Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પ બોલ્યા- 2 અઠવાડિયા ઈરાન પર હુમલો નહીં કરીએ:પાકિસ્તાની PM અને આર્મી ચીફ સાથેની વાતચીત બાદ નિર્ણય લીધો, આ દ્વિપક્ષીય સીઝફાયર હશે

    2 days ago

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર બોમ્બમારો અને હુમલાઓને 2 અઠવાડિયા માટે રોકવાની જાહેરાત કરી છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ' પર જણાવ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીરની અપીલ બાદ તેમણે આ પગલું ભર્યું છે. ટ્રમ્પે લખ્યું- પાકિસ્તાની PM અને આર્મી ચીફ સાથે થયેલી વાતચીતના આધારે, અને એ શરતે કે ઈરાન હોર્મુઝને સંપૂર્ણ રીતે, તાત્કાલિક અને સુરક્ષિત રીતે ખોલવા માટે સહમત થાય, હું ઈરાન પર બોમ્બમારો અને હુમલાને બે અઠવાડિયા માટે સ્થગિત કરવા માટે તૈયાર છું. આ એક દ્વિપક્ષીય (ટુ-વે) સીઝફાયર હશે. પાકિસ્તાનના વડાપ્રધાને X પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે તેમણે ટ્રમ્પને ઈરાનને આપવામાં આવેલી ડેડલાઇન બે અઠવાડિયા માટે વધારવા અપીલ કરી છે. શહેબાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાને ઈરાનને બે અઠવાડિયા માટે હોર્મુઝ ખોલવાની અપીલ કરી છે, જેથી તેને સદ્ભાવનાના સંકેત તરીકે જોવામાં આવે. ટ્રમ્પે ‘ઈરાની સભ્યતા ખતમ થઈ શકે’ એવી ધમકી ઉચ્ચારી હતી અગાઉ મંગળવારે ઈરાન સંકટ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાને લઈને લાવવામાં આવેલો પ્રસ્તાવ પસાર થઈ શક્યો નહોતો. રશિયા અને ચીને આ પ્રસ્તાવ પર વીટો કર્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર, આ પ્રસ્તાવમાં કોઈ પણ પ્રકારની સૈન્ય કાર્યવાહીની વાત કરવામાં આવી નહોતી. આ પ્રસ્તાવ બહેરીન તરફથી લાવવામાં આવ્યો હતો. અલ જઝીરાના અહેવાલ મુજબ, છેલ્લા બે અઠવાડિયામાં આ પ્રસ્તાવને અંદાજે 6 વખત બદલવામાં આવ્યો હતો, કારણ કે ઘણા દેશો તેના કેટલાક ભાગો સાથે સહમત નહોતા. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાની સભ્યતા ખતમ થઈ શકે છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે આજે રાત્રે વિશ્વના લાંબા અને જટિલ ઇતિહાસની સૌથી મહત્વપૂર્ણ ક્ષણના સાક્ષી બનીશું. ટ્રમ્પની ધમકી પર સાઉથ આફ્રિકા સ્થિત ઈરાની દૂતાવાસે વળતો જવાબ આપ્યો હતો. ઈરાને કહ્યું કે અમેરિકા અને તેના સાથી દેશોને ઈરાનની પ્રાચીન સભ્યતા તરફથી એવો જવાબ મળશે, જેને તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં. ઈરાન યુદ્ધ સંબંધિત વધુ અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    In dead of night, tunnel boring machines on the move in Mumbai
    Next Article
    Punjab yet to pay salary to employees, minister blames technical issue, bank holidays

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment