Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાંગામાં ચારુસેટ યુનિવર્સિટીની સેમિકન્ડક્ટર સમિટ 2.0 સંપન્ન:160થી વધુ વિદ્યાર્થીઓએ ટેકનિકલ કૌશલ્યનું પ્રદર્શન કર્યું

    1 day ago

    ચારુસેટ યુનિવર્સિટીના ચાંગા કેમ્પસ ખાતે 17 થી 19 માર્ચ દરમિયાન ‘સેમિકન્ડક્ટર સમિટ 2.0’નું આયોજન કરવામાં આવ્યું હતું. ચંદુભાઈ એસ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (CSPIT) અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન વિભાગ દ્વારા આયોજિત આ ત્રિદિવસીય સમિટમાં પારુલ યુનિવર્સિટી, PDEU, BVM અને SVIT વાસદ જેવી સંસ્થાઓના 160થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમિટના કો-ઓર્ડિનેટર ડો. અર્પિતા પટેલ, પ્રિન્સિપાલ ડો. તૃષિત ઉપાધ્યાય અને વિભાગીય વડા ડો. ઉપેશ પટેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ ભારતના સેમિકન્ડક્ટર મિશનને મજબૂત બનાવવામાં મદદરૂપ થયો હતો. eInfochips, Cadence અને Indisemic જેવી અગ્રણી કંપનીઓની સહભાગીતાથી વિદ્યાર્થીઓને ઉદ્યોગ જગતનો સીધો અનુભવ મળ્યો હતો. આ સમિટના મુખ્ય આકર્ષણોમાં ‘સિલિકોન શાર્ક ટેન્ક’ અને ‘વેફર-ટુ-ચિપ’ ડેમોનો સમાવેશ થતો હતો, જેમાં વિદ્યાર્થીઓએ પોતાના VLSI આધારિત સ્ટાર્ટઅપ વિચારો રજૂ કર્યા હતા. Monk9 અને Indisemic જેવી કંપનીઓએ વિદ્યાર્થીઓના ઇનોવેશનમાં રસ દાખવી ઇન્ટર્નશિપ અને રોજગારની તકો પૂરી પાડવાની તૈયારી દર્શાવી હતી. આ પ્રસંગે સંસ્થા દ્વારા બે મહત્વપૂર્ણ સમજૂતીકરાર (MoU) પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે ભવિષ્યમાં શૈક્ષણિક અને ઉદ્યોગ ક્ષેત્ર વચ્ચેના જોડાણને વધુ ગાઢ બનાવશે. 10થી વધુ ટેકનિકલ પ્રવૃત્તિઓ અને હેન્ડ્સ-ઓન વર્કશોપ્સ દ્વારા વિદ્યાર્થીઓને સેમિકન્ડક્ટર ક્ષેત્રના અત્યાધુનિક પ્રવાહોથી માહિતગાર કરવામાં આવ્યા હતા, જે તેમના વ્યાવસાયિક ઘડતરમાં પાયારૂપ બનશે.
    Click here to Read More
    Previous Article
    ડાંગના સુબીરમાં રહેણાંક મકાનમાં આગ લાગી:ચૂલામાંથી લાગેલી આગથી વિધવાનું ઘર સંપૂર્ણપણે બળી ગયું, જીવનભરની બચત અને મહત્વના દસ્તાવેજો ખાખ
    Next Article
    हॉर्मुज़ में जहाज़ों पर बढ़ने लगे हैं हमले, क्या ईरान की शर्त मानेगा अमेरिका?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment