Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    20મો રોજગાર મેળો આજે, પીએમ મોદી જોબ લેટર આપશે:વર્ચ્યુઅલી સંબોધન પણ કરશે; અત્યાર સુધીમાં 12.50 લાખથી વધુ લોકોને નોકરી મળી ચૂકી

    1 day ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે રોજગાર મેળામાં 51 હજારથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ નિમણૂકો કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો અને સંગઠનોમાં કરવામાં આવી છે. રોજગાર મેળો દેશભરના 45 સ્થળોએ યોજાશે. મોદી નવા પસંદ થયેલા કર્મચારીઓને વર્ચ્યુઅલી સંબોધન પણ કરશે. નવનિયુક્ત કર્મચારીઓ ભારત સરકારના મહેસૂલ વિભાગ, રેલવે મંત્રાલય, ગૃહ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નાણાકીય સેવા વિભાગ અને સંરક્ષણ મંત્રાલય સહિત અન્ય વિભાગોમાં જોડાશે. આ 20મો રોજગાર મેળો હશે. ત્યારબાદ વિવિધ વિભાગો અને સરકારી સંગઠનોમાં આશરે 12.75 લાખ યુવાનોને નિમણૂક પત્રો મળી ચૂક્યા હશે. આ વિભાગોમાં મળી નોકરી વડાપ્રધાન કાર્યાલય (PMO)ના નિવેદન મુજબ, રોજગાર મેળામાં નિમણૂક પત્ર મેળવનારા ઉમેદવારો કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં કામ શરૂ કરશે. આમાં મહેસૂલ વિભાગ, રેલવે મંત્રાલય, ગૃહ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નાણાકીય સેવા વિભાગ અને સંરક્ષણ મંત્રાલયનો સમાવેશ થાય છે. સરકારના જણાવ્યા અનુસાર, રોજગાર મેળો યુવાનો માટે રોજગારની તકો ઊભી કરવા પર તેના સતત ધ્યાનને દર્શાવે છે. તેનો હેતુ દેશની વિકાસયાત્રામાં યુવાનોની વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવાનો પણ છે. ઓક્ટોબર 2022થી રોજગાર મેળો શરૂ થયો હતો વડાપ્રધાને 22 ઓક્ટોબર 2022ના રોજ રોજગાર મેળાના પ્રથમ તબક્કાની શરૂઆત કરી હતી. તે સમયે પીએમએ કહ્યું હતું- અમારો લક્ષ્ય દેશના યુવાનોને 2023ના અંત સુધીમાં 10 લાખ સરકારી નોકરીઓ આપવાનો હતો. લોકસભા ચૂંટણી પહેલાં 12 ફેબ્રુઆરી 2024ના રોજ 12મો રોજગાર મેળો યોજાયો હતો, જેમાં સૌથી વધુ 1 લાખ જોબ લેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. 11 લાખનો આંકડો 2025માં પૂર્ણ થયો હતો. 19મો રોજગાર મેળો: PMએ કહ્યું હતું- યુવાનો દેશની વિકાસયાત્રામાં જોડાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 51 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરી માટે નિમણૂક પત્રો આપ્યા. તેમાં પસંદ કરાયેલા યુવાનોને રેલવે, ગૃહ મંત્રાલય, આરોગ્ય વિભાગ, નાણાકીય સેવા અને ઉચ્ચ શિક્ષણ સહિતના અનેક સરકારી વિભાગોમાં નોકરી મળી. દેશના 47 શહેરોમાં યોજાયેલા 19મા રોજગાર મેળામાં PM મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સામેલ થયા હતા.
    Click here to Read More
    Previous Article
    Mirzapur The Movie box office: पंकज त्रिपाठी- अली फजल की मिर्जापुर का जलवा बरकरार, बनी साल की तीसरी सबसे ज्यादा कमाने वाली फिल्म
    Next Article
    મોરબીના જેતપરમાં વડાપ્રધાન-કેન્દ્રીય ગૃહમંત્રીના પૂતળા દહન મામલે કાર્યવાહી:જાહેરનામા ભંગ બદલ મહિલાઓ સહિત 21 ખેડૂતો સામે ગુનો નોંધાયો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment