Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં 'સાવજ'ની સુરક્ષા માટે તંત્ર એક્શન મોડમાં:વનકર્મીઓની સતર્કતાથી 2 સિંહનો આબાદ બચાવ; રેલવે ટ્રેક નીચે ₹ 9.5 કરોડના ખર્ચે 5 અંડરપાસની કામગીરી શરૂ

    15 घंटे पहले

    ગુજરાતની અને દેશની શાન ગણાતા એશિયાટિક સિંહોની સુરક્ષા માટે અમરેલી જિલ્લામાં વનવિભાગ અને રેલવે વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે નક્કર કામગીરી શરૂ કરવામાં આવી છે. એક તરફ ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર મધરાત્રે વનવિભાગની ટીમે ભારે સતર્કતા દાખવીને 2 સિંહને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવી મોટી દુર્ઘટના ટાળી છે, તો બીજી તરફ રેલવે ટ્રેક પર સિંહોના અકસ્માતો અટકાવવા માટે કરોડો રૂપિયાના ખર્ચે ખાસ અંડરપાસ બનાવવાનું ભગીરથ કાર્ય શરૂ કરી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક 16મી તારીખની રાત્રે સિંહના હુમલામાં પ્રકાશ ચંદ્ર નામના યુવકનું મોત થયું હતું. આ ઘટના બાદ વન વિભાગ દ્વારા ચાર શંકાસ્પદ સિંહનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ને.હા. પર મધરાત્રે 2 સિંહનું સુરક્ષિત રેસ્ક્યૂ ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે 51 પર રાજુલાના છતડીયા અને હિંડોરણા ગામ વચ્ચે 23 જૂનના રોજ રાત્રે આશરે 12 વાગ્યે 2 માદા સિંહણ અચાનક રોડ પર આવી ચડી હતી. આ વિસ્તારમાં અગાઉ વાહનોની અડફેટે સિંહોના મોત થયા હોવાની ઘટનાઓને ધ્યાને રાખી પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના DCF ચિરાગ અમીનના નેતૃત્વ અને ACF વિરલસિંહ ચાવડાના સુપરવિઝન હેઠળ રાજુલા વનવિભાગની ટીમ પહેલેથી જ એલર્ટ મોડ પર હતી. રાજુલા RFO ડી.કે. મકવાણાની સૂચનાથી ટ્રેકર્સ રામકુભાઈ, રોડ મિત્ર લાલભાઈ અને મિતભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. વનકર્મીઓએ હાઇવે પર વાહનોની અવરજવરને નિયંત્રિત કરી, સિંહો કોઈપણ પ્રકારના ગભરાટ વગર સુરક્ષિત રીતે રોડ ઓળંગી જાય તેવું વાતાવરણ પૂરું પાડ્યું હતું. સમયસરની આ કામગીરીને કારણે વન્યજીવ અને વાહનચાલકો બંને સુરક્ષિત રહ્યા હતા. રેલવે ટ્રેક પર સિંહોના મોતના સિલસિલાને રોકવા હાઇકોર્ટના આદેશથી ખાસ SOP વર્ષ 2024માં રેલવે ટ્રેક પર સિંહોના અકસ્માતની બનેલી ગંભીર ઘટનાઓની નોંધ લઈને હાઇકોર્ટ દ્વારા એક હાઇલેવલ કમિટીની રચના કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ કમિટીમાં PCCFથી લઈને રેલવેના ઉચ્ચ અધિકારીઓ સામેલ હતા. આ સમિતિએ સિંહોની સુરક્ષિત અવરજવર માટે એક ખાસ SOP તૈયાર કરી છે, જેના ભાગરૂપે ત્રણ સ્તરીય સમીક્ષા સમિતિઓ દર મહિને બેઠક યોજીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરે છે. ₹ 9.5 કરોડના ખર્ચે 5 અંડરપાસ બનશે, સિંહો હવે પાટા નીચેથી ક્રોસિંગ કરશે છેલ્લી વસ્તીગણતરી મુજબ ગુજરાતના કુલ 891 સિંહમાંથી સૌથી વધુ એટલે કે 339 કરતાં વધારે સિંહો માત્ર અમરેલી જિલ્લામાં વસવાટ કરે છે. સિંહોની વધુ અવરજવર વાળા રેલવે ટ્રેક વિસ્તારોમાં અકસ્માતો અટકાવવા માટે રેલવે વિભાગ દ્વારા આશરે સાડા નવ કરોડ રૂપિયાના ખર્ચે કુલ 5 બોક્સ-બ્રિજ મંજૂર કરવામાં આવ્યા છે. 3 અંડરપાસ સાવરકુંડલા-લીલીયા પંથકમાં અને 2 અંડરપાસ રાજુલાથી પીપાવાવ પોર્ટની વચ્ચે બનાવવામાં આવી રહ્યા છે. ભાવનગર રેલવે ડિવિઝનના DRM દિનેશ વર્માના જણાવ્યા અનુસાર, 5માંથી 1 અંડરપાસનું કામ સંપૂર્ણ પૂરું થઈ ચૂક્યું છે, જે બે દિવસ પહેલા જ શરૂ કરાયું છે. જ્યારે અન્ય 2થી 3 અંડરપાસનું કામ પણ પૂર્ણતાના આરે છે. ટ્રેનની સ્પીડ લિમિટ પણ નક્કી કરાઈ વનવિભાગ અને રેલવેના સંકલનથી સિંહોની સુરક્ષા માટે જંગલ વિસ્તારમાં ટ્રેનની સ્પીડ દિવસ દરમિયાન 50 કિમી અને રાત્રે 30 કિમી નક્કી કરાઈ છે. સિંહોના લાઈવ લોકેશન એલર્ટ મળતાં જ ટ્રેનની સ્પીડ ઘટાડીને 15 કિમી કરી દેવામાં આવે છે. વનવિભાગ કેમેરા અને હની-બી બઝર્સ લગાવશે પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના ACF વિરલસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, આ અંડરપાસ સંપૂર્ણ કાર્યરત થતાં જ વનવિભાગ ત્યાં ટ્રેપ કેમેરા અને મોનિટરિંગ સિસ્ટમ ગોઠવશે, જેથી જાણી શકાય કે વન્યજીવો આનો કેટલો અસરકારક ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત, સિંહોને ટ્રેક પર આવતા રોકવા માટે આગામી દિવસોમાં ટ્રેકની આસપાસ ચેઈન-લિંક ફેન્સિંગ અને મધમાખીનો અવાજ કરતા 'હની-બી બઝર્સ' પણ લગાવવામાં આવશે, જેના અવાજથી સિંહો રેલવે લાઈનથી દૂર રહે. ભાવનગર રેલવે ડિવિઝનના DRM દિનેશ વર્માએ ઉમેર્યું કે, વનવિભાગ પાસેથી મળનારી વિગતોના આધારે આ 5 અંડરપાસના પરિણામો અને સિંહોની ટેરિટરીના મૂવમેન્ટનો અભ્યાસ કરવામાં આવશે. જો આ પ્રયોગ સફળ રહેશે, તો આગામી દિવસોમાં સિંહોના રક્ષણ માટે આવા વધુ અંડરપાસ બનાવવાની રેલવે વિભાગની યોજના છે. ----- આ પણ વાંચો અમરેલીમાં સિંહના હુમલાથી યુવકના મોત બાદ 4 સિંહ પાંજરે પુરાયા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક 16મી તારીખની રાત્રે સિંહના હુમલામાં પ્રકાશ ચંદ્ર નામના વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટના બાદ વન વિભાગ દ્વારા ચાર શંકાસ્પદ સિંહનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ચાર સિંહે ભેગા મળીને યુવકનો શિકાર કર્યો હોવાની આશંકા વન વિભાગને આશંકા છે કે, આ ચાર સિંહે જ પ્રકાશ ચંદ્રનો શિકાર કર્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, આ સિંહોને તાત્કાલિક બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. વાંચો સંપૂર્ણ અહેવાલ… મળતી માહિતી મુજબ, મૃતક યુવકની ઓળખ પ્રકાશ ચંદ્ર તરીકે થઈ હતી, જે મૂળ ઉત્તરાખંડના પિથૌરાગઢનો વતની હતો અને સ્થાનિક હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો તેમજ ગામની બહાર એક રેસ્ટોરન્ટમાં રહેતો હતો. મોડી રાત્રે પ્રકાશ ચંદ્ર પોતાના વતન જવા માટે હોટલેથી નીકળ્યો હતો, તે દરમિયાન કોવાયા ગામ નજીક અંધારામાં ટાંપ લગાવીને બેઠેલા સિંહે તેના પર ઓચિંતો અને જીવલેણ હુમલો કર્યો હતો. સિંહે યુવકનું માથું ધડથી અલગ કરી, આખું શરીર ફાડી ખાધું સિંહ યુવકને ઢસડીને ઝાડીઓમાં લઈ ગયો હતો, જ્યાં તેણે યુવકનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું અને આખું શરીર ફાડી ખાધું હતું. સવારે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જ્યાં માત્ર ખોપરી અને હાડકાના અવશેષો જોઈને લોકોના કાળજા કંપાવા લાગ્યા હતા. શું છે સમગ્ર ઘટના?
    Click here to Read More
    Previous Article
    ગેરકાયદે બિલ્ડિંગે લીધો વિદ્યાર્થીઓ સહિત 15નો જીવ:2016માં બિલ્ડિંગને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો; 4 અધિકારી સસ્પેન્ડ, 4 આરોપી અરેસ્ટ
    Next Article
    ‘માનસીના પપ્પા લગ્નની તારીખ ન આપતા આ પગલું ભરીએ છીએ’:સુરતની હોટેલમાં પ્રેમલગ્ન કરનાર કપલે પરિવારને મેસેજ કરી ઝેર પીધુ, પિતાને કહ્યું-મમ્મીનું ધ્યાન રાખજો, આઈ લવ યુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment