Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરના પૂર્વ ભાજપ નેતા સાગર માળીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી:ટિકિટ ન મળતા વોર્ડ 2ના પૂર્વ પાણી પુરવઠા ચેરમેન પાર્ટીથી નારાજ, કહ્યું- MLA અને MP માટે પણ લાગુ પડવો જોઈએ

    2 days ago

    બનાસકાંઠાના પાલનપુરમાં પાલિકા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. વોર્ડ નંબર 2 ના પૂર્વ નગરસેવક અને પૂર્વ પાણી પુરવઠા ચેરમેન સાગર માળીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર થાય તે પહેલાં જ આ ઘટના બની છે, જેના કારણે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સાગર માળીના પિતા પ્રતાપ માળી પણ પાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. છેલ્લા ઘણા સમયથી વોર્ડ નંબર 2માં માળી પરિવારનો દબદબો રહ્યો છે. સાગર માળી અગાઉ ભાજપમાંથી કોર્પોરેટર તરીકે સેવા આપી ચૂક્યા છે. અપક્ષ ઉમેદવારી નોંધાવવા અંગે સાગર માળીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ ખોટા નિયમો બનાવીને તેમને ટિકિટ આપવાની ના પાડી હતી. લોકોની લાગણી અને આગ્રહને માન આપીને તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમને લોકોનો સંપૂર્ણ સાથ સહકાર મળશે અને તેઓ 100 ટકા જીતની આશા રાખે છે. સાગર માળીએ વધુમાં કહ્યું કે પાર્ટીમાં બધા સાથે અન્યાય કરવામાં આવ્યો છે. જો આ નિયમ ફક્ત કોર્પોરેટરો પૂરતો હોય, તો તે MLA અને MP માટે પણ લાગુ પડવો જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે જો આ નિયમ સર્વે માટે હોય, તો તેઓ આજે પણ ફોર્મ પરત ખેંચવા તૈયાર છે.
    Click here to Read More
    Previous Article
    પારડીમાં ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા:નાણામંત્રી કનુભાઈ દેસાઈ હાજર રહ્યાં, વિકાસની યાત્રા આગળ ધપાવવા આહ્વાન કરાયું
    Next Article
    JEE Main 2026 Session 2: Question Papers Released; Provisional Answer Key On April 11

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment