Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકાને પાડી દેવા મોહસીન રઝાઈ મેદાને:ખામેનીનો ખતરનાક પ્લાન, 20 જાન્યુઆરી 2029 સુધી હોર્મુઝ બંધ; ટંગડી ઊંચી રાખવામાં દુનિયા ભાઠે ભરાઈ

    9 घंटे पहले

    એક જાણીતી હિન્દી કહેવત છે. ‘નમાઝ છૂડાને ગયે થે ઔર રોજે ગલે પડ ગયે’. એનો સીધોસાદો અર્થ છે, એક પ્રોબ્લેમથી છૂટકારો મેળવવા ગયા અને બીજામાં ભરાઇ ગયા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કંઇક આવું જ થયું છે. દોઢા થઈને 300 અબજ ડોલરનું યુદ્ધ વળતર માગતા ઈરાને 20 જાન્યુઆરી 2029 સુધી હોર્મુઝ બ્લોક કરી દેવાની ધમકી આપી છે. આ તારીખ નક્કી છે. કારણ કે આ ટ્રમ્પના શાસનનો છેલ્લો દિવસ છે. જો ફરી હોર્મુઝ બંધ થાય તો ફરી બાટલા માટે ફરી લાંબી લાઈનો લાગે. ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળે. કારખાનાંને તાળાં લાગી જાય અને ખાતર વગર ખેડૂતોનો ખો નીકળી જાય. ઈરાનની પુષ્પા સ્ટાઈલ રહી છે, 'ઝૂકેગા નહીં સાલા...' અમેરિકા અને ઈરાન બંને ટંગડી ઊંચી રાખવા માગે છે ને તેમાં દુનિયા ભાઠે ભરાઈ ગઈ છે. નમસ્કાર, ઈન્ટરનેશનલ લેવલે અત્યારે એક મોટી ઘટના આકાર લઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પાસે 300 અબજ ડોલરનું યુદ્ધ વળતર માગ્યું. ઈરાને પણ વળતો ઘા કરતાં કહી દીધું કે, અમેરિકાને પાઠ ભણાવવા મોજતબા ખામેનીએ સત્તામાં ફેરફારો કર્યા મોજતબા ખામેનીએ તાજેતરમાં ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં મોટા ફેરફારો કર્યા છે, જેમાં ઘણા સૈન્ય કમાન્ડરોની નવી નિમણૂકો કરી છે. ખામેનીના આ નિર્ણયોમાં સૌથી મહત્વપૂર્ણ મોહસીન રઝાઈને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની જવાબદારી સોંપવામાં આવી છે. મોહસીન રઝાઈ ઈરાનના સૌથી સિનિયર સૈન્ય કમાન્ડરોમાંના એક છે. તેમની પાસે 1988ના ઈરાન-ઈરાક યુદ્ધનો લાંબો અનુભવ છે અને તે ઉપરાંત તેમણે લગભગ 18 વર્ષ સુધી ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. મોહસીન રઝાઈ છે કોણ? ઈરાનમાં મોહસીન રઝાઈની ઓળખ એક કટ્ટરપંથી સૈન્ય કમાન્ડર તરીકે રહી છે. રસપ્રદ વાત એ છે કે મોહસીન રઝાઈ એ જ કમાન્ડર છે જેમણે 1988ના ઈરાન-ઈરાક યુદ્ધ દરમિયાન તત્કાલીન સુપ્રીમ લીડર રૂહલ્લા ખામેનીને પત્ર લખ્યો હતો કે લાંબા યુદ્ધને કારણે દેશની સેના નબળી પડી ગઈ છે અને સેના હથિયારોની ભારે અછતનો સામનો કરી રહી છે. આવા સંજોગોમાં ઈરાને ઈરાક સાથે યુદ્ધવિરામ કરી લેવો જોઈએ. કહેવાય છે કે રૂહલ્લા ખામેનીએ મોહસીન રઝાઈના આ પત્ર પછી ભારે હૃદયે યુદ્ધવિરામ પર પોતાની સંમતિ આપી હતી. હવે 38 વર્ષ પછી ફરી એકવાર મોહસીન રઝાઈને વર્તમાન સુપ્રીમ લીડર મોજતબા ખામેનીએ નવી જવાબદારી સોંપી છે. રઝાઈ ટ્રમ્પને પાડી દેવા માગે છે એવું મનાય છે કે મોહસીન રઝાઈએ જ નિર્ણય લીધો છે કે હોર્મુઝ સ્ટ્રેટને લઈને અમેરિકા સાથે કોઈ પણ સમજૂતી કરવી નથી. રઝાઈ ઈચ્છે છે કે ઈરાન અમેરિકા સાથે હોર્મુઝને લઈને કોઈ પણ સમજૂતી ત્યારે કરશે જ્યારે ટ્રમ્પ સત્તામાં ન હોય. તેઓ જાણે છે કે આ ટ્રમ્પનો રાષ્ટ્રપતિ તરીકેનો બીજો કાર્યકાળ છે અને હવે તેઓ અમેરિકી બંધારણ મુજબ ફરીથી રાષ્ટ્રપતિ બનવાના નથી. હવે ઈરાન જીદ્દ પર આવ્યું, ઓમાનની ડીલ પણ ઠુકરાવી દીધી ઈરાનના આ નિર્ણયની અસર ખાડી દેશોના ઓઈલ વેપાર પર પડી રહી છે અને તેમને ભારે નુકસાન ભોગવવું પડી રહ્યું છે. ઓમાને તાજેતરમાં ઈરાનને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને એક મોટો પ્રસ્તાવ આપ્યો હતો. ઓમાને હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પાસેથી ઈરાનને 3 ટકા કમિશન આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ ઈરાને તેને એમ કહીને ઠુકરાવી દીધો કે તેને ઓછામાં ઓછું 5 થી 7 ટકા કમિશન જોઈશે. બાકી હોર્મુઝ ખુલશે નહીં. હોર્મુઝ બંધ થશે તો ભારતની કસોટી થવાની હોર્મુઝ સંકટની ભારત પર સીધી અસર પડી શકે છે, કારણ કે ભારત તેની ઊર્જા જરૂરિયાતોનો લગભગ 100 ટકા ભાગ ખાડી દેશોમાંથી આયાત કરે છે. આવી સ્થિતિમાં, જો ઈરાન તેની વાત પર અડગ રહે અને હોર્મુઝ રૂટ ખુલશે જ નહીં, તો દેશમાં ઓઈલની કિંમતો છલાંગ લગાવશે. અત્યારે ઓગસ્ટમાં ઇન્ડિયન બાસ્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમત 85.85 ડોલર પ્રતિ બેરલથી ઉપર પહોંચી ગઈ છે. ભારતની સાથે-સાથે ઈરાનના વલણથી આખી દુનિયા પર પણ ખરાબ અસર પડશે. ખાસ કરીને યુરોપિયન દેશો પર જે હાલમાં તેમની ઊર્જા જરૂરિયાતો માટે ખાડી દેશો પર જ નિર્ભર છે. યુરોપિયન દેશો પાસે બે વિકલ્પો બચે છે- પહેલો, રશિયા પાસેથી ઓઈલ અને ગેસ ખરીદવું, પણ યુરોપિયન દેશો રશિયા-યુક્રેન યુદ્ધને કારણે પહેલેથી જ મોસ્કો પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરી ચૂક્યા છે. બીજો, અમેરિકા પાસેથી મોંઘું ઓઈલ ખરીદવું પડે. જોકે, આમ કરવાથી ભારતની અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડી શકે. અત્યારે 900 નો બાટલો સરકારને 1600 માં પડે છે હોર્મુઝ બંધ થાય, એટલે આપણે અમેરિકાથી ગેસ મંગાવવો પડે. અમેરિકાથી જહાજ આવતા 30 દિવસ લાગે અને આપણો સ્ટોક 17 દિવસમાં જ પૂરો થઈ જાય. તો બાકીના 13 દિવસ સુધી શું દેશના રસોડા બંધ રાખવાના? ગેસ એજન્સીઓ પર જે લાઈનો લાગશે અને કાળાબજારીનું જે દ્રશ્ય ઊભું થશે, તેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. આ તો માત્ર સપ્લાયની વાત થઈ, પણ અસલી ફટકો આર્થિક રીતે પણ પડવાનો છે. તમને લાગતું હશે કે સરકાર 900 રૂપિયામાં ગેસનો બાટલો આપે જ છે ને, તેમાં ચિંતા શું છે? પણ એ 900 રૂપિયાની પાછળ આખી સિસ્ટમનો શ્વાસ રુંધાઈ રહ્યો છે. જુલાઈ 2026 સુધીના આંકડા જોઈએ તો, ઓઇલ કંપનીઓને તમને સસ્તામાં ગેસ આપવાના કારણે 59,000 કરોડ રૂપિયાનું મસમોટું નુકસાન ગયું છે. કારણ કે સરકાર તમને જે લગભગ 900 રૂપિયાનો બાટલો આપે છે તે તેને અંદાજે 1600 રૂપિયામાં પડે છે. આ નુકસાન સરભર કરવા સરકારે તાજેતરમાં 30,000 કરોડ રૂપિયાનું સબસિડી પેકેજ આપવું પડે છે. આ બજેટનું ગણિત સીધું જ તમારા રોજિંદા જીવન સાથે પણ જોડાયેલું છે. જો પેટ્રોલ 120 રૂપિયા લીટર થાય તો પેટ્રોલપંપ પર પણ લાઈનો લાગશે. ક્રૂડ ઓઇલના ભાવ વધશે એટલે મોંઘવારી વધશે ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને મિસાઇલ હુમલાની સીધી અસર આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ પર જોવા મળી રહી છે. જેપી મોર્ગને ચેતવણી જારી કરતા જણાવ્યું છે કે જો ઇઝરાયેલ-ઇરાન સંઘર્ષ વધશે, તો ક્રૂડ ઓઇલના ભાવ 120 ડોલર પ્રતિ બેરલ સુધી વધી શકે છે અને તે ભારતમાં મોંઘવારી વધારશે. ભારતની તિજારી પર બોજો વધશે. ક્રૂડ ઓઇલના ઊંચા ભાવને કારણે શિપિંગ કંપનીઓની સંચાલન ખર્ચ વધી જશે, કારણ કે જહાજોનો પોતાનો માર્ગ બદલવો વધુ લાંબો અને મોંઘો હશે, જેનાથી માલસામાનની કિંમત અને ડિલિવરી સમય પણ વધશે. જુલિયસ બેયરના અર્થશાસ્ત્રી અને સંશોધન પ્રમુખ નોર્બર્ટ રૂકરના મતે, ફરી એકવાર જિયોપોલિટિકલ તણાવ પાછો ફર્યો છે અને ઇરાન-ઇઝરાયેલ વચ્ચેના સૈન્ય હુમલાઓથી મીડલ ઈસ્ટમાં હજુ પણ તણાવ વધવાની આશંકા વધી છે. પરિસ્થિતિ હજુ પણ અસ્થિર છે અને આવનારા દિવસો અને અઠવાડિયા જણાવશે કે તણાવ કેટલો વધે છે. ઈરાન જાણે છે અમેરિકાની દુખતી નસ ઇરાન અમેરિકાની દુખતી નસ જાણે છે. એટલે ટ્રમ્પ તાડુકે એટલે મોઢેમોઢ જવાબ આપી દે છે. ઇરાને કહ્યું કે, અમારી સાથે ડીલ કરવાની ટ્રમ્પમાં તાકાત નથી. અમે 2029 સુધી હોર્મુઝ બંધ કરી દેશું. અમારી પાસે રાહ જોવાની ત્રેવડ છે. આ સ્થિતિમાં ટ્રમ્પ પાસે હવે ત્રણ વિકલ્પ છે. પણ અત્યારે એકેય વિકલ્પ અમેરિકાનાં હિતમાં નથી. ઇરાનની આ ધમકીથી ફરી દુનિયાના શ્વાસ ગુંગળાવા લાગ્યા છે. કારણ કે, 25% ઓઇલ, 20% ગેસ, 33% હિલિયમ, 33% ખાતર અને 50% સલ્ફર હોર્મુઝના રૂટથી દુનિયાને સપ્લાય થાય છે. હોર્મુઝ બંધ થવાનો પરચો આપણને પણ મળી ગયો છે. એટલા માટે જ ભારતે વિકલ્પ શોધવાનું શરૂ કરી દીધું છે. સવાલ એ છે કે આ ભયંકર ચક્રવ્યૂહમાંથી બહાર આવવાનો રસ્તો શું છે? પહેલો રસ્તો: જેમ કાચા તેલ માટે સ્ટ્રેટેજિક રિઝર્વ બનાવ્યા છે, તેમ યુદ્ધના ધોરણે સરકારે ઓછામાં ઓછા 30થી 50 દિવસનો સેન્ટ્રલ સ્ટ્રેટેજિક LPG રિઝર્વ ઊભો કરવો જ પડશે. જાપાનની જેમ કંપનીઓ માટે પણ ફરજિયાત બફર સ્ટોકનો નિયમ લાવવો પડે. બીજો રસ્તો: માત્ર નવી રિફાઇનરીઓ નાખવાથી આત્મનિર્ભર નહીં થવાય. અત્યારે આપણી રિફાઇનરીઓ કાચું તેલ પ્રોસેસ કરવામાં માહેર છે. આપણે ટેકનોલોજી અપગ્રેડ કરીને દેશની અંદર જ LPG ગેસનું પ્રોડક્શન વધારવું પડશે. ત્રીજો રસ્તો: કંડલાથી ગોરખપુર સુધીની 2805 કિલોમીટર લાંબી વિશ્વની સૌથી મોટી LPG પાઇપલાઇનનો પ્રોજેક્ટ જે સતત વિલંબમાં પડ્યો છે, તેને બુલેટ ટ્રેનની ઝડપે પૂરું કરવું પડશે. જ્યાં સુધી ગેસના બાટલા હાઈવે પર ટ્રકોમાં ફરશે ત્યાં સુધી લોજિસ્ટિક્સનો ખર્ચ અને સપ્લાયનું જોખમ બંને ઊંચા જ રહેશે. આખી વાતનો સાર બસ એક જ છે કે શાંતિના સમયે સસ્તી આયાત શોધવી અને જસ્ટ-ઇન-ટાઇમવાળી નીતિ આર્થિક રીતે આકર્ષક લાગી શકે. પણ જ્યારે દુનિયામાં યુદ્ધના ભણકારા વાગતા હોય ત્યારે આવી માનસિકતા રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરનાક સાબિત થાય છે. સાચી ઊર્જા સુરક્ષા એ નથી કે સામાન્ય દિવસોમાં તમને સસ્તો ગેસ મળે. પણ સાચી સુરક્ષા એ છે કે દુનિયામાં ગમે ત્યાં યુદ્ધનો ભડકો થાય, તો પણ ભારતના છેવાડાના ઘરનો ચૂલો સળગતો રહે. હવે વિચાર તમારે અને સરકારે કરવાનો છે... હોર્મુઝના આ ગ્લોબલ ડ્રામામાં આપણે માત્ર લાચાર દર્શક બનીને બેસી રહેવું છે, કે પછી 30 દિવસના એ સપ્લાય ગેપને પહોંચી વળવા સરકાર ખરેખર તૈયાર છે? અને છેલ્લે... ભારતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચૂડને રશિયાની વકાલત કરતા યુક્રેન સામે ઈન્ટરનેશનલ કોર્ટમાં કેસ લડશે. યુક્રેનની સરકારી બેંકે રશિયા સામે નુકસાનીનો સેંકડો મિલિયન ડોલરનો દાવો કરી દીધો છે. પણ ઈન્ટ્રેસ્ટિંગ વાત એ છે કે રશિયાએ અગાઉ પણ આવા અનેક પ્રપોઝલ આપ્યા હતા પણ ચંદ્રચુડે ફગાવી દીધા હતા. હવે નિવૃત થયા પછી ભારતના પૂર્વ CJI શું કમાલ કરશે એના પર દુનિયાભરની નજર છે. સોમવારથી શુક્રવાર સાંજે 7 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ: યશપાલ બક્ષી, સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    Viral Video: इस शख्स की कहानी सुन भर आएंगी आंखें | Viral Emotional Story | Brain Tumor | Instagram
    Next Article
    પૂર્વ અધિક કલેકટર કેતકી વ્યાસની અપ્રમાણસર મિલકતના કેસમાં અમદાવાદથી ધરપકડ:શેલામાં બહેનના ઘરેથી મળી આવ્યા, રૂ. 3.56 કરોડની આવક કરતા વધુ સંપતિનો કેસ નોંધાયો'તો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment