Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ જિલ્લા પંચાયતમાં કોળી સમાજનો દબદબો:20માંથી 10 બેઠક જીતી, પ્રમુખપદ માટે દાવેદારી મજબૂત

    9 hours ago

    બોટાદ જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોમાં કોળી સમાજનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળ્યો છે. કુલ 20 બેઠકોમાંથી 10 બેઠકો પર કોળી સમાજના ઉમેદવારો વિજયી બન્યા છે, જ્યારે બાકીની 10 બેઠકો અન્ય સમાજના ઉમેદવારોના ફાળે ગઈ છે. હવે જિલ્લા પંચાયતના પ્રમુખપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ભાજપે બોટાદ જિલ્લામાં વિવિધ સમાજોને સમાવીને ટિકિટ વહેંચણી કરી હતી. જેમાં કોળી સમાજને ૧૦, પાટીદાર સમાજને ૪, રાજપૂત સમાજને ૩ અને ક્ષત્રિય સમાજને ૧ બેઠક ફાળવવામાં આવી હતી. ચૂંટણી પરિણામોમાં આ તમામ ઉમેદવારો વિજયી બન્યા છે. કોળી સમાજના આગેવાનો હવે પ્રમુખપદ માટે પોતાની દાવેદારી મજબૂત બનાવી રહ્યા છે. પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને કોળી સમાજના આગેવાન પ્રભાતભાઈ યાદવે જણાવ્યું હતું કે, બહુમતી બેઠકો જીતવાને કારણે પ્રમુખપદ પર કોળી સમાજનો હક બને છે અને ભાજપ આ બાબતે સકારાત્મક નિર્ણય લેશે તેવી આશા છે. બીજી તરફ, જિલ્લા ભાજપના મહામંત્રી વનરાજસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, ભાજપ હંમેશા સૌને સાથે લઈને ચાલે છે. પાર્ટીએ સમાજના પ્રભુત્વ પ્રમાણે દરેક સમાજને ટિકિટો આપી હતી. જિલ્લામાં કોળી સમાજનું પ્રભુત્વ હોવાથી તેમને ૧૦ ટિકિટો અપાઈ હતી અને તે તમામ ઉમેદવારો જીત્યા છે. પ્રમુખપદ માટેનો નિર્ણય પાર્ટીના મોવડી મંડળ દ્વારા રોટેશનની પદ્ધતિ પ્રમાણે લેવામાં આવશે. હાલમાં બોટાદ જિલ્લા ભાજપમાં જિલ્લા પંચાયતના પ્રમુખપદ માટે આંતરિક લોબિંગ શરૂ થઈ ગયું છે. આગામી દિવસોમાં જિલ્લા પંચાયતનું પ્રમુખપદ કોળી સમાજને ફાળે જાય છે કે અન્ય કોઈ સમાજને, તેનો નિર્ણય સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    કિટીપરાના ચકચારી આસીફ જુણેજા હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો:આરોપી 'વિકી બજરીયા'ને આજીવન કેદની સજા, મૃતક ઝઘડો કરતા આરોપીને સમજાવવા માટે ગયો હતો
    Next Article
    મોપેડની ટ્રેક્ટર સાથે જોરદાર ટક્કર, CCTV:ટ્રેક્ટર રોડ ક્રોસ કરતું હતું ને ભયાનક અકસ્માત, તરસાલીમાં મોપેડ ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment