Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી શો-રૂમમાંથી 2 જ્યુપિટર મોપેડ ચોરીના આરોપી ઝડપાયા:વલસાડ LCBએ રૂ. 2.35 લાખના મુદ્દામાલ સાથે એક સગીર સહિત 3ને દબોચ્યા

    16 hours ago

    વલસાડ લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB)એ વાપીના એક ટીવીએસ શો-રૂમમાંથી બે નવી જ્યુપિટર મોપેડ ચોરી કરવાના કેસનો ભેદ ઉકેલી કાઢ્યો છે. LCB ટીમે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે, જેમાં બે પુખ્ત વયના અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોરનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી કુલ રૂ. 2.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓની ધરપકડ વાપીના કોપરલી ચાર રસ્તા પાસેથી બાતમીના આધારે કરવામાં આવી હતી. પેટ્રોલીંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, વાપી કોપરલી ચાર રસ્તા પાસે સોનોરસ બિલ્ડિંગ નજીક રજિસ્ટ્રેશન નંબર વગરની શંકાસ્પદ મોપેડ સાથે ત્રણ યુવક ઊભા છે. આ બાતમીના આધારે, LCB ટીમે તાત્કાલિક દરોડો પાડી ત્રણેયને કોર્ડન કરીને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં જીગર શંકરભાઈ બરૂડીયા (ઉં.વ. 20, રહે. કંચનનગર, વાપી) અને વિશાલ વિનોદ લક્ષ્મણ પવાર (ઉં.વ. 20, રહે. શબાનાબેનની ચાલી, વાપી / મૂળ મહારાષ્ટ્ર)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને પણ પકડવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલી બે ટીવીએસ જ્યુપિટર મોપેડ અને ત્રણ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જપ્ત કરાયેલી મોપેડમાં એક ઘેરા વાદળી-લીલા રંગની અને બીજી કાળા રંગની છે, જે પ્રત્યેકની કિંમત રૂ. 1,00,000/- આંકવામાં આવી છે. ત્રણ મોબાઈલ ફોનની કિંમત રૂ. 35,000/- છે. આ ગુનો વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 306 હેઠળ નોંધવામાં આવ્યો છે. LCB એ ઝડપાયેલા ત્રણેય આરોપીઓ અને જપ્ત કરાયેલ મુદ્દામાલને આગળની તપાસ માટે વાપી ટાઉન પોલીસને સુપ્રત કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુનું સન્માન:બિલ્ડર્સ એસોસિએશને જિલ્લા પોલીસવડાની કાયદો-વ્યવસ્થાની મજબૂત કામગીરીને બિરદાવી
    Next Article
    પીકઅપ ડાલાની સખત ટક્કરે એક્ટિવા સવાર વિદ્યાર્થીનીનું મોત:ભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત, મહેસાણા-વિસનગર હાઈવે પર દેલા પાસેનો બનાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment