Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં ગેરકાયદે રેતી ખનન પર તંત્રનો પ્રહાર:નર્મદા પટમાંથી 2 એક્સેવેટર સીઝ, ₹1 કરોડનો મુદ્દામાલ જપ્ત

    7 hours ago

    ભરૂચ જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન સામે તંત્ર સક્રિય બન્યું છે. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે નર્મદા નદીના પટમાંથી ગેરકાયદે રેતી ખનન કરતા બે એક્સેવેટર મશીન જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત આશરે ₹1 કરોડ આંકવામાં આવી છે. શનિવારે જૂના તવરા ગામના ગ્રામજનોએ નર્મદા નદીમાંથી ચાલતા રેતી ચોરીના કારોબાર અંગે વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક ખેડૂતોએ રેતીના ડમ્પર રોકી ખનીજ વિભાગ સમક્ષ મૌખિક રજૂઆત કરી હતી. આ ફરિયાદને ગંભીરતાથી લઈને ભુસ્તર વિભાગના અધિકારી નિકુલ દેસાઇના માર્ગદર્શન હેઠળ ક્ષેત્રિય તપાસ ટીમે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન નદીના પટમાં મશીનો દ્વારા સાદી રેતીનું ગેરકાયદે ખનન થઈ રહ્યું હોવાનું જણાયું હતું. ટીમે કાર્યવાહી કરી સ્થળ પરથી એક ટાટા હિટાચી અને એક હ્યુન્ડાઈ કંપનીના એક્સેવેટર મશીન સહિત કુલ બે મશીનો કબજે કર્યા હતા. ખનીજ વિભાગે સીઝ કરાયેલા મશીનો હાલ તવરા ગામના સરપંચની કસ્ટડીમાં સોંપ્યા છે. ખનીજ ચોરીમાં સંડોવાયેલા તત્વો સામે ખનીજ નિયમો હેઠળ કડક દંડકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:વિદેશમાં બંધક બનાવાયેલા પરિવારને બચાવવા તપાસનો ધમધમાટ, માથું ફાટે એવી ગરમીનો રાઉન્ડ શરૂ
    Next Article
    જલાલપોરની ગુમ મહિલા 6 વર્ષે જામનગરથી મળી:પોલીસે 'ઓપરેશન મિલાપ' હેઠળ પરિવાર સાથે મિલન કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment