Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના અંબિકામાં 20 ઈંચ વરસાદથી જળબંબાકાર:220 તાલુકામાં મેઘરાજાની બેટિંગ, 1 ઓગસ્ટે 10 જિલ્લાની સ્કૂલો-કોલેજોમાં રજા; 1 વાગ્યા સુધી 20 જિલ્લામાં રેડ એલર્ટ

    1 day ago

    ‘રેડ એલર્ટ’ની આગાહી સાથે સવારના 6થી રાત્રિના 10 વાગ્યા સુધીમાં 220 તાલુકામાં સૌથી વધુ સુરતના અંબિકા તાલુકામાં 20 ઈંચ, તાપીના ડોલવણ 16 અને નવસારીના વાંસદામાં 15 ઈંચ વરસાદ ખબાક્યો છે, જ્યારે 6 તાલુકામાં 10થી 13 ઈંચ તો 34 તાલુકામાં 5થી 9 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત 177 તાલુકામાં 5 ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આ સાથે ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદ, સુરત સહિતના રાજ્યના 10 જિલ્લામાં સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. રાત્રિના 1 વાગ્યા સુધી 20 જિલ્લામાં રેડ એલર્ટ નાઉકાસ્ટ મુજબ, રાત્રિના 1 વાગ્યા સુધી 20 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં 41થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન, ગાજવીજ અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમ વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોકે, દિવસ દિવસ દરમિયાન મેઘરાજાની તોફાની બેટિંગથી સુરત, અમદાવાદ, વડોદરા, નવસારી, અમરેલી, મહીસાગર, ભરૂચ, વલસાડ સહિતના જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત કર્યું છે. ભારે વરસાદને પગલે રસ્તાઓ પાણી ભરાયા હતા. દક્ષિણ ગુજરાતની ઔરંગા, કાવેરી, અશ્વિન, અંબિકા સહિતની નદીઓ ઓવરફ્લો થઈ હતી. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તણાઈ જવાથી 4 લોકોના મોત અને ત્રણના રેસક્યૂ કરાયા નવસારીમાં ભારે વરસાદ વચ્ચે કરંટ લાગતા 3 લોકોના મોત થયાં છે. આણંદમાં ખુલ્લી કાંસમાં 3 બાળકોના તણાવાથી એક બાળકીનું મોત નીપજ્યું અને બે બાળકોનો બચાવ થયો હતો. છોટાઉદેપુર જિલ્લામાં નસવાડીમાં અશ્વિન નદીમાં ફસાયેલા યુવક અને તિલકવાડામાં પૂર વચ્ચે ઝાડ પરથી યુવકનું રેસ્ક્યૂ કરાયું હતું. સુરતમાં ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં પૂરની સ્થિતિ ઊભી થઈ હતી. પંચમહાલ જિલ્લાના દેવ ડેમાં 6 દરવાજા 1.5 મીટર ખોલાયા વડોદરા, ભરૂચમાં પણ ભારે વરસાદથી પાણી ભરાયા હતા. અમદાવાદમાં પણ રેડ એલર્ટ વચ્ચે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. અમરેલીના રાયડી ડેમનો 1 દરવાજો 3 ઈંચ સુધી ખોલવામાં આવ્યો હતો. અને પંચમહાલ જિલ્લાના દેવ ડેમાં 6 દરવાજા 1.5 મીટર સુધી ખોલી દેવાયા હતા. આ ઉપરાંત 2 ઓગસ્ટે યોજાનારી TAT (ઉચ્ચતર માધ્યમિક)-2026ની મુખ્ય પરીક્ષા મોકૂફ રાખી હવે 8 ઓગસ્ટ, 2026ના રોજ યોજાશે. હવામાન વિભાગ દ્વારા 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 1 ઓગસ્ટના રોજ અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અમરેલી, ભરૂચ, પાટણ, ગાંધીનગર સહિત 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરતના વરસાદની પળેપળની અપડેટ્સ: પોશ વિસ્તારમાં પાણી ઘૂસ્યા, BRTS, કારખાનાઓ અને તમામ કાપડ માર્કેટ બંધ અમદાવાદના વરસાદની પળેપળની અપડેટ્સ: ધોધમાર વરસાદથી અનેક સ્થળે પાણી ભરાયા, એક કલાકથી સરસપુરમાં ઘૂંટણસમા પાણી આણંદમાં ખુલ્લી કાંસમાં 3 બાળકો તણાયા, બેનો બચાવ; એક કિશોરીનું મોત આણંદ શહેરમાં બોરસદ ચોકડી નજીક એસ.પી કચેરી પાસે આજે બપોરનાં સુમારે ભારે વરસાદનાં કારણે છલોછલ વહી રહેલી કાંસમાં ત્રણ બાળકો તણાઈ જતા બુમાબુમ થતા સ્થાનિકોએ બે બાળકોને બચાવી લેવામાં સફળતા મેળવી હતી, જ્યારે 11 વર્ષની એક બાળકી કાંસનાં પાણીમાં ડુબી જતા મોતને ભેટી હતી જેને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. TAT અને GPSCની પરીક્ષાઓ વરસાદના કારણે મુલતવી, નવી તારીખો જાહેર રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ અને ઉમેદવારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અગાઉ 2 ઓગસ્ટના રોજ યોજાનારી TAT (ઉચ્ચતર માધ્યમિક)-2026ની મુખ્ય પરીક્ષા હવે 8 ઓગસ્ટ, 2026ના રોજ યોજાશે, જેના માટે જૂની હોલટિકિટ જ માન્ય રહેશે. આ સાથે જ GPSC દ્વારા 1 ઓગસ્ટે લેવાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખીને હવે 9 ઓગસ્ટે યોજવાનો નિર્ણય કરાયો છે. સેટેલાઈટ મેપમાં જુઓ ગુજરાત પર છવાયેલા વાદળો નવસારીના ગણદેવા ગામમાં વીજકરંટથી 3 મજૂરોના મોત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામ નજીક પસાર થઈ રહેલો એક ટેમ્પો અકસ્માતે વીજળીના વાયર સાથે અડી જતાં ટેમ્પોમાં સવાર મજૂરોને વીજકરંટ લાગતાં 3ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા 2 મજૂરોને સારવાર અર્થે ખારેલ હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે વધુ એક ગંભીર દર્દીને સુરત રિફર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ગણદેવી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. આ દુઃખદ ઘટનાને પગલે કેન્દ્રીય મંત્રી નરેશ પટેલ સહિતના સ્થાનિક આગેવાનો પણ સ્થિતિની સમીક્ષા માટે ગણદેવા જવા રવાના થયા હતા. રાજ્યના વરસાદની તસવીરો 5 વરસાદી સિસ્ટમ સક્રિય, માછીમારો માટે એલર્ટ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. આજે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. હાલમાં સક્રિય ડીપ ડિપ્રેશનની તીવ્રતા ઘટીને તે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર થોડા સમય બાદ આ ડિપ્રેશન વેલમાર્ક લો-પ્રેશર વિસ્તારમાં ફેરવાશે.
    Click here to Read More
    Previous Article
    Kangana Ranaut hits back at trolls using her film roles to question her Gen Z remarks
    Next Article
    આપઘાતનો પ્રયાસ કરવાના 8 બનાવ:સગીરાને કામ બાબતે માતાએ ઠપકો આપતા આંચકીની 15 દવા પી લીધી'તી, બીમારીથી કંટાળી વૃદ્ધ અને પ્રૌઢે ઝેરી દવા પીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment