Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચારધામ યાત્રાના પહેલા જ દિવસે 2 શ્રદ્ધાળુઓના મોત:યમુનોત્રીમાં ચઢાણ દરમિયાન વૃદ્ધને શ્વાસ ચઢ્યો, MPની મહિલા ઘોડા પરથી પડી જતા મોતને ભેટી

    2 days ago

    ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાના પહેલા દિવસે બે શ્રદ્ધાળુઓના મોત થયા. ઉત્તરકાશી જિલ્લામાં આવેલા યમુનોત્રી ધામના પગપાળા માર્ગ પર ચઢાણ દરમિયાન મહારાષ્ટ્રથી આવેલા એક વૃદ્ધ શ્રદ્ધાળુની અચાનક તબિયત લથડી. જણાવવામાં આવી રહ્યું છે કે તેમને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ થઈ હતી. ત્યારબાદ તેમને તરત જ જાનકીચટ્ટી ખાતે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, પરંતુ ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા. હોસ્પિટલના ડો. હરદેવ સિંહના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસમાં મૃત્યુનું કારણ શ્વાસ સંબંધિત બીમારી અને ઊંચાઈ પર ઓક્સિજનની કમી માનવામાં આવી રહ્યું છે. બીજી ઘટનામાં ઘોડા પર સવારી દરમિયાન બેલેન્સ ગુમાવવાને કારણે એક મહિલા યાત્રી નીચે પડી ગયા. માથામાં ગંભીર ઈજા થવાને કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોકટરોએ તેમને 'બ્રોટ ડેડ' જાહેર કર્યા. ભાસ્કર ચારધામ યાત્રા ગાઈડ:કેદારનાથ-બદ્રીનાથ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ ગાઈડ તમારા માટે ઉપયોગી; આને વાંચ્યા વિના ન જતા મૃતકના સાથીઓ યમુનોત્રી ધામના દર્શને પોલીસ અધિકારી એસઆઈ રાજેશ કુમારે જણાવ્યું કે પહેલા મૃતક સાથે આવેલા અન્ય યાત્રીઓ હાલ દર્શન માટે આગળ વધી ગયા છે. મૃતકની ઓળખ નાસિક, મહારાષ્ટ્ર નિવાસી 67 વર્ષીય ઉદમ તાંબે તરીકે થઈ છે. ડી.જી.પી. નગર નિવાસી ગજાનંદ તાંબેના પુત્ર ઉદમ તાંબેની તબિયત જાનકીચટ્ટી પાસે અચાનક બગડી, જેને હોસ્પિટલ લઈ જતાં ડોકટરોએ મૃત જાહેર કર્યા. પ્રાથમિક માહિતી મુજબ, તેમના મૃત્યુનું કારણ હાઈ બ્લડ પ્રેશર (BP) સંબંધિત સમસ્યા જણાવવામાં આવી રહ્યું છે, જેની સત્તાવાર સૂચના પીએચસી (પ્રાયમરી હેલ્થ સેન્ટર) જાનકીચટ્ટી દ્વારા પોલીસ ચોકીને આપી દેવામાં આવી છે. પતિ સાથે ચારધામ યાત્રા પર આવ્યા હતા મહિલા યમુનોત્રી પગપાળા માર્ગ પર અકસ્માતનો ભોગ બનેલી મહિલાની ઓળખ 40 વર્ષીય પ્રતિમા મિશ્રા તરીકે થઈ છે, જે ઈન્દોર, મધ્યપ્રદેશની રહેવાસી હતી. તેઓ ઈન્દોરના સુખલિયા વિસ્તારમાં આવેલી કાશીપુરી કોલોનીના રહેવાસી હતા અને તેમના પતિ ધર્મેન્દ્ર મિશ્રા સાથે ચારધામ યાત્રા પર આવ્યા હતા. યાત્રા દરમિયાન '19 કૈંચી' પાસે ઘોડા પરથી પડી જતાં તેમના માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોકટરોએ તેમને 'બ્રોટ ડેડ' (હોસ્પિટલ પહોંચતા પહેલા જ મૃત્યુ) જાહેર કર્યા. આજ રોજ 20 એપ્રિલ 2026 ના રોજ પોલીસે જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહ તેમના પતિને સોંપ્યો છે. ગઈકાલે ખુલ્યા હતા કપાટ રવિવારથી ચારધામ યાત્રા શરૂ થઈ હતી. બપોરે 12 વાગ્યાને 15 મિનિટે ગંગોત્રી અને 12 વાગ્યાને 35 મિનિટે યમુનોત્રીના કપાટ ખોલવામાં આવ્યા હતા. આ પહેલા ગંગોત્રી ધામના કપાટ 22 ઓક્ટોબર 2025ના રોજ અન્નકૂટ (ગોવર્ધન પૂજા) પર, સવારે 11:36 વાગ્યે શિયાળા માટે બંધ કરવામાં આવ્યા હતા. જ્યારે, યમુનોત્રી ધામના કપાટ ભાઈબીજ પર 23 ઓક્ટોબર 2025ના રોજ બપોરે 12:30 વાગ્યે શિયાળા માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. એસએચઓ સુભાષ ચંદે જણાવ્યું કે ઊંચાઈવાળા અને દુર્ગમ રસ્તાઓ પર જતા પહેલાં સ્વાસ્થ્ય તપાસ અવશ્ય કરાવો. ખાસ કરીને શ્વાસ, દમ કે હૃદય રોગથી પીડિત લોકોને વધારાની સાવચેતી રાખવી જોઈએ. પ્રશાસને એ પણ સલાહ આપી છે કે યાત્રા દરમિયાન ઉતાવળ ન કરો, વચ્ચે-વચ્ચે આરામ લો અને શરીરને ઊંચાઈ અનુસાર ઢળવા માટે પૂરતો સમય આપો, જેથી આવી ઘટનાઓથી બચી શકાય. ચારધામ યાત્રા વિશે જાણો… 22 એપ્રિલે ખુલશે કેદારનાથ ધામના કપાટ કેદારનાથ ધામના કપાટ 22 એપ્રિલ 2026ના રોજ સવારે 8 વાગ્યે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. આ તારીખ મહાશિવરાત્રી (15 ફેબ્રુઆરી 2026) ના અવસરે ઉખીમઠમાં પરંપરાગત પંચાંગ ગણના પછી જાહેર કરવામાં આવી હતી. આ વર્ષે કેદારનાથ યાત્રા ગયા વર્ષની સરખામણીમાં વહેલી શરૂ થઈ રહી છે. 2025માં ધામના કપાટ 2 મેના રોજ ખુલ્યા હતા, જ્યારે આ વખતે 22 એપ્રિલે ખુલશે. એટલે કે શ્રદ્ધાળુઓ આ વખતે 10 દિવસ વહેલા બાબા કેદારના દર્શન કરી શકશે. 23 એપ્રિલે ખુલશે બદ્રીનાથના કપાટ બદ્રીનાથ ધામના કપાટ 23 એપ્રિલે સવારે 6 વાગ્યે ભક્તોના દર્શન માટે ખુલશે. આ પહેલા બદ્રીનાથ ધામના કપાટ 25 નવેમ્બર 2025ના રોજ બપોરે 2:56 વાગ્યે શિયાળા માટે બંધ કરવામાં આવ્યા હતા. કપાટ બંધ થયા પછી ભગવાન બદ્રી 6 મહિના સુધી શિયાળાના પ્રવાસ દરમિયાન જોશીમઠના નરસિંહ મંદિરમાં દર્શન આપે છે. આ સમાચાર પણ વાંચો…. જમ્મુમાં મુસાફરોથી ભરેલી બસ 100 ફૂટ નીચે ખાબકી:15નાં કમકમાટીભર્યા મોત, 20 ઘાયલ, રસ્તા પર ચીસાચીસ અને લાશોના ઢગલા થયાં; મૃત્યુઆંક વધવાની શક્યતા જમ્મુના ઉધમપુરમાં સોમવારે સવારે એક બસ કગોટ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બની. રામનગરથી આવી રહેલી બસ જાલો નજીક રસ્તા પરથી 100 ફૂટ નીચે ખાબકીને પલટી ગઈ. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે. જ્યારે 20 જેટલા મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે ઉધમપુર મોકલવામાં આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક વધી શકે છે. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો…
    Click here to Read More
    Previous Article
    Sam Altman’s ‘World’ verification project to help Tinder, Zoom users tell humans from bots
    Next Article
    વિદ્યુત જામવાલે અમેરિકામાં વૈદિક મંત્રોચ્ચાર કર્યા:'સ્ટ્રીટ ફાઇટર'ની ટ્રેલર રિલીઝ ઇવેન્ટમાં હોલિવૂડ સ્ટાર્સ મંત્રમુગ્ધ થયા; એક્ટરે પોતાનું સૌભાગ્ય ગણાવ્યું

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment