Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:'20 રૂપિયામાં કોથળી લઇ જાવ', લઠ્ઠાકાંડ મુદ્દે હલ્લાબોલ, કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ પર હુમલો, રાહુલના 6 કલાકના ધરણા પછી પેલેટગન મામલે FIR

    11 hours ago

    નમસ્તે, રાહુલ ગાંધીના 6 કલાકના ધરણા પછી દિલ્હી પોલીસે પેલેટ ગન મામલામાં વિદ્યાર્થી સાહિલની FIR નોંધી. બીજી તરફ, રાજસ્થાનમાં CJP પ્રવક્તા આશુતોષ રાંકા સાથે મારપીટ કરવામાં આવી. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ દાવા વિશે જણાવીશું, જેમાં તેમણે કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ જલ્દી જ અમેરિકાના કંટ્રોલમાં હશે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. રાહુલ ગાંધી પુણેમાં ‘છાત્રોની ગૂંજ’કાર્યક્રમમાં સામેલ થશે. 2. મેન્સ હોકી વર્લ્ડ કપમાં ભારત અને નેધરલેન્ડ વચ્ચે સાંજે 7:30 વાગ્યાથી મેચ રમાશે. 📰 કાલના મોટા સમાચારો 1. રાહુલ ગાંધીના 6 કલાકના ધરણા પછી દિલ્હી પોલીસ ઝૂકી:પેલેટગન કેસમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ, પ્રદર્શનકારીનો આરોપ- આંખે દેખાવાનું બંધ થયું દિલ્હી પોલીસે જંતર-મંતર પર પ્રદર્શનકારી વિદ્યાર્થી સાહિલની ફરિયાદ પર FIR નોંધી છે. જોકે, આ કેસ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે. વિદ્યાર્થીનો આરોપ છે કે પેલેટ ગનના છરા વાગવાથી તેની આંખની રોશની જતી રહી છે. રાહુલ ગાંધી શુક્રવારે બપોરે લગભગ 12.30 વાગ્યાથી દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની બહાર ધરણા પર બેઠા હતા. તેમની માંગ હતી કે જ્યાં સુધી પેલેટ ગનથી પીડિત સાહિલની FIR નોંધવામાં ન આવે ત્યાં સુધી તેઓ ત્યાંથી હટશે નહીં. સંપૂર્ણ સમાચાર વાંચો 2. જયપુર- CJP પ્રવક્તાને માર માર્યો, મંત્રીને 48 કલાકનું અલ્ટીમેટમ:ડોટાસરા બોલ્યા- હુમલો કરનારા ભાજપના કાર્યકરો; સ્કૂલ નિરીક્ષણ મામલે વિરોધ-હોબાળો CJP પ્રવક્તા આશુતોષ રાંકા અને તેમના સાથીઓ પર જયપુરમાં હુમલો થયો છે. રાંકા શુક્રવારે સવારે લગભગ 10 વાગ્યે બગરુની સરકારી પ્રાથમિક સ્કૂલ રામપુરા કંવરપુરાનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. ત્યારે ગ્રામજનોએ તેમને માર મારીને ત્યાંથી ભગાડી દીધા. તેમની ગાડીઓ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો. રાંકા સાથે હાજર મહિલા સમર્થકો પર ગામની મહિલાઓએ માટી ફેંકી હતી. રંકાએ ભાજપના કાર્યકરો પર હુમલાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે હુમલામાં ગાડીઓના કાચ અને મોબાઈલ તોડવામાં આવ્યા, એક મહિલા સાથે મારપીટ થઈ અને તેનો શર્ટ ફાડી નાખવામાં આવ્યો. ટીમના એક સભ્યને હાથ ફ્રેક્ચર થયું છે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. ટ્રમ્પે કહ્યું- જલદી હોર્મુઝને કંટ્રોલમાં લઈશું:ઈરાનની નેવી-એરફોર્સ ખતમ, કેટલીક મિસાઈલ અને ડ્રોન બચ્યા; પરમાણુ હથિયારો બનાવવા દેવામાં આવશે નહીં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા જલ્દી જ હોર્મુઝ સ્ટ્રેટને પોતાના નિયંત્રણમાં લઈ લેશે. ટ્રમ્પે અમેરિકી રેડિયો નેટવર્ક 77 WABCને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે ઇરાનની સેવી, એરફોર્સ અને સૈન્ય નેતૃત્વને મોટું નુકસાન થયું છે. ટ્રમ્પે પુનરોચ્ચાર કર્યો કે અમેરિકા કોઈ પણ ભોગે ઈરાનને પરમાણુ હથિયાર બનાવવા દેશે નહીં. ઈરાનને પરમાણુ હથિયાર બનાવતા રોકવા માટે સૈન્ય કાર્યવાહી જરૂરી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 4. ભોજશાળા પાસે 500 નમાઝીઓએ નમાઝ અદા કરી:વિસ્તાર સફેદ પડદાથી ઢંકાયેલો, બંને સમુદાયોની એન્ટ્રી-એક્ઝિટ અલગ; હિંદુ સંગઠનોએ હનુમાન ચાલીસા પાઠ કર્યા MPના ધારમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ભોજશાળાને અડીને આવેલા ખસરા નંબર 612 પર મુસ્લિમ સમુદાયે શુક્રવારની નમાઝ અદા કરી. આ નવી વ્યવસ્થા હેઠળનો ચોથો શુક્રવાર છે. આ વખતે નમાઝ પઢનારાઓની સંખ્યા ગયા શુક્રવારો કરતાં વધુ રહી. લગભગ 400 થી 500 નમાઝી નિર્ધારિત સ્થળે પહોંચ્યા. મુખ્ય દરવાજા સુધી નમાઝીઓની ભીડ રહી. નમાઝને લઈને પ્રશાસને કડક સુરક્ષા વ્યવસ્થા કરી હતી. ભોજશાળા અને નમાઝ સ્થળ, બંને તરફ મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. નમાઝ સ્થળની ચારેય બાજુ બેરિકેડિંગ કરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારને સફેદ પડદાઓથી ઢાંકી દેવામાં આવ્યો હતો, જેથી ક્યાંયથી પણ કોઈ પ્રવેશ ન કરી શકે. બંને પક્ષો માટે અલગ-અલગ રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો 5. જિન્નાની બીમારી છુપાવનારા ડોકટરોને પાકિસ્તાન સન્માનિત કરશે:મુંબઈના બે ડોકટરોએ 1946માં જણાવ્યું હતું- જિન્નાને ગંભીર ટીબી પાકિસ્તાન તેના સ્થાપક મોહમ્મદ અલી જિન્નાની ગંભીર બીમારીની માહિતી ગુપ્ત રાખનારા મુંબઈના બે ડોકટરોને દેશના મોટા નાગરિક સન્માનોમાંથી એક નિશાન-એ-ઇમ્તિયાઝ આપશે. બંને ડોકટરોએ 1946માં જિન્નાના એક્સ-રેની તપાસ કરીને તેમને ગંભીર ટીબી હોવાની માહિતી આપી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 6. રાજસ્થાનથી એનાલોગ પનીર લાવી અમદાવાદમાં સસ્તા ભાવે વેચવાનું કૌભાંડ:બે લક્ઝરી બસમાંથી 408 કિલો જથ્થો જપ્ત, ₹450 MRP હતીને 240ના ભાવે બે વ્યક્તિ લેવા આવ્યા'તા ગુજરાતમાં 16 દિવસ પહેલા જ રાજ્ય સરકારે એનાલોગ પનીરના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે દેશના અન્ય રાજ્યમાંથી અમદાવાદમાં લો ફેટનું એનાલોગ પનીર લાવીને સસ્તા ભાવે વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. AMCના ફૂડ વિભાગે કાંકરિયા દેડકી ગાર્ડન નજીક કોર્પોરેશનના પે એન્ડ પાર્કિંગ પ્લોટમાં બે લક્ઝરી બસમાં આજે 21 ઑગસ્ટે વહેલી સવારે દરોડો પાડ્યો હતો. જેમાં 408 કિલો લો ફેટ પનીરનો જથ્થો ઝડપીને સીઝ કર્યો છે. લક્ઝરી બસમાં રાજસ્થાનથી આ જથ્થો લાવવામાં આવ્યો હતો. જેમાં પ્રતિ કિલોની MRP 450 રુપિયા લખેલી હતી અને બે વ્યક્તિ 240 રુપિયાના ભાવે આ જથ્થો લેવા આવ્યા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો 7. ભાવનગર લઠ્ઠાકાંડના માસ્ટર માઇન્ડ રઈશ 9 દિવસના રિમાન્ડ પર:સુરતનો યુવક બ્રેઇન ડેડ, પહેલાં આંખો બંધ થઈ પછી હાર્ટએટેક આવ્યો; અત્યારસુધી 9 મોત ગુજરાતને હચમચાવી મૂકનારા ભાવનગરના નકલી લઠ્ઠાકાંડની ગંભીર અસર હવે સુરતમાં પણ સામે આવી છે. ભાવનગરમાં ઝેરી દારૂ પીધા બાદ સુરત આવેલા મૂળ ભાવનગરના સંજયસિંહ ડોડિયા નામના યુવકની તબિયત અત્યંત નાજુક બનતાં તેમને સુરતની ખટોદરા સ્થિત આઇએનએસ (INS) હોસ્પિટલમાં બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી આઇસીયુમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા યુવકને હાલ વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે અને આ અંગે પરિવારજનોને પણ જાણ કરી દેવાઈ છે. સંપૂર્ણ સમાચાર વાંચો ભાવનગર જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી 9 લોકોના કરૂણ મોત અને 45થી વધુ લોકો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હોવાની હૃદયદ્રાવક ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં પડ્યા છે. રાજ્યમાં કાગળ પર દારૂબંધી હોવા છતાં બેફામ ચાલતા નશાના કારોબાર સામે વિપક્ષ કોંગ્રેસે રાજ્યવ્યાપી મોરચો માંડ્યો છે. જામનગર, મહેસાણા, જૂનાગઢ, પાટણ, અમદાવાદ, વડોદરા, ભાવનગર અને વાવ-થરાદ સહિતના શહેરોમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર ધરણાં, સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન યોજીને ગૃહમંત્રીના તાત્કાલિક રાજીનામાની માંગ કરવામાં આવી છે, જેને પગલે પોલીસે અનેક સ્થળોએ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : આસામ-મેઘાલય બોર્ડર પર તણાવ:શિલૉન્ગમાં KSUની રેલી દરમિયાન આસામના લોકો સાથે મારપીટથી શરૂ થયો હતો વિવાદ (સંપૂર્ણ સમાચાર વાંચો) 2.ઈન્ટરનેશનલ : ઇમરાન ખાનને હોસ્પિટલમાંથી ફરી જેલમાં મોકલાયા:ડોક્ટરોએ કહ્યું- પૂર્વ PMને જેલમાં રાખવા જ સુરક્ષિત; મોડી રાત્રે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા (સંપૂર્ણ સમાચાર વાંચો) 3.નેશનલ : પુત્રને આઇફોન લેવો હતો, પહાડ પરથી છલાંગ લગાવી:બચાવવા જતા પિતા પણ પડ્યા, નજર સામે બનેલી ઘટનાના આઘાતમાં માતા પણ કૂદી ગઈ; ગણતરીની મિનિટોમાં પરિવાર ખતમ (સંપૂર્ણ સમાચાર વાંચો) 4.ઈન્ટરનેશનલ : હોર્મુઝમાં ભારતીય જહાજ પર ઈરાની હુમલાનો VIDEO:IRGC બોટ્સે ફાયરિંગ કર્યું; કાચ તૂટ્યા, સામાન વેરવિખેર થયો, 21 નાવિકોએ સંતાઈને જીવ બચાવ્યો (સંપૂર્ણ સમાચાર વાંચો) 5.બિઝનેસ : TCS પર કર્મચારી મોનિટરિંગનો આરોપ:કંપનીએ કહ્યું- માત્ર સિસ્ટમના પરફોર્મન્સ ટ્રેક કરી રહ્યા છીએ; મેટા પણ કીસ્ટ્રોક્સ રેકોર્ડ કરવા બદલ ઘેરાઈ હતી (સંપૂર્ણ સમાચાર વાંચો) 6.સ્પોર્ટ્સ : સિનર ઘૂંટણની ઈજાને કારણે US ઓપનમાંથી ખસી ગયો:વર્લ્ડ નંબર-1એ કહ્યું- જમણા ઘૂંટણને સાજા થવામાં હજુ વધુ સમય લાગશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : શિવ-પાર્વતીથી નારાજ થઈ કાર્તિકેય સ્વામીએ ઘર છોડ્યું:દીકરાને મનાવવા માતા-પિતાએ નમતું જોખ્યું, જાણો મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ સાથે જોડાયેલી કથા (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ અજગરને થયું કેન્સર, કીમોથેરાપીથી જીવ બચ્યો ઈંગ્લેન્ડના ચેસ્ટર ઝૂમાં એક અજગરને કેન્સર થયું તો તેનો જીવ બચાવવા માટે માણસો વાળું ટ્રીટમેન્ટ કરવું પડ્યું. 15 ફૂટ લાંબા આ અજગરના જડબામાં કેન્સર હતું. ડૉક્ટર્સે પહેલાં ગાંઠ કાઢી, પછી કીમોથેરાપી કરી તેને બચાવી લીધો. 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. મોદીનો નવો જેન-ઝી પ્લાન:શું ઇન્સ્ટા અને FB બંધ થઇ જશે? મસ્કે સરકારો સામે શિંગડાં ભરાવ્યાં, ચાર ઘટનાથી સમજો સોશિયલ મીડિયાનો ખતરનાક ટ્રેન્ડ 2. શંકરસિંહ બોલ્યા- ચૈતરને લાંબી સજા એ ભાજપનું કાવતરું:2027ની ચૂંટણી પહેલાં સમhttps://www.divyabhaskar.co.in/dvb-original/news/filmy-family-ak-hangal-shiv-sena-controversy-poverty-struggle-bollywood-actor-138782453.htmlજો AAPની સ્ટ્રેટેજી, કેજરીવાલ અને ચૈતર વસાવા વચ્ચે જેલમાં શું વાત થઈ 3. US જવાનું સપનું મોંઘુ થશે?:વિઝાના નવા નિયમોથી ભારતીય વિદ્યાર્થીઓમાં ભારે મૂંઝવણ, એક્સપર્ટ પાસેથી જાણો 95 લાખની ફીનું સત્ય 4. વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી હતા એ.કે. હંગલના બહેન:પરિવારની મરજી વિરુદ્ધ દરજીકામ કર્યું, શિવસેનાએ પાકિસ્તાની કહી પૈસા માગવા મજબૂર કર્યા 5. આજનું એક્સપ્લેનર:શું જમ્મુ-કાશ્મીર પર ભારતની તરફેણમાં અમેરિકા, US રાજદૂત સર્જિયોએ કહ્યું- 'આ ભારતનો મહત્ત્વનો ભાગ'; ટ્રમ્પનો અસલી હેતુ શું? 6. સુરત કમલમમાં મારામારી થઈ?:આનંદીબે7.ન ગુજરાત આવ્યા અને અફવા ઊડી; સચિવાલયમાં મંત્રીએ સ્ટાફ સાથે ટિફિન ખોલ્યું, જુઓ VIDEO 7. 'દીકરો ભણવામાં મહેનતુ છે, પણ યાદ રાખી શકતો નથી':'પરીક્ષામાં બ્લેન્ક થઈ જાય છે, શું કરું?' જાણો બાળકની યાદશક્તિ વધારવાના સરળ સ્ટેપ્સ 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ: મિથુન અને કન્યા રાશિને અણધાર્યા લાભના સંકેત, ધન રાશિ પર સમય મહેરબાન રહેશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    Drastic Playing XI Call In 2nd Test Against Sri Lanka? India Coach Gives Blunt Verdict
    Next Article
    શું નકલી દારૂનું ઝેર ઉતારવા ઇથેનોલનો ઉપયોગ થાય છે?:એક-બે પેગમાં જ આંખે અંધારા આવ્યા, ઊલટીઓ થઈ, દારૂમાં રહેલા 38% મિથેનોલે 9ની લાશ ઢાળી દીધી, ડોક્ટરોએ જણાવી હકીકત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment