Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં 2 PI અને 8 PSIની આંતરિક બદલી:જિલ્લા પોલીસ વડાએ ચિઠોડા, વડાલી, ઈડર સહિતના વિસ્તારોમાં ફેરબદલ કરી

    1 week ago

    સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે રજા પરથી હાજર થતાં જ જિલ્લાના 2 PI અને 8 PSIની આંતરિક બદલીઓના આદેશ કર્યા છે. આગામી દિવસોમાં પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની પણ બદલીઓ થવાની શક્યતા છે. આ બદલીઓમાં PI એલ.જે. વાળાને લીવ રિઝર્વમાંથી સાયબર પોલીસ સ્ટેશનમાં અને PI આર.ડી. તરાલને લીવ રિઝર્વમાંથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. PSIની બદલીઓમાં ચિઠોડા પોલીસ સ્ટેશનમાં PIના સ્થાને હવે PSIને ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત વડાલી, ઈડર, હિંમતનગર, ગાંભોઈ અને ટ્રાફિક શાખાના PSIની પણ તાત્કાલિક અસરથી અન્ય જગ્યાએ બદલી કરવામાં આવી છે. PSI બી.એસ. ચૌહાણને ગાંભોઈ પોલીસ સ્ટેશનથી હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન, આર.એમ. ડામોરને હિંમતનગર એ ડિવિઝનથી ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં બદલવામાં આવ્યા છે. ડી.એસ. રાઓલને જિલ્લા ટ્રાફિકમાંથી ઇડર પોલીસ સ્ટેશન ડી સ્ટાફ, જ્યારે વી.આર. ચૌહાણને ઇડર પોલીસ સ્ટેશનથી વડાલી પોલીસ સ્ટેશન ડી સ્ટાફમાં મુકાયા છે. વધુમાં, એન.બી. વાઘેલાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી સિટી ટ્રાફિકમાં, કે.એલ. જાડેજાને વડાલીથી હિંમતનગર એ ડિવિઝન ડી સ્ટાફમાં, એ.પી. માળીને એ ડિવિઝનથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને આર.એલ. દેસાઈને હિંમતનગર બી ડિવિઝનથી ચિઠોડા પોલીસ સ્ટેશન IC PI તરીકે બદલવામાં આવ્યા છે. હાઈવે ટ્રાફિકના PSI એ.વી. જોશીને જિલ્લા ટ્રાફિકનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર પ્રદર્શન:શિક્ષણ મંત્રી રાજીનામું આપોના નારા લાગ્યા; યુવક 'HIT' લઈને પહોંચ્યો તો આંદોલનકારીઓએ હટાવ્યો
    Next Article
    SOGની સિહોર હાઈવે પર ડ્રાઈવ:ગેરકાયદેસર હથિયાર સાથે 9 ગુનામાં સંડોવાયેલો કુખ્યાત ‘જુનેદ ઉર્ફે ઝુલ્ફી’ ઝડપાયો, દેશી કટ્ટો જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment