Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાણસ્મા સાયબર ફ્રોડ: 20 આરોપીની જામીન અરજી ફગાવી:કોર્ટે રૂ. 7.16 કરોડના કૌભાંડમાં પુરાવા ચેડાની શક્યતા ધ્યાને લીધી

    2 days ago

    ચાણસ્મા પોલીસ મથકે નોંધાયેલા રૂ. 7.16 કરોડના બહુચર્ચિત સાયબર ફ્રોડ અને આર્થિક છેતરપિંડી કેસમાં મહત્વનો ચુકાદો આવ્યો છે. હારીજની ચાણસ્માના ઇન્ચાર્જ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે આ કેસમાં પકડાયેલા 20 આરોપીની જામીન અરજીઓ રદ કરવાનો હુકમ કર્યો છે. બનાવની વિગતો અનુસાર, ગત તા. 10/6/2026ના રોજ કુલ 33 શખ્સો દ્વારા પૂર્વ આયોજિત ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આરોપીઓએ પોતાના તથા અન્યના બેંક ખાતાઓ (મ્યૂલ એકાઉન્ટ્સ) ભાડે મેળવી કે આપી સાયબર છેતરપિંડીની રકમ સ્વીકારી હતી. પોતાની સાચી ઓળખ છુપાવીને આ રકમનું સ્તરીકરણ (લેયરિંગ) અને ટ્રાન્સફર કરીને રૂ. 7.16 કરોડથી વધુનો ગેરકાયદેસર આર્થિક લાભ મેળવ્યો હતો. આ અંગે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં તા. 21/7/2026 ના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે તપાસ દરમિયાન 20 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમણે બાદમાં કોર્ટમાં જામીન મેળવવા અરજીઓ કરી હતી. આરોપીઓ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે તેઓ નિર્દોષ છે અને તેમને ખોટી રીતે સંડોવી દેવાયા છે. જોકે, સરકારી વકીલે સખત વાંધો ઉઠાવતા દલીલ કરી હતી કે આરોપીઓ સામે રૂ. 7 કરોડથી વધુની ગંભીર આર્થિક છેતરપિંડીનો આક્ષેપ છે. તેઓ કમિશન લઈને ખાતા ભાડે આપતા ખાતાધારકો છે અને જો તેમને જામીન મુક્ત કરવામાં આવે તો પુરાવા સાથે ચેડાં થવાની અને સાક્ષીઓને ધમકાવવાની પૂરી શક્યતા છે. કોર્ટે બંને પક્ષોની દલીલો, ગુનાની ગંભીરતા, સજાની જોગવાઈઓ તથા આર્થિક ગુનાઓની સમાજ પર પડતી વિપરીત અસરને ધ્યાને લીધી હતી. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને, કોર્ટે તમામ 20 આરોપીઓની જામીન અરજીઓ ફગાવી દીધી હતી. જે 20 આરોપીઓની જામીન અરજીઓ નામંજૂર થઈ છે તેમાં દર્શન ઠક્કર (પાટણ), મયુર ઠાકોર (ઇટોદા), અજીતજી ઠાકોર (ઇટોદા), દીલીપજી ઠાકોર (ઇટોદા), કરણ ઠાકોર (ખાંભેલ), અજય ઠાકોર (ખાંભેલ), વિશાલ ઠાકોર (ખાંભેલ), જયેશજી ઠાકોર (ખાંભેલ), અજીતજી કનુજી ઠાકોર (ખાંભેલ), મોહશીનખાન સિપાઇ (ઇટોદા), અમિત ઠાકોર (ખાંભેલ), રાજેશ સાધુ (ઇટોદા), જયંતીજી ઠાકોર (ઇટોદા), ઉદાજી ઉર્ફે લલ્લુ ઠાકોર (ઇટોદા), મંથન ઠાકોર (પાટણ), જગદીશજી ઉર્ફે જે.ડી. ઠાકોર (પાટણ), ભરતજી ઠાકોર (પાટણ), શીવસંગ ઉર્ફે ડોક્ટર ઠાકોર (પાટણ) અને રાજ જોશી (પાટણ)નો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    કારગિલ વિજય દિવસ પર રક્ષાા મંત્રી દ્રાસ પહોંચ્યા:રાજનાથે કહ્યું- ઘૂસણખોરોનો ઇરાદો બદલાયો નથી; ભારતીય સેના દરેક પડકારનો સામનો કરવા તૈયાર છે
    Next Article
    પાટણ નગરપાલિકાના સિટી એન્જિનિયરની બદલી:વિકાસ કાર્યો અટકવાની ભીતિ, પદ ખાલી પડ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment