Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાકિસ્તાનીઓ તો જબરા છે હો! 'ધુરંધર 2'ની કમાણીમાં ભાગ માગ્યો:કહ્યું- ₹500 કરોડ લ્યારીવાળાઓને આપી દો, પૈસાથી વિસ્તારનો વિકાસ થશે; ફિલ્મે 10 દિવસમાં બોક્સઓફિસ માથે લીધું

    16 hours ago

    આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર 2’ની કમાણીને લઈને પાકિસ્તાનના લ્યારી વિસ્તારના કેટલાક લોકોએ હિસ્સો માંગ્યો છે. આ માંગ એક વાઈરલ વીડિયોમાં સામે આવી, જ્યાં સ્થાનિક લોકોએ ફિલ્મના કમાણીમાંથી પોતાના વિસ્તારના વિકાસ અને રસ્તાઓના નિર્માણની વાત કરી. ફિલ્મ ‘ધુરંધર 2’ બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. ફિલ્મે 10 દિવસમાં 1200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ પહેલા પણ ફિલ્મના પહેલા ભાગે 1300 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. ફિલ્મની સ્ટોરી પાકિસ્તાનના લ્યારી વિસ્તાર પર આધારિત છે, જ્યાં બે ગેંગ્સની દુશ્મની અને સત્તા સંઘર્ષ દર્શાવવામાં આવ્યો છે. આ સંદર્ભમાં સ્થાનિક લોકોએ દાવો કર્યો કે ફિલ્મે તેમના વિસ્તારને દર્શાવીને શાનદાર કમાણી કરી છે, તેથી તેને પણ તેનો હિસ્સો મળવો જોઈએ. લોકોએ 500 કરોડ રૂપિયા આપવાની પણ માંગ કરી ‘કમ્પેરીઝન ટીવી’ નામના એક યુટ્યુબ ચેનલ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં કેટલાક સ્થાનિક લોકો ફિલ્મની સફળતા પર પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા. એક વ્યક્તિએ કહ્યું કે- જો ફિલ્મે હજારો કરોડ કમાવ્યા છે, તો તેનો મોટો હિસ્સો લ્યારીના વિકાસમાં લગાવવો જોઈએ. વીડિયોમાં કેટલાક લોકોએ 500 કરોડ રૂપિયા અથવા કેટલાક લોકોએ કુલ કમાણીનો 70-80% હિસ્સો આપવાની માંગ કરી. તેમનું કહેવું હતું કે વિસ્તારના રસ્તાઓ અને મૂળભૂત સુવિધાઓની સ્થિતિ ખરાબ છે, અને ફિલ્મથી થયેલી કમાણીનો ઉપયોગ સુધારા માટે થવો જોઈએ. છઠ્ઠી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’ (ધુરંધર: ધ રિવેન્જ) વિશ્વભરમાં છઠ્ઠી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની ગઈ છે. વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો 1,226.44 કરોડ રૂપિયા પહોંચી ગયું છે અને તેણે ‘KGF ચેપ્ટર 2’ (1,215 કરોડ રૂપિયા) અને ‘જવાન’ (1,160 કરોડ રૂપિયા) ને પાછળ છોડી દીધા છે. ટ્રેડ વેબસાઇટ સેકનિલ્ક અનુસાર, રિલીઝના દસમા દિવસે (શનિવાર) ફિલ્મે ભારતમાં 62.85 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું. ફિલ્મે વિશ્વભરમાં 1,226.44 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કરી લીધું છે. 'ધુરંધર 2'નું ભારતમાં કુલ નેટ કલેક્શન 778.77 કરોડ રૂપિયા અને ગ્રોસ કલેક્શન 930.44 કરોડ રૂપિયા થયું. ગ્રોસ કલેક્શન ટિકિટમાંથી કુલ કમાણી અને નેટ કલેક્શન ટેક્સ પછીની કમાણી હોય છે. ઓવરસીઝમાં ફિલ્મે 296.00 કરોડ રૂપિયા કમાયા, જેનાથી વર્લ્ડવાઇડ ગ્રોસ 1,226.44 કરોડ રૂપિયા પહોંચી ગયું. દસમા દિવસે ફિલ્મના હિન્દી વર્ઝને 58.00 કરોડ રૂપિયાની સૌથી વધુ કમાણી કરી. જ્યારે, તેલુગુમાં 3.00 કરોડ રૂપિયા, તમિલમાં 1.40 કરોડ રૂપિયા, કન્નડમાં 0.30 કરોડ રૂપિયા અને મલયાલમમાં 0.15 કરોડ રૂપિયાનું કલેક્શન થયું.
    Click here to Read More
    Previous Article
    BSEB Class 10th Bihar Board Results 2026 (Out): Official websites, time, direct link, passing marks — FAQs answered
    Next Article
    અમરેલીમાં કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે સક્રિય:પરેશ ધાનાણી, પ્રતાપ દુધાતે કાર્યકરો સાથે સંવાદ કર્યો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment