Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૂડીરોકાણના નામે સાયબર ફ્રોડ કેસમાં પાટણથી આરોપી ઝડપાયો:સોશિયલ મીડિયાથી ઊંચા વળતરની લાલચ આપી વૃદ્ધ સાથે ઠગાઈ, 2 મહિનામાં ₹2.74 કરોડના શંકાસ્પદ વ્યવહારો મળ્યાં

    4 days ago

    સમગ્ર ગુજરાતમાં સાયબર ક્રિમિનલ્સ સામે ગૃહ વિભાગે લાલ આંખ કરી છે, ત્યારે રાજ્યમાં સૌથી વધુ સાયબર ફ્રોડના ગુના અમરેલી જિલ્લામાં નોંધાઈ રહ્યા છે. તાજેતરમાં અમરેલી સિટી પોલીસે ઇન્વેસ્ટમેન્ટના નામે સાયબર ફ્રોડ આચરતી ટોળકીના એક સાગરીતને પાટણથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીના બેંક ખાતાની તપાસ કરતા માત્ર બે મહિનાના ટૂંકા ગાળામાં 2.74 કરોડથી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે. શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી ઠગાઈ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, એક વરિષ્ઠ નાગરિકને WhatsApp અને Facebook પર શેરબજારમાં રોકાણ કરવાની લિંક મળી હતી. આરોપીઓએ રોકાણ સામે ઊંચા વળતરની લાલચ આપી અલગ-અલગ UPI ID મારફતે કુલ 69,441 રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે IT એક્ટ હેઠળ ગુનો નોંધાતા અમરેલી સિટી પોલીસ સ્ટેશનના PIની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ શરૂ કરી હતી. આરોપી સામે વિવિધ રાજ્યોમાં 8 ફરિયાદો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ભોગ બનનારના 30,000 રૂપિયા આરોપીના એક UPI IDમાં જમા થયા હતા. ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે પાટણથી મહેન્દ્રજી મકાજી ઠાકોર નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીના બેંક ખાતાની વિગતો ચકાસતા માત્ર બે મહિનામાં 2,74,40,197 રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. આ નાણાં સાયબર ફ્રોડના હોવાની પોલીસને પ્રબળ આશંકા છે. આ સિવાય આરોપીના બેંક ખાતા સામે ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં કુલ 8 સાયબર ફ્રોડની ફરિયાદો પણ નોંધાયેલી છે. સાયબર ફ્રોડના 42 ગુના અમરેલી જિલ્લામાં નોંધાયા અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતએ જણાવ્યું ગુજરાત સરકાર અને અમરેલી જિલ્લા પોલીસ તરફથી સાયબરના જે સાયબર ફ્રોડ અંગેના બનાવ બને છે, તે ડામવા માટે બહુ કડકસર પગલાં ભરવામાં આવે છે. જેના ભાગરૂપે અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ મહિના દરમિયાન, જાન્યુઆરી 2026થી આજ દિન સુધી, કુલ 42 જેટલા ગુના દાખલ કરેલા છે. જેમાં આપણે અલગ અલગ પ્રકારના આરોપીની ધરપકડ કરેલી છે. જેમાં મોટા પ્રમાણમાં જે એકાઉન્ટો, ખોટી રીતે એકબીજાના નામે મળતા એકાઉન્ટો પૈસા આપીને જે લેવામાં આવતા હોય છે, જેને મ્યુલ એકાઉન્ટ તરીકે આપણે ગણીએ છીએ, એમના ઉપર કેસીસ કરેલા છે. સાથે સાથે આ વર્ષે 1930 ઉપર જ્યારે પણ કોઈ આપના સાથે ખોટું બનાવ બને છે ત્યારે આપણે ફોન કરીને જાણ કરતા હોય છે. અને 1930 ઉપરથી જે આપણા જિલ્લા લગતા બનાવ હોય તો અહીયા જે અમને અરજી મળતી હોય છે, તે અત્યાર સુધી 800 જેવી કમ્પ્લેન આપણા પાસે મળેલી છે. તો આ જે સાયબર ફ્રોડના બનાવો છે, એ બહુ મોટા પ્રમાણમાં વિસ્તારના નાગરિકો સાથે બને છે. એ ડામવા માટે જિલ્લા પોલીસે તમામ પોલીસ સ્ટેશન અને સાયબર ક્રાઈમ સેલ તરફથી આમાં કડક કાર્યવાહી હાથ ધરી છે. 15 દિવસ પહેલા ગુનો દાખલ થયો હતો ખરાતએ જણાવ્યું અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ગયા 15 દિવસ પહેલા જે એક ગુનો દાખલ થયેલ હતો, આમાં અહીયે જે ભોગ બનનાર દાદાજી છે, એને વોટ્સએપ અને ફેસબુક પર જે લિંક મળી હતી. એના થકી તમને વધારે પ્રમાણમાં વળતર મળશે, આનું લાલચ આપી અને આ દાદા પાસેથી 69 હજાર રૂપિયા આ લોકો ઓળવી ગયા હતા. જેના તપાસના ભાગરૂપે જિલ્લા પોલીસ તરફથી આરોપીની શોધખોળ કરી અને એ આરોપીનું પાટણથી પકડી પાડેલ છે, જેનું નામ મહેન્દ્રજી મકાજી ઠાકોર છે. અને એના વિરુદ્ધમાં સમગ્ર રાજ્યમાં કુલ આઠ સાયબર ગુના એને આચરેલ છે અને એના ટોળકીએ આ ગુના આચરેલ છે. જ્યારે અમે આ સાગર અને એના સાગરીતો છે, એ લોકોના એકાઉન્ટનો અભ્યાસ કર્યા ત્યારે આ લોકોના બહુ ટૂંક સમયમાં, એટલે છેલ્લા એક મહિનામાં એના એકાઉન્ટમાં જે ટોટલ ટ્રાન્ઝેક્શન છે એ પણ લગભગ અઢી કરોડ કરતા વધારે પ્રમાણમાં ટોટલ ટ્રાન્ઝેક્શન થાય છે. જેથી વિસ્તારના જે નાગરિકો છે, કે તમારા જે પૈસા સાયબર ફ્રોડના જાય છે એ અલગ અલગ લોકોના એકાઉન્ટમાં આ લોકો લેયરીંગ કરીને વાપરતા હોય છે. કેવી રીતે ફ્રોડ કરે છે? જ્યારે પણ સાયબર, બેન્ક ફાઇનાન્સને લગતું કોઈ પણ કામ હોય, કોઈ તમને ફોન કરીને OTP માંગે, પીન માંગે, લિંક ઉપર ક્લિક કરવા માંગે, અથવા કોઈ ઇન્વિટેશન કાર્ડ મોકલીને આમાં .apk ફાઈલ લખેલું હોય છે, અથવા અલગ અલગ ટાસ્ક આપે, કે ટાસ્કના પ્રમાણમાં તમને વળતર મળશે. પરંતુ એ બધું ખોટું હોય છે. માર્કેટમાં જે કોઈ માર્કેટ રેટ કરતા વધારે પ્રમાણમાં તમે લાલચ આપી ટૂંક સમયગાળામાં વધારે પૈસા આપવાનું પ્રલોભન આપતા હોય તો એનાથી દૂર રહેવું જોઈએ. જિલ્લા પોલીસ તરફથી એના માટે સતત સાયબર અવેરનેસ પ્રોગ્રામ અમે માર્કેટમાં, સ્કૂલો, કોલેજિસમાં, અન્ય જગ્યા સંસ્થામાં પણ યોજાયેલા છે અને ભવિષ્યમાં પણ આ રીતના કાર્યક્રમ યોજીશું તો જેથી નાગરિકોને વિનંતી છે કે આવું આપના પ્રકારે આપ આ પ્રકારમાં કોઈ પણ લાલચમાં આવતા નથી. કોઈ આ પ્રકારનો બનાવ બને તો તાત્કાલિક તમે 1930 ઉપર જાણ કરવી જોઈએ. ઘણા કેસીસમાં અમારી જે મેઈન તકલીફ થાય છે, 1930 ઉપર જે અરજી આવેલી છે, આ અરજીના તપાસ દરમિયાન અમે ઘણા અરજદારને અહીયા બોલાવીએ છીએ, એનું તપાસ કરીએ છીએ પણ મોટા પ્રમાણમાં અરજદાર તરફથી ફરિયાદ દાખલ કરવાનું ના પાડવામાં આવે છે. એ પણ પોલીસ માટે એક પડકાર છે, બહુ ગંભીર બાબત છે કેમ કે આનાથી... તમારે ફરિયાદ દાખલ થવાથી આરોપીના જે એકાઉન્ટ છે, એના જે સીમકાર્ડ છે, એના જે મોબાઈલ છે, બેન્ક એકાઉન્ટ છે એના ઉપર પોલીસ કાર્યવાહી કરી શકે છે. જે નંબરથી એ વ્યક્તિએ બધું આચરેલ છે એ નંબર ઉપર જે આપણું NCCRP પોર્ટલ છે, એ પોર્ટલ ઉપરથી એને ફ્રીઝ કરવામાં આવે છે જેના થકી આ ગુનેગારો એક કોર્નર થઈ જાય છે. અને ભવિષ્યમાં જ્યારે પણ આ ગુનેગારોને પકડવામાં આવશે ત્યારે તમારા જે ગુના છે, એ ગુનાના કામે પણ આ લોકોની ધરપકડ કરી શકાય. તમારો જે મુદ્દામાલ ગયેલ છે એ પણ પરત મેળવી શકાય.
    Click here to Read More
    Previous Article
    પાટણની 'સીટી લોક સ્કીમ'માં રાત્રે સઘન વાહન ચેકિંગ:બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો સામે કાર્યવાહી, 101 વાહનચાલકો પાસે ₹58 હજારનો દંડ વસૂલાયો
    Next Article
    Ahmedabad Water Issue | સ્માર્ટ સિટીમાં દૂષિત પાણી મુદ્દે તંત્ર અને સ્થાનિકો વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment