Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ધુરંધર 2' એ વિશ્વભરમાં ₹500 કરોડ કમાયા:ત્રીજા દિવસે ₹113 કરોડની કમાણી કરી, 'જવાન'-'બાહુબલી 2' અને 'દંગલ'ને પાછળ છોડી

    16 hours ago

    રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’એ રિલીઝના ત્રીજા દિવસે એટલે કે શનિવારે ભારતમાં 113 કરોડ રૂપિયાની કમાણી કરી અને પેઇડ પ્રિવ્યુ સહિત ત્રણ દિવસમાં ફિલ્મનું કુલ કલેક્શન 339.27 કરોડ રૂપિયા થઈ ગયું. 19 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મે વિશ્વભરમાં 500 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી અને ત્રીજા દિવસે કમાણીના મામલે ‘જવાન’, ‘બાહુબલી 2’ અને ‘દંગલ’ જેવી મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી. ફિલ્મે અત્યાર સુધી વિદેશોમાં લગભગ 96.50 કરોડ રૂપિયા કમાવ્યા છે, જેના કારણે વિશ્વભરમાં ફિલ્મનું કુલ કલેક્શન 501.04 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. ભારતમાં ત્રણ દિવસનું નેટ કલેક્શન: ત્રીજા દિવસે હિન્દી વર્ઝને રેકોર્ડ કમાણી કરી ત્રીજા દિવસે 20,917 શોમાં ફિલ્મની 81.6% ઓક્યુપન્સી રહી. હિન્દી વર્ઝને 105 કરોડ સાથે સૌથી વધુ કમાણી કરી. જ્યારે, તેલુગુમાં 5 કરોડ અને તમિલમાં 2.95 કરોડનું કલેક્શન થયું. ધુરંધર 2 એ ત્રીજા દિવસે બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરતા 7 ફિલ્મોનો રેકોર્ડ તોડી નાખ્યો. આદિત્ય ધરની ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં 339.27 કરોડ રૂપિયા કમાવ્યા, જેમાંથી હિન્દી વર્ઝને 105 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. જો સરખામણી કરીએ તો, તેના પહેલા ભાગ 'ધુરંધર' એ ત્રીજા દિવસે માત્ર 51.60 કરોડ રૂપિયા કમાવ્યા હતા. જ્યારે અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' એ ભલે ત્રીજા દિવસે 142.59 કરોડ રૂપિયા કમાવ્યા હોય, પરંતુ પહેલા શનિવારે હિન્દીમાં તેની કમાણી માત્ર 88.20 કરોડ રૂપિયા રહી હતી. આ ઉપરાંત, ઘણી મોટી ફિલ્મોના આંકડા પણ પાછળ રહી ગયા. આમિર ખાનની 'દંગલ' એ પહેલા શનિવારે હિન્દીમાં 33.93 કરોડ રૂપિયા, યશની 'KGF ચેપ્ટર 2' એ 42.90 કરોડ રૂપિયા, શાહરૂખ ખાનની 'જવાન' એ 82.46 કરોડ રૂપિયા અને પ્રભાસની 'બાહુબલી 2' એ ત્રીજા દિવસે 46.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જ્યારે RRR એ 31.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ‘ધુરંધર 2’માં રણવીર સિંહ ઉપરાંત અર્જુન રામપાલ, સંજય દત્ત અને આર માધવન પણ છે. ફિલ્મને આદિત્ય ધરે લખી, ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરી છે. આ સાથે જ જ્યોતિ દેશપાંડે અને લોકેશ ધર પણ ફિલ્મના પ્રોડ્યુસર છે. ફિલ્મને જિયો સ્ટુડિયોઝે પ્રેઝન્ટ કરી છે અને તે બી62 સ્ટુડિયોઝના બેનર હેઠળ બની છે. 'ધુરંધર'ને શાનદાર રિસ્પોન્સ મળ્યો હતો ફિલ્મ ‘ધુરંધર’ના પહેલા પાર્ટે ભારતની સાથે-સાથે આંતરરાષ્ટ્રીય બોક્સ ઓફિસ પર પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફિલ્મે દુનિયાભરમાં લગભગ ₹1,307 કરોડની કમાણી કરી. ભારતમાં ફિલ્મનું ગ્રોસ કલેક્શન ₹1,005.85 કરોડ રહ્યું, જ્યારે નેટ કલેક્શન લગભગ ₹840 કરોડ થયું. આ સાથે જ તે ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી હિન્દી સિંગલ-લેંગ્વેજ ફિલ્મ બની ગઈ. વિદેશી બજારોમાં પણ ફિલ્મ ધુરંધરને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. ઓવરસીઝમાં તેણે લગભગ ₹299.5 કરોડનો કારોબાર કર્યો. ખાસ કરીને અમેરિકા અને કેનેડામાં ફિલ્મે ₹193.06 કરોડથી વધુની કમાણી કરીને ‘બાહુબલી 2’નો રેકોર્ડ પણ પાછળ છોડી દીધો. રસપ્રદ વાત એ છે કે આ મોટી સફળતા ફિલ્મને ત્યારે મળી, જ્યારે તેને ખાડી દેશોમાં રિલીઝ કરવાની મંજૂરી મળી ન હતી. આ ઉપરાંત ‘ધુરંધર’ ભારતીય સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ‘A’ રેટેડ ફિલ્મ પણ બની ગઈ. ……..……..……..…….. ‘ધુરંધર 2’થી સંબંધિત આ સમાચાર પણ વાંચો… ‘ધુરંધર: ધ રિવેન્જ’ બ્લોકબસ્ટર કે એવરેજ?:કિલિંગ મશીન હમઝાનો કરાચીમાં કહેર, નોટબંધી-રાજકીય કડીઓ સાથે જોડાયેલી સ્ટોરી રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ એટલે કે ‘ધુરંધર 2’ પહેલા ભાગની બ્લોકબસ્ટર સફળતા પછી મોટા પાયે પાછી ફરી છે. આ વખતે ફિલ્મ માત્ર ગેંગવોર કે બદલાની વાર્તા નથી રહેતી, પરંતુ નોટબંધીથી લઈને દેશની ઘણી મોટી ઘટનાઓને જોડતી એક મોટી કથા રજૂ કરે છે. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો…
    Click here to Read More
    Previous Article
    Anurag Dobhal health update: UK07 Rider being cared for by friends, vows to stay happy and healthy
    Next Article
    નકલી IASએ મોટો-મોટો માભો બતાવીને 25 વાર લગ્ન કર્યા:ગાડી પર ભારત સરકાર લખેલું, આસિસ્ટન્ટ પણ, સસરા ફુલાઈ જાતા; પોલ ખુલતા કહ્યું- મારી દીકરીનું જીવન બરબાદ કરનારને સજા મળે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment