Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખુલ્લી તલવાર સાથેનો ભાજપના હારેલા ઉમેદવારનો વીડિયો વાઈરલ:જંબુસરની કાવી-2 બેઠક પર હાર બાદ વોટ્સએપ ગ્રુપમાં પાણી બંધ કરવાની ધમકી, AAPએ SP પાસે કાર્યવાહી કરવા માગ કરી

    2 days ago

    ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા હેઠળ આવતા દહેગામ વિસ્તારમાં ચૂંટણી પરિણામો બાદ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. કાવી-2 બેઠક પર પરાજય પામેલા ભાજપના ઉમેદવાર શકીલ અહેમદ મલેકનો તલવાર સાથેનો એક વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં સ્થાનિક સ્તરે ભયનું વાતાવરણ સર્જાયું છે. આ સાથે જ પરાજયનો બદલો લેવા ગામમાં પાણી પુરવઠો બંધ કરવાની ચીમકી આપતા મેસેજ પણ વહેતા થતા મામલો વધુ બિચક્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી (AAP)એ જિલ્લા પોલીસ વડા પાસે કાર્યવાહીની માગ કરી છે. ચૂંટણીમાં પરાજય બાદ વિવાદ મળતી વિગતો અનુસાર, તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કાવી-2 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સોહેલનો વિજય થયો હતો, જ્યારે ભાજપના શકીલ અહેમદ મલેકને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પરિણામો બાદ સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં એક વ્યક્તિ ખુલ્લેઆમ તલવાર લહેરાવતી જોવા મળી રહી છે, જેને પરાજિત ઉમેદવાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વધુમાં, વોટ્સએપ ગ્રુપોમાં ફરતા થયેલા મેસેજમાં આક્ષેપ કરાયો છે કે જે લોકોએ ભાજપને મત નથી આપ્યા, તેવા વિસ્તારોમાં પાણી કાપવામાં આવશે. રાજકીય પ્રતિક્રિયા અને આક્ષેપો આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારની પ્રવૃત્તિઓ મતદારોને ડરાવવાનો અને લોકશાહીના મૂલ્યોને દબાવવાનો હીન પ્રયાસ છે. તેમણે તંત્ર પાસે આ મામલે તટસ્થ અને કડક તપાસની માંગ કરી છે. પોલીસ કાર્યવાહી અને તપાસ ઘટનાની ગંભીરતાને જોતા કાવી પોલીસ હરકતમાં આવી છે. કાવી પોલીસ સ્ટેશનના PI કે.એન.ચૌધરીએ જણાવ્યું કે, વાઈરલ વીડિયોની સત્યતાની તપાસ કરવામાં આવી રહી છે. હાલ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ગતિમાં છે અને જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તણાવને જોતા વિસ્તારમાં શાંતિ જાળવવા પોલીસ દ્વારા બંદોબસ્ત પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ચૂંટણી બાદ લોકશાહીના પર્વમાં આ પ્રકારે શિસ્તભંગ અને હિંસક વલણ સામે આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર માટે અત્યારે શાંતિ જાળવવી એ સૌથી મોટો પડકાર બની રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પાલજ પાટીયા પાસે પુરપાટ દોડતી કારે બાઈક સવારને કચડ્યો:રાંધેજાના યુવકનું ટૂંકી સારવાર બાદ મોત, પ્રસંગમાંથી પરત ફરી રહેલા પરિવારમાં માતમ છવાયો
    Next Article
    સ્ટેન્ડિંગ ચેરમેનનું વિવાદાસ્પદ નિવેદન અને શાબ્દિક બગડાટી.:ભ્રષ્ટાચારના આક્ષેપો તો PM મોદી પર પણ થાય છે, મને બતાવો ક્યાં ભ્રષ્ટાચાર થયો છે: જૂનાગઢ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવી ઠાકરનો હૂંકાર,

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment