Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીર બહેનો પર દુષ્કર્મ આચરનાર બે આરોપીને 20 વર્ષની સજા:કોર્ટે પીડિતાઓને 1-1 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો; બન્ને સગીરાને આરોપીઓ લગ્નની લાલચે ભગાડી ગયા હતા

    1 week ago

    નવસારીની સ્પેશિયલ પોક્સો કોર્ટે ખેરગામની બે સગીર પિતરાઈ બહેનો પર દુષ્કર્મ આચરવાના કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે બંને આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, અદાલતે પીડિત સગીરાઓને આર્થિક વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. લગ્નની લાલચ આપીને બંને બહેનોને યુવકો ભગાડી ગયા કેસની વિગત મુજબ, આ ઘટના 2025માં બની હતી. નવસારીના ખેરગામમાં મજૂરી કરતા એક પરપ્રાંતીય પરિવારની 15 અને 16 વર્ષની બે સગીર પિતરાઈ બહેનો રહેતી હતી. મૂળ ઉત્તર પ્રદેશના ભોલા કાળુ કશ્યપ અને માંગે ચંદ્રપાલ કશ્યપ નામના બે યુવાનોએ આ સગીરાઓને પ્રેમજાળમાં ફસાવી હતી. તેઓ લગ્નની લાલચ આપીને બંને બહેનોને પોતાના વતન ઉત્તર પ્રદેશ ભગાડી ગયા હતા. અજ્ઞાત સ્થળે બંધક બનાવી મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું ઉત્તર પ્રદેશ લઈ જઈ ભોલા કશ્યપ અને માંગે કશ્યપે સગીરાઓને અજ્ઞાત સ્થળે બંધક બનાવી તેમની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાઓ ગુમ થતાં તેમના પરિવારજનોએ ખેરગામ પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ઉત્તર પ્રદેશમાં દરોડા પાડ્યા હતા. પોલીસે ત્યાંથી બંને આરોપીઓની ધરપકડ કરી હતી અને સગીરાઓને સુરક્ષિત રીતે મુક્ત કરાવી નવસારી લાવી તેમના માતા-પિતાને સોંપી હતી. બંને આરોપીઓને 20-20 વર્ષની સખત કેદની સજા આ કેસ નવસારીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો. સરકારી વકીલ ભાવેશ ગુપ્તાએ કોર્ટ સમક્ષ વૈજ્ઞાનિક પુરાવા, મેડિકલ રિપોર્ટ અને ભોગ બનનાર સગીરાઓના નિવેદનો રજૂ કર્યા હતા. સરકારી વકીલની દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ગ્રાહ્ય રાખી કોર્ટે ભોલા કશ્યપ અને માંગે કશ્યપને દોષિત ઠેરવ્યા હતા. ત્યારબાદ બંને આરોપીઓને 20-20 વર્ષની સખત કેદની સજાનો હુકમ સંભળાવવામાં આવ્યો. પીડિતાઓને 1-1 લાખનું વળતર ચૂકવવા આદેશ કોર્ટે આકરી સજા ફટકારવાની સાથે માનવતાવાદી અભિગમ દાખવી બંને પીડિત તરૂણીઓને ન્યાય અપાવ્યો છે. અદાલતે 'ધી ગુજરાત વિક્ટિમ કંપનસેશન સ્કીમ' (The Gujarat Victim Compensation Scheme) હેઠળ બંને ભોગ બનનાર સગીરાઓને પુનર્વસન અને સહાય પેટે રૂપિયા 1-1 લાખનું આર્થિક વળતર ચૂકવવાનો પણ વહીવટી તંત્રને આદેશ કર્યો છે. કોર્ટના આ કડક વલણથી સગીરાઓ પર અત્યાચાર ગુજારનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    Relief for JEE qualifiers hit by CBSE OSM: IIT Roorkee allows conditional JoSAA seat allotment for affected students
    Next Article
    Russia To Launch Own Smaller Version Of Elon Musk's Starlink In 2027

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment