Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથમાં બ્રહ્માજીની નગરયાત્રા-તુલસીવિવાહ યોજાશે:20થી 24 નવેમ્બર સુધી પાંચ દિવસનો મહોત્સવ; 24 નવેમ્બરે કાર્તિકી પૂર્ણિમાએ નગરયાત્રા અને વિષ્ણુ-વૃંદાદેવીનાં લગ્ન

    7 hours ago

    પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પાવન સાન્નિધ્યમાં કાર્તિકી પૂર્ણિમાના પર્વને અનોખી ધાર્મિક ભવ્યતા આપવા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો વર્ષ જૂની શાસ્ત્રોક્ત પરંપરાઓનું પુનઃસ્થાપન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત પ્રભાસ તીર્થમાં બ્રહ્માજીની ભવ્ય નગરયાત્રા અને ભગવાન વિષ્ણુ તથા વૃંદાદેવીના દિવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક ધાર્મિક મહોત્સવની તૈયારીઓના ભાગરૂપે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમારના હસ્તે બ્રહ્માજીની મૂર્તિના નિર્માણ માટે 'ચંદન કારસેવા'નો ભક્તિભાવપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો હતો. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કાર્યરત શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓને જીવંત રાખવાના ઉદ્દેશ સાથે આ વિશેષ આયોજન હાથ ધરાયું છે. સ્કંદ પુરાણના પ્રભાસ ખંડમાં વર્ણવેલી પરંપરા અનુસાર પ્રભાસ તીર્થમાં બ્રહ્માજીની વિશેષ નગરયાત્રા યોજાશે. આ યાત્રા માટે બ્રહ્માજીની મૂર્તિનું નિર્માણ પવિત્ર ચંદનમાંથી કરવામાં આવશે. આ નિમિત્તે તા.17 અને 18 નવેમ્બરના રોજ પ્રભાસ તીર્થના વિવિધ સમાજોના પ્રતિનિધિઓ અને ભક્તો સામૂહિક રીતે ચંદન ઘસવાની કારસેવામાં જોડાશે. વિવિધ સમાજના લોકો એકસાથે સેવા કરીને સામાજિક એકતા, સમર્પણ અને ધાર્મિક સમરસતાનો સંદેશ આપશે. આ પવિત્ર ચંદનમાંથી તૈયાર થનારી બ્રહ્માજીની મૂર્તિનાં દર્શન તા.23 નવેમ્બરે શ્રી સોમનાથ મંદિરના સંકીર્તન ભવન ખાતે ભક્તો માટે ખુલ્લાં મૂકવામાં આવશે. આ ઉપરાંત સામાજિક સમરસતા અને ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન પાંચ દિવસીય 'દિવ્ય તુલસી વિવાહ મહોત્સવ'નું તા.20થી 24 નવેમ્બર દરમિયાન ગોલોકધામ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સમની પૂર્ણાહુતિના પાવન અવસરે તા.24 નવેમ્બર, કાર્તિકી પૂર્ણિમાના દિવસે સવારે 10 કલાકે બ્રહ્માજીની ભવ્ય નગરયાત્રા નીકળશે. જ્યારે સાંજે સ્વયં બ્રહ્માજીના આચાર્યત્વમાં ભગવાન વિષ્ણુ અને વૃંદાદેવીના દિવ્ય લગ્ન વૈદિક વિધિ-વિધાન સાથે સંપન્ન થશે. સોમનાથ મહાદેવના સાન્નિધ્યમાં ભગવાન વિષ્ણુના વિવાહ અને બ્રહ્માજીની વિશેષ ઉપસ્થિતિથી 'ત્રિદેવ સંગમ'નો અદ્ભુત ધાર્મિક માહોલ સર્જાશે. આ મહોત્સવ દેશભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થાની સાથે ભારતીય સનાતન સંસ્કૃતિની પ્રાચીન પરંપરાઓને નજીકથી નિહાળવાનો અલૌકિક અવસર બની રહેશે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દેશભરના ધર્મપ્રેમી જનતા અને શ્રદ્ધાળુઓને આ ઐતિહાસિક મહોત્સવમાં સહભાગી બની બ્રહ્માજીની નગરયાત્રા, દિવ્ય તુલસી વિવાહનાં દર્શન તેમજ ભોજન પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    MP-UP અને રાજસ્થાન સહિત 8 રાજ્યોમાં ધુમ્મસ:બદ્રીનાથમાં નદી કિનારે પાણી ભરાયું; આંધ્ર પ્રદેશમાં 3 અઠવાડિયામાં ત્રીજા ચક્રવાતી તોફાનનું જોખમ
    Next Article
    અમદાવાદમાં નશામાં સ્કોર્પિયો ચાલકે અકસ્માત કર્યો, પોલીસ-સ્થાનિકો વચ્ચે બબાલ:'પોલીસ'નું પાટીયું મારેલી મહિન્દ્રા XUV અને બે બાઈકને અડફેટે લીધા, આરોપીને પ્રાઈવેટ કારમાં લઈ જતાં વિરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment