Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદી સામે સાત દિગ્ગજ પડ્યા:આજે જંતર-મંતર 2.0, દિલ્હીમાં 'લૉકડાઉન' જેવી સ્થિતિ, સાત મુદ્દા સરકારની ગેમ બગાડી શકે, 2011નાં રામલીલા મેદાન જેવો માહોલ

    19 hours ago

    શું અત્યારનું જંતર મંતર ત્યારનું રામલીલા મેદાન બનશે? આ સવાલ એટલા માટે કારણ કે 2010થી લઈને સતત એગ્રેસિવ વિરોધ પછી 2014માં કોંગ્રેસની સરકારના મૂળિયા ઉખડ્યા. આજે 2026 ચાલે છે અને 2029માં લોકસભા ચૂંટણી છે. તો શું અત્યારથી જ એવો માહોલ બની રહ્યો છે કે ભાજપના હાલ કોંગ્રેસ જેવા થાય? શું જંતર મંતર રામલીલા બની શકે કે આ ખાલી ટ્રેલર ક્લાઈમેક્સ છે અને આગળ બીજુ પણ એવું થઈ શકે જે ભાજપે સપને પણ નહોતું વિચાર્યું. ત્યારના 7 મુદ્દા અને ચહેરા કયા હતા અને હાલ 7 મુદ્દા અને ચહેરા છે? અને શું ત્યારમાં અને આજમાં કોઈ સમાનતા છે કે નહીં? આજે એડિટર્સ વ્યૂમાં આવતીકાલે જંતરમંતરમાં થઈ શકે એવા જ્ઞાનેશ કુમારના વિરોધના આંદોલનની વાત કરીએ. નમસ્કાર... દિલ્લીના જંતર-મંતરમાં અત્યારે જે ગેમ રમાઈ રહી છે અને રમાઈ ચૂકી પણ છે એ કોઈ જેવા તેવા વિરોધ પ્રદર્શનો નથી. દાવ પર લોકશાહીનો સોર્સ કોડ અટલે કે તમારો વોટ છે. જો મોદી સરકાર આ ગુસ્સાને શાંત કરવામાં નિષ્ફળ થઈ ગઈ તો 2029ની ચૂંટણીના પરિણામોમાં ભાજપને વાંધો નહીં આવે પણ જેમ કે આજે સમાચાર આવ્યા એમ જંતર મંતર પર પ્રદર્શન માટે પરમિશન નથી અને જો કંઈ એવું થયું જે ન થવું જોઈતું હતું તો સરકારને રેલો આવી શકે એવી પૂરી શક્યતા પણ છે. જ્ઞાનેશ કુમારે ગેરબંધારણીય નિર્ણયો લીધા? જંતર મંતરમાં જો કોઈ મોટું આંદોલન થાય તો તેના સેન્ટરમાં ધ ઈન્ડિયન એક્સપ્રેસનો એક ઈન્વેસ્ટિગેશન રિપોર્ટ હશે જેણે ચૂંટણી પંચમાં ચાલી રહેલા ગૃહયુદ્ધનો ખુલાસો પાડ્યો છે. પહેલા બધુ છૂપું હતું પણ હવે વાત બહાર આવી ગઈ છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર એકલા હાથે બાકીના કમિશનરોને અંધારામાં રાખીને અમુક એવા નિર્ણયો લઈ રહ્યા છે જે કાં તો ગેર બંધારણીય હોય શકે છે અથવા તો સરકારને ફાયદો થાય એવા હોઈ શકે છે. આવું આપણે નહીં પણ ખુદ તેના બે ચૂંટણી કમિશનરો જ ઈન્ડાયરેક્ટલી કહી રહ્યા છે. છેલ્લા 10 મહિનામાં બંને ચૂંટણી કમિશનર્સે એક-બેવાર નહીં પણ 14 વાર લેખિતમાં જ્ઞાનેશ કુમારની વર્કિંગ સ્ટાઈલ સામે વાંધો ઉઠાવ્યો હતો. જેમાં કઠણાઈની વાત એ છે કે જ્ઞાનેશ કુમારે બંનેને ગાંઠ્યા જ નહીં. આ ફોર્મ મામલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ખખડાવ્યું આમાં સૌથી મોટો અને ખતરનાક ખેલ નવા મતદારોની રજિસ્ટ્રેશન માટેના ફોર્મ નંબર છમાં થયો હતો. એમાં એવું છૂપી રીતે ફરજિયાત કરી દેવાયું હતું કે તમારે કહેવું પડશે કે વર્ષ 2000ની મતદાર યાદીમાં તમારા માતા-પિતા કે દાદા-દાદીનું નામ હતું કે નહીં. ખુદ સુપ્રીમ કોર્ટે પણ આ મામલો નોટ કર્યો હતો કે ફોર્મમાં કરેલા આ ફેરફારને પંચ કે સંસદ તરફથી મંજૂરી મળી નહોતી. રાહુલ ગાંધી આટલા આક્રામક ક્યારેય નથી દેખાયા! જ્યારે સિસ્ટમના ટોપ લેવલ ઉપર જ આવો ડખો ચાલી રહ્યો હોય તો રસ્તાઓ પર આગ લાગવી નક્કી છે. 7મી ઓક્ટોબરે જ્યારે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને વિપક્ષના અનેક નેતાઓ જંતર મંતર કૂચ કરવા લાગ્યા ત્યારે પોલીસે તેમને રોકી લીધા. પણ આ વખતે વિપક્ષનો મિજાજ હર વખતની જેવો ઢીલો-ઢાલો નથી લાગી રહ્યો કારણ કે તેમને મોદી સરકારની કમજોરીના મુદ્દાઓ મળવા લાગ્યા છે. વિપક્ષ નેતા રાહુલ ગાંધી જે પ્રેસ કોન્ફરન્સ કે મીટિંગ પૂરતા સિમિત થઈ ચૂક્યા હતા તે હવે ડિફેન્સિવમાંથી ઓફેન્સિવ થઈને રસ્તા પર વિરોધ કરતા નજરે પડી રહ્યા છે. તેમણે આજની જેનઝી પેઢીને પ્રધાનમંત્રી મોદીની જેમ પોતાના મનની વાત કહી કે, જ્ઞાનેશ, ઈટ્સ ડન બ્રો. ખાલી આટલું જ નહીં રાહુલ ગાંધીએ પોલીસને પડકાર ફેંક્યો કે મારી સામે 45 પોલીસ ફરિયાદ છે. મારો ટારગેટ 100નો છે અને દરેક ફરિયાદ મારા માટે મેડલ સમાન છે. મોદી સરકાર જંતર-મંતર વિરોધ પ્રદર્શન મામલે ભેરવાઈ બીજી બાજુ તેમના બહેન પ્રિયંકા પણ દમખમથી જોર લગાવતા નજરે પડી રહ્યા છે. સતત કેટલા દિવસોથી બંનેની જોડી અને વિપક્ષ દિલ્લીમાં જ્ઞાનેશ કુમાર સામે વિરોધ કરતી અને સંઘર્ષ કરતી નજરે પડી રહી છે. સરકારના આદેશ પછી પોલીસે તેમને આંદોલન કે ધરણા કરવાની પરમિશન આપી હોત તો શક્ય હોત કે મુદ્દો ઠંડો પણ પડી જાત, પણ સરકારે ધરણા માટે પરમિશન ન અપાવી. જેના કારણે વિપક્ષી નેતાઓ રસ્તા પર ઢસડાયા, મારામારી થઈ, પોલીસ વાનના ડબ્બામાં પૂરાયા. આ ઘટનાના કારણે દેશમાં એક ઈમોશનલ વેવ ઉભું થવા લાગ્યું છે. જે કોંગ્રેસ લોકો સાથે ઈમોશનલ કનેક્ટ નહોતી થઈ રહી તેની ઈમેજ હવે લોકોના મનમાં બદલાઈ રહી હોય એવો માહોલ બની રહ્યો છે. આનો ફાયદો તેમને આવનાર 7 વિધાનસભા ચૂંટણીઓમાં કેટલો થશે તે તો મતદાન સમયે જ ખબર પડશે કારણ કે કોંગ્રેસ ભાજપને ઓછું આંકી શકે એવી પોઝિશનમાં જ નથી. ભાજપ પાસે દુનિયાનું સૌથી મોટું રાજકીય અને સંગઠનનું માનવ બળ છે. ‘જ્ઞાનેશ ઈટ્સ ડન બ્રો’ આંદોલનમાં કોક્રોચોની એન્ટ્રી આ આંદોલનમાં સૂર પૂર્યાં કોક્રોચ જનતા પાર્ટીએ. આ કોઈ ભાજપ-કોંગ્રેસ કે બીજી પાર્ટીની જેમ ટ્રેડિશનલ પોલિટિકલ પાર્ટી નથી. આ ગુસ્સે ભરાયેલા જેનઝી અને ઝેન આલ્ફા પેઢીના યુવાન વિદ્યાર્થીઓનું એગ્રેસિવ ઓર્ગેનાઈઝેશન છે. જેને બનાવનાર અભિજીત દીપકેએ જ 10 ઓક્ટોબર 2026ના રોજ જંતર મંતર પર દેશવ્યાપી આંદોલન કે વિરોધનો કોલ આપ્યો છે. સીજેપીનું કહેવું છે કે જો સરકાર સેન્ટ્રલ વિસ્ટા પર કલમ 163 લગાવીને કે પોલીસ ફોર્સ ઉતારીને સીજેપીને રોકશે તો તે લોકો જ્યાં ઉભા હશે તેને જ નવું જંતર મંતર બનાવી દેશે. સીજેપીને પ્રદર્શન માટે પરમિશન નથી તેની વચ્ચે આ કોઈ જેવો તેવો મેસેજ નથી, આ એ પેઢી છે જે હવે રોજગારી નહીં પણ વોટચોરી થવાના ડરથી રસ્તા પર ઉતરી આવી છે. તેમણે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈને સરકારને ઝુકાવી હતી પણ જ્ઞાનેશ કુમાર મામલે શું થશે એ તો સમય જ કહેશે. કોંગ્રેસને ઘેરનાર 7 મોટા કારણો હવે તમે આને કોંગ્રેસની સરકારના સમયમાં ભાજપે જે આંદોલનો કર્યા હતા તેની ટાઈમલાઈન સાથે જોડો. 2011માં યુપીએ સરકારે પણ આ જ ભૂલ કરી હતી. પણ વિરોધ ક્યારે જનઆંદોલન બની જાય છે તે કંઈ નક્કી નથી કહી શકાતું. માટે અત્યારે જે થઈ રહ્યું છે તેને સમજવા માટે આપણે 2010થી 2014 વચ્ચેનો સમયગાળો અને 2014થી 2016 વચ્ચેના સમયગાળાને પેરેલલી જોડીને જોવો પડશે. આ એ જ આંકડા હતા જેને સામાન્ય માણસે સીધી રીતે સમજી લીધા અને કમળનું બટન દબાવીને 2014માં કોંગ્રેસ સામે વિરોધ કર્યો હતો. 13 ટકા વોટ ગાયબ થઈ જાય તો ચૂંટણીનું શું થાય? ત્યારે મુદ્દો સીધી રીતે પૈસા સાથે જોડાયેલો હતો અને આજના મોદી સરકાર સમયમાં મુદ્દો લોકશાહી અને અસ્તિત્વની લડાઈનો બની ગયો હોય એવું લાગી રહ્યું છે. સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન પ્રોસેસમાં 13.6 કરોડ મતદારોના નામ મતદાર યાદીમાંથી હટાવી દેવાનો મુદ્દો અત્યારે ધોમ ચર્ચામાં છે. આ કોઈ નાનોસૂનો આંકડો નથી. આ દેશના કૂલ મતોના 13-14 ટકા જેટલો આંકડો છે. અને આ આંકડો એટલા માટે પણ ખતરનાક છે કે, 2024ની સામાન્ય ચૂંટણીમાં સત્તાધારી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ અને વિપક્ષ ઈન્ડિયા ગઠબંધન વચ્ચેના મતોમાં માત્ર બે ટકાનો જ ફરક હતો. આ ઘણું બધુ કહી જાય છે. હવે વિચારો જો 13 ટકા વોટ જ ગાયબ થઈ જાય તો આવનાર ચૂંટણીના પરિણામો શું આવી શકે છે? પવિત્ર ચૂંટણી પંચ મામલે ચૂંટણી કમિશનર્સ મેદાને અત્યારે બીજો સૌથી વધુ ધગધગતો મુદ્દો છે ચૂંટણી પંચના બે કમિશનર્સ જેમના નામ સુખબીર સિંહ સંધુ અને વિવેક જોષી છે. તેમણે 10 મહિનામાં 14 વાર જ્ઞાનેશ કુમાર સામે પંચની કામગીરીના વાંધાઓ ઉઠાવ્યા હતા. પણ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સાંભળ્યું નહીં અને ઈન્ડિયન એક્સપ્રેસના એનાલિસિસ મુજબ એવું કહીએ કે ઈગ્નોર કર્યા તો પણ ચાલે. આ આંતરીક વિખવાત કહી જાય છે કે આપણી પવિત્ર સિસ્ટમ અંદરથી ખોખલી થઈ રહી છે તેવો માહોલ બનવાનો શરૂ થઈ ગયો છે. યુવાનોનો ભરોસો સિસ્ટમ પરથી ઉઠવા લાગ્યો? આ સિવાય ત્રીજો સૌથી મોટો અને મહત્વનો મુદ્દો છે રોજગારી અને પેપરલીક જેના જ કારણે કોક્રોચ જનતા પાર્ટીનો જન્મ થયો. યુવાનો જે ગુસ્સા સાથે રસ્તા પર ઉતર્યા, તેના મૂળમાં નીટ જેવી પરીક્ષાઓના પેપર લીક અને અગ્નિવીર જેવી યોજનાઓ કંઈક હદે જવાબદાર છે. સરકાર તો પોતાના ગુણગાન ગાઈને સારા આંકડાઓ જ આપવાના છે, પણ જ્યારે ડિગ્રી હાથમાં હોય અને નોકરી ન મળે ત્યારે યુવાનો પર કેવી વીતે તે તો યુવાનો જ સમજી શકે છે. આનાથી તેમનો ભરોસો સિસ્ટમ પરથી ઉઠવાનો શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ-ભાજપ સમયના આંદોલનમાં શું ફેર? ટૂંકમાં 2011નું આંદોલન આર્થિક ભ્રષ્ટાચાર સામે હતું, જ્યારે 2026નું આંદોલન સિસ્ટમની ટ્રાન્સપરન્સી અને લોકોના મૂળભૂત અધિકારો બચાવવા માટેનો મુદ્દો બની ગયો છે. બંને સમયગાળામાં કોમન વાત એક જ નીકળીને સામે આવી રહી છે કે જ્યારે સિસ્ટમ બ્લેક બોક્સ બનીને કામ કરવા લાગે ત્યારે રસ્તા પરનો આક્રોશ મતપેટીમાં ઠલવાતા વાર નથી લાગતી. હવે વાત કરીએ પડદા પાછળની અસલી ગેમની. જો તમને એવું લાગતું હોય કે આ તો ખાલી કેટલા વિપક્ષી નેતાઓ અને યુવાનોનો રોષ તો તમે ક્યાંક ખોટા હોઈ શકો છે. 2011 અને 2026 વચ્ચે સૌથી મોટો ખતરનાક ડિફરન્સ 2011નો ગુસ્સો આર્થિક હતો કારણ કે લોકો પૈસે લૂંટાયા હતા અને અત્યારે 2026નો ગુસ્સો એક્ઝિસ્ટેન્શિયલ બની ગયો છે, કે શું આપણો વોટ, શું આપણો અધિકાર અને શું આપણી સિસ્ટમ બચી શકશે? હવે આપણે ત્યારના અને અત્યારના મોટા ચહેરાઓની વાત કરીએ. શું તમને એવું લાગે છે કે 2011-14માં કોંગ્રેસને ખાલી અન્ના હજારેએ પાડી દીધી? જો આવું વિચારો તો તમે ખોટા હોઈ શકો છે. અલગ-અલગ મોરચે લડતા ચહેરાઓએ આખી સિસ્ટમને ઘેરામાં લીધી હતી. અન્ના હજારે નૈતિક ચહેરો હતા એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ તેમની સાથે કેજરીવાલે રણનીતિ બનાવી, રામદેવે ભીડ ભેગી કરી, પ્રશાંત ભૂષણે કોર્ટમાં લડાઈ લડી અને છેલ્લે નરેન્દ્ર મોદીએ આ બધાના અસંતોષને ભેગો કરીને લોકોને ભાજપને મત આપવા મનાવ્યા. આવી જ કંઈક પેટર્ન આજના સમયમાં પણ નજરે પડી રહી હોય એવું લાગી રહ્યું છે. એવું કહીએ કે આ બધી અલગ-અલગ ટ્રેક પર દોડતી ટ્રેનો છે તો ચાલે પણ એ ભૂલવું ન જોઈએ કે ક્યાંકને ક્યાંક તેમનું ડેસ્ટિનેશન તો 2029 જ છે. તૈયારીઓ અને માહોલ અત્યારથી આ લોકો બનાવી રહ્યા હોય શકે. ભાજપે કેવી રીતે સ્માર્ટલી હિંદુ-મુસ્લીમોમાં ફાટ પડાવી? અને તમે એક વસ્તુ નોટ કરી? તમારા ખિસ્સા કોંગ્રેસ ખાલી કરી રહી છેની લાગણીથી ભાજપ અને આરએસએસએ મુદ્દાને સ્માર્ટલી હિંદુ-મુસ્લિમની વિભાજનકારી રાજનીતિ અપનાવી અને લોકોની ધર્મના નામ પર ફાટ પડાવી. પણ હિંદુ-મુસ્લીમની રાજનીતિ આજના યુવાનોના વાલીઓ માટે ફિટ બેસી, યુવાનો તો આવા મુદ્દાઓથી થાક્યા છે. જંતરમંતર પર શીખ અને મુસ્લીમોએ ભેગા મળીને વિદ્યાર્થીઓને જમાડ્યા, તે એક સિસ્ટમ નહોતી પણ ભાઈચારાનું સાયલેન્ટ રાજકીય નિવેદન હતું. આ જેનઝી અને જેન આલ્ફા પેઢી સમજી ગઈ છે કે જ્યારે તેમની ડીગ્રી પર નોકરી નથી મળતી અને જ્યારે સિસ્ટમ તેમના જ વોટને શંકાના દાયરામાં મૂકે છે ત્યારે ધર્મની રાજનીતિથી તેમને રોટલો નથી મળવાનો. રોટલો તો નોકરી જ આપવાની છે, જેના વસ્તીના કારણે યુવાનોને ફાંફાં છે. હવે આજના વિરોધને ખાલી જ્ઞાનેશ કુમારના રાજીનામા સુધી સિમિત ન રાખીને જોઈએ તો સાત મોટા મુદ્દા નજરે પડે છે જે આવનાર 2029ની લોકસભા ચૂંટણી પર પ્રભાવ પાડી શકે એવી ક્ષમતા રાખી છે. આ બધા મુદ્દા એક જ આંદોલનના ઓફિશિયલ એજન્ડામાં શામેલ થશે કે નહીં તે અત્યારે વર્ષો પહેલા ન કહી શકાય પણ હાલની પરિસ્થિતિને જોતા આ મુદ્દાઓ દમદાર લાગી રહ્યા છે. પણ આવનાર વર્ષોમાં સરકારના નિર્ણયો કે બીજી કોઈ રીતે લોકોમાં અસંતોષ ઉભો થઈ શકે છે. એટલે ચોક્કસ મુદ્દા તો સમય જતાં જ ખબર પડશે. તો સવાલ થાય કે આગળ શું થઈ શકે? કડવું છે પણ નગ્ન સત્ય છે કે ભાજપે 2014માંથી કડવો પાઠ શીખવાનો જ રહ્યો. અસંતોષ ઊભો થવો અને તેને ચૂંટણીમાં જીતમાં ફેરવવો એ બે અલગ-થલગ બાબતો છે. 2011થી 2014 વચ્ચે ભાજપ પાસે ગુજરાત મોડલ અને નરેન્દ્ર મોદી જેવો સક્ષમ ચહેરો હતો. પણ હાલની તારીખે પણ ઈન્ડિયા ગઠબંધન અને સીજેપીને 2014વાળી કરવા માટે ત્રણ મોટા પડકારો છે. જેના જવાબો પણ લગભગ આજની સરકારની જેમ તેમની પાસે પણ નહીં જ હોય. જો આ આંદોલન ખાલી વિરોધ પૂરતું સીમિત નહીં રહે અને એક મજબૂત પોલિટિકલ ઓપ્શન ઊભો કરી લેશે તો માની લેજો કે 10 ઓક્ટોબર 2026નું જંતર મંતર 2.0 ભારતની રાજનીતિની દિશા હંમેશ માટે બદલી શકે છે. કારણ કે આ લડાઈ હવે સત્તા પર કોણ બેસશે તેની નથી, આ લડાઈ લોકશાહીના મતને હેક થતો કેવી રીતે બચાવી શકાય. અને સૌથી મહત્વનું, શું અત્યારનું જંતર મંતર ત્યારનું રામલીલા મેદાન બનશે? અને છેલ્લે... આવતીકાલે દિલ્લીના જંતરમંતરમાં ધરણા હોવાના કારણે સરકાર મેટ્રો અને ટ્રેન સહિતના ટ્રાન્સપોર્ટેશન ધડાધડ બંધ કરવા લાગી. જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે માખી મારવા માટે તમે હથોડો ન ચલાવો. જેટલી જરૂર હોય એટલી જ કાર્યવાહી કરો. ટૂંકમાં સરકારના કાલા હિટની અત્યારે તો SC એક્સપાયરી ડેટ આપી દીધી છે, આગળ શું થશે જોવાનું રહેશે. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    કોકરોચ પાર્ટીનું આજે જંતર-મંતર પર પ્રદર્શન:પોલીસે કહ્યું- પરમિશન નથી; દિલ્હી રૂટની 250 ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશનો બંધ; 38 હજાર સુરક્ષાકર્મી તૈનાત
    Next Article
    In A U-Turn, Trump Signs Oil Deal With Putin, Zelensky Calls Move "Unworthy"

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment