Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં 2 પોલીસકર્મી વતી વચેટિયાએ ₹51,000ની લાંચ લીધી:વંડા પોલીસ સ્ટેશનના ગુનામાં મારપીટ ન કરવા અને વસ્તુઓ જપ્ત ન કરવા માટે માંગી લાંચ

    6 hours ago

    ભાવનગર એસીબીએ અમરેલી જિલ્લાના વંડા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીઓ અને એક વચેટિયાને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ફરિયાદીના મિત્ર સામે નોંધાયેલા ગુનામાં મારપીટ ન કરવા અને મોબાઈલ-કાર જપ્ત ન કરવા બદલ રૂ. 51,000ની લાંચ સ્વીકારવામાં આવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ફરિયાદીના મિત્ર વિરુદ્ધ વંડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ કેસમાં મોબાઈલ અને કાર જપ્ત ન કરવા તેમજ મારપીટ ન કરવા સહિતની બાબતો માટે રૂ. 1,25,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી. રકઝક બાદ રૂ. 51,000માં સોદો નક્કી થયો હતો. ભાવનગર એસીબીએ છટકું ગોઠવીને વચેટિયા મયુર બાબુભાઈ ખુમાણને રૂ. 51,000ની લાંચ સ્વીકારતા રંગેહાથ પકડ્યા હતા. ત્યારબાદ, પોલીસ કર્મચારી છગનભાઈ માવજીભાઈ ડાભીએ સ્થળ પરથી વચેટિયા પાસેથી આ નાણાં સ્વીકારતા એસીબીએ તેમની પણ ધરપકડ કરી હતી. આ ઉપરાંત, એસીબીએ વંડા પોલીસ સ્ટેશનમાંથી અન્ય પોલીસ કર્મચારી વિજયભાઈ મનસુખભાઈ મેરની પણ ધરપકડ કરી છે. આ કેસમાં અન્ય એક વચેટિયા અતુલભાઈ ચૌહાણ સહિત કુલ ચાર ઈસમો સામે એસીબીમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટનાને પગલે અમરેલી જિલ્લાના પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો છે. એસીબીએ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સોની વેપારીઓએ કારીગરોની ચિંતા સાથે સરકાર પાસે કરી માંગ.:ડોલર સામે નબળા પડતા રૂપિયાને બચાવવા પીએમ મોદીએ સોનું ન ખરીદવા અને ઇંધણ બચાવવા કરી અપીલ, જૂનાગઢના સોની વેપારીઓએ સરકારને નિયમોમાં સ્વ-અમલ કરવા આપી સલાહ.
    Next Article
    Bengaluru Couple Swims From Sri Lanka To India In 11 Hours, Creates History

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment