહી છે. ઉપરાંત, ફ્રોડની રકમ પર નિયંત્રણ મેળવવા માટે કરાયેલા પ્રયાસોમાં ગયા મહિને લગભગ 41 ટકા જેટલી રકમ ફ્રીઝ કરવામાં સફળતા મળી હોવાનું તેમણે જણાવ્યું હતું. સાયબર ઠગાઈમાં ઉપયોગમાં લેવાતા મ્યુલ એકાઉન્ટ્સના સમગ્ર નેટવર્કને ધ્વસ્ત કરવા માટે ગુજરાત પોલીસ આગામી સમયમાં પણ વધુ આક્રમક કાર્યવાહી કરશે તેવી માહિતી અધિકારીઓએ આપી છે.
    Click here to Read More
    Previous Article
    India not Vishwaguru yet, still inadequately prepared: RSS chief Mohan Bhagwat
    Next Article
    વંથલી નજીકથી ગેરકાયદેસર રેતી સાથે ડમ્પરો ઝડપાયા:વારંવાર ની રજૂઆત બાદ બાતમી મળતા કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું ખાણ ખનીજ વિભાગ;વંથલીમાં ભૂ-માફિયાઓ પર ત્રાટકી ₹3.5 કરોડની 9 રેતી ભરેલી ટ્રકો અને લોડર સીઝ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment