Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફાયર બ્રિગેડનો ડે. ફાયર ઓફિસર 2 લાખની લાંચ લેતા ઝડપાયો:ફાયર સેફ્ટીના NOC બદલ કોન્ટ્રાક્ટર પાસેથી 5 લાખની લાંચ માગી હતી, ફરિયાદ બાદ આણંદ એસીબીની સફળ ટ્રેપ

    11 hours ago

    ભાવનગરમાં આણંદ એસીબીની ટીમ સફળ ટ્રેપ કરી ભાવનગર ફાયર બ્રિગેડના ડેપ્યુટી ફાયર ઓફિસર અને વચેટિયાને રૂપિયા 2 લાખની લાંચે લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ફરિયાદી કોન્ટ્રાક્ટરે સરકારી શાળાઓમાં ફીટ કરેલા ફાયર સેફ્ટીના સાધનોનું એનઓસી મેળવવા બદલ ઓનલાઈન અરજી કરી હતી. જે આપવાના બદલામાં રૂપિયા પાંચ લાખની માગણી કરાતા એસીબીમાં ફરિયાદ કરવામાં આવી છે. આણંદ એસીબીની ટીમે છટકું ગોઠવી ડેપ્યુટી ફાયર ઓફિસર અને વચેટિયાને રૂપિયા બે લાખની લાંચે લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. રૂપિયા 2 લાખની લાંચ લેતા ડેપ્યુટી ફાયર ઓફિસર અને વચેટિયો ઝડપાયા ભાવનગર જિલ્લામાં આવેલી અલગ અલગ સરકારી શાળાઓનાં બિલ્ડીંગોમા ફાયર સેફ્ટીને લગતાં સાધનો ઈન્સ્ટોલમેન્ટ કરવા માટે પેટા કોન્ટ્રાક્ટ ધરાવતા એક કોન્ટ્રાક્ટરે જિલ્લાની 79 શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો ફીટ કરી ઇન્સ્ટોલમેન્ટ કામ પૂર્ણ કરી ફાયરબ્રિગેડ વિભાગમાં ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફિસર પાસેથી સેફ્ટી પ્લાન એપ્રુવલ તથા ફાયર સેફ્ટી સર્ટીફીકેટ એપ્રુવલ મેળવવા ઓનલાઇન અરજી કરી હતી. જેમાં મંજૂર થયેલ અરજીઓ તથા મંજૂરી માટે બાકી અરજીઓના વ્યવહાર માટે ફાયરબ્રિગેડના ડેપ્યુટી રીઝનલ ઓફિસર ક્લાસ -2 મહેશ અમૃતલાલ પટેલએ અરજદાર પાસે રૂપિયા પાંચ લાખની લાંચ માંગી હતી. આ લાંચ અરજદાર આપવા માંગતા ન હોય આથી લાંચ પેટે પ્રથમ રૂપિયા 50 હજાર ડેપ્યુટી ઓફિસર મહેશના મળતીયા પ્રકાશ ગિરીશ ચૌહાણ વાળા હસ્તક લીધાં હતાં અને અરજદારે મહેશને જાણ કરી લાંચ પેટે આપવાના 4.50 લાખ પૈકી ૨ લાખની વ્યવસ્થા થઈ હોવાનું જણાવી આ લાંચ માટે સ્થળ જણાવવા જણાવ્યું હતું. દરમ્યાન અરજદારે આણંદ એસીબીની ટીમ ને જાણ કરી સરટી હોસ્પિટલના ગેટ નંબર ૨ પાસે છટકું ગોઠવ્યું હતું. દરમ્યાન મહેશ રૂપિયા 2 લાખની લાંચ લેવા આવતા આણંદ એસીબીની ટીમે મહેશને લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો અને તેના મળતીયા ગિરીશ ચૌહાણને પણ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ ઘટનાને પગલે લાંચીયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
    Click here to Read More
    Previous Article
    તિલક વર્માએ ગુજરાતના બોલર્સને ધોયા:તેણે અને પંડ્યાએ સાથે મળીને ચોગ્ગા-છગ્ગાઓનો વરસાદ વરસાવ્યો; તિલકે સિક્સ ફટકારીને ફિફ્ટી પૂરી કરી
    Next Article
    પિતાએ કામધંધો કરવા બાબતે ઠપકો આપતા યુવકનો આપઘાત:એરપોર્ટ ફાટક નજીક પુરપાટ ઝડપે આવતી કારનો ચાલક બાઇકને ઠોકર મારી નાસી છૂટ્યો, સદનસીબે જાનહાની થતા અટકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment