Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસારવા-ખેડબ્રહ્મા મેમુ હિંમતનગર 20 મિનિટ મોડી પહોંચી:પ્રથમ દિવસે મુસાફરોની ભીડ, રાત્રે 8 વાગ્યે રવાના થઈ

    10 hours ago

    અસારવા-ખેડબ્રહ્મા મેમુ ટ્રેન સેવા આજથી શરૂ થઈ છે. પ્રથમ દિવસે આ ટ્રેન હિંમતનગર રેલવે સ્ટેશન પર નિર્ધારિત સમય કરતાં આશરે 20 મિનિટ મોડી રાત્રે 7:56 વાગ્યે પહોંચી હતી. ચાર મિનિટના વિરામ બાદ રાત્રે 8:00 વાગ્યે તે ખેડબ્રહ્મા તરફ રવાના થઈ હતી. ઉલ્લેખનીય છે કે, નવ વર્ષના લાંબા ગાળા બાદ આ રૂટ પર રેલવે સેવા પુનઃ શરૂ થઈ છે. ગઈકાલે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડબ્રહ્માથી નવી મેમુ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ નવી સેવા શરૂ થતા આ રૂટના તમામ ગ્રામજનોએ તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આજથી અસારવાથી નિયમિત મેમુ સેવા શરૂ થતા હિંમતનગર રેલવે સ્ટેશન પર મુસાફરોની નોંધપાત્ર ભીડ જોવા મળી હતી. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં મુસાફરો આ ટ્રેનમાંથી ઉતરતા અને ચડતા જોવા મળ્યા હતા, જે આ રૂટ પરની રેલવે સેવાની જરૂરિયાત દર્શાવે છે.
    Click here to Read More
    Previous Article
    લાઠોદ્રા રોડ પરથી MD ડ્રગ્સ ઝડપાયું:19 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે 21 વર્ષીય યુવાનની ધરપકડ, ડ્રગ્સ નેટવર્ક શોધવા તપાસ તેજ
    Next Article
    1984 anti-Sikh riots survivor, ‘crusader for other victims’, Vajpayee admirer: Who is HS Phoolka, who joined BJP

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment