Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ-મહેસાણા હાઇવે પર વાહનોની 2 KM લાંબી લાઈન:કલોલના સઈજ બ્રિજ પર આયોજન વિના રિપેરિંગ શરૂ કરાતા સર્જાયો ભારે ચક્કાજામ; વાહનચાલકો ત્રાહિમામ

    8 hours ago

    અમદાવાદ-મહેસાણા હાઇવે પર આજે (30 મે) સવારથી જ ટ્રાફિકની અત્યંત ગંભીર સમસ્યા સર્જાઈ છે. કલોલ નજીક આવેલા સઈજ બ્રિજ પર GRICL (ગુજરાત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ) દ્વારા કોઈપણ પ્રકારના આગોતરા આયોજન કે ટ્રાફિક મેનેજમેન્ટ વગર જ રિપેરિંગ કામગીરી શરૂ કરી દેવામાં આવતા હાઇવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. સઈજ બ્રિજથી લઈને શેરથા સુધી આશરે 2 કિલોમીટર લાંબો જામ લાગવાના કારણે હજારો મુસાફરો અને વાહનચાલકો કલાકો સુધી અટવાયા છે. મોટા વાહનો માટે ડાયવર્ઝનનો અભાવ, રોંગ સાઇડમાં દોડ્યા વાહનો બ્રિજ પર સમારકામ શરૂ કરતી વખતે તંત્ર દ્વારા મોટા વાહનોની અવરજવર માટે કોઈ વૈકલ્પિક રૂટ કે ડાયવર્ઝન આપવામાં આવ્યું ન હતું, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ વધુ વિકટ બની છે. આ લાંબા જામમાંથી વહેલા બહાર નીકળવાની ઉતાવળમાં અસંખ્ય વાહનચાલકો ઇફકો કટ પાસેથી રોંગ સાઇડમાં સર્વિસ રોડ પર વાહનો હંકારી રહ્યા છે. આ અણઘડ પ્રયાસોને લીધે હાઇવેની બંને બાજુએ વાહનો આમને-સામને આવી જતાં ચક્કાજામની સ્થિતિ સર્જાઈ છે. આ અવ્યવસ્થાને કારણે સામાન્ય નાગરિકોનો કિંમતી સમય બગડવાની સાથે લાખો લીટર ઇંધણનો પણ મોટો બગાડ થઈ રહ્યો છે. દર્દીઓના જીવ જોખમમાં, એમ્બ્યુલન્સ પણ જામમાં ફસાઈ સૌથી ચિંતાજનક બાબત એ છે કે ટ્રાફિકના કોઈ આગોતરા આયોજન વગર શરૂ કરાયેલી આ કામગીરીને કારણે દર્દીઓને લઈને જતી 108 એમ્બ્યુલન્સ સહિત અન્ય ખાનગી હોસ્પિટલોની એમ્બ્યુલન્સ પણ આ ભારે ટ્રાફિક જામમાં કલાકો સુધી ફસાયેલી જોવા મળી હતી, જે દર્દીઓના જીવ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. તંત્રની ધીમી કામગીરી સામે વાહનચાલકોમાં ભારે રોષ મહેસાણાથી અમદાવાદ તરફ અવરજવર કરતા વાહનચાલકોના જણાવ્યા અનુસાર, GRICL દ્વારા બ્રિજ રિપેરિંગનું કામ અત્યંત મંથર ગતિએ કરવામાં આવતું હોવાની ફરિયાદો અગાઉ પણ અનેકવાર ઉઠી ચૂકી છે. વારંવાર આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવા છતાં સ્થાનિક વહીવટી તંત્ર કે કંપની દ્વારા કોઈ કાયમી અને નક્કર ઉકેલ લાવવામાં આવતો નથી. સઈજ બ્રિજ પર સર્જાયેલી આ ગંભીર કટોકટીને પગલે વાહનચાલકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય ટ્રાફિક ડાયવર્ઝન ગોઠવવામાં નહીં આવે અને રિપેરિંગ કામની ગતિ વધારવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં મુસાફરોની હાલાકીમાં હજુ પણ અનેકગણો વધારો થવાની સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    જૂની અદાવતમાં યુવકના ઘર પર પથ્થરમારો-બાઈક સળગાવી:કિશનવાડીમાં શખસોએ અગાઉની દુશ્મનાવટમાં મોડી રાત્રે તોડફોડ કરી આતંક મચાવ્યો, યુવકની માતાએ ફરિયાદ નોંધાવી
    Next Article
    Deodar Taluka Panchayat Pramukh Election: દિયોદર તાલુકા પંચાયત ઉપર કોંગ્રેસે કર્યો કબ્જો | Congress

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment