Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટર વાહન નિરીક્ષક વર્ગ-2ના 98 અધિકારીની બદલી, 85ને ઇન-સિટુ બઢતી:અમદાવાદ, સુરત, વડોદરા અને મહેસાણા સહિતની કચેરીઓ પ્રભાવિત, જુઓ લિસ્ટ

    12 hours ago

    ગુજરાતના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા મોટર વાહન નિરીક્ષક વર્ગ-2ના અધિકારીઓને લઈને મોટો વહીવટી નિર્ણય કરવામાં આવ્યો છે. વિભાગ દ્વારા કુલ 98 અધિકારીની બદલી અને 85 અધિકારીને ઇન-સિટુ બઢતી આપવાના હુકમો જારી કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી રાજ્યના મોટર વાહન વિભાગમાં મોટા પાયે વહીવટી ફેરફાર થશે. વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓને નવી જગ્યાએ નિમણૂક આપવામાં આવી છે, જ્યારે ઇન-સિટુ બઢતી મેળવનારા અધિકારીઓને તેમની હાલની જગ્યાએ રહીને બઢતીનો લાભ મળશે. આ નિર્ણયથી રાજ્યની વિવિધ પ્રાદેશિક અને જિલ્લા કચેરીઓમાં અધિકારીઓની જવાબદારી અને હોદ્દામાં ફેરફાર થશે. લિસ્ટ માટે ક્લિક કરો… મોટર વાહન નિરીક્ષક, વર્ગ-2 અધિકારી બદલી બદલી પામેલા અધિકારીઓની નવી કચેરીઓની યાદી જાહેર બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા અધિકૃત આદેશમાં અધિકારીઓની હાલની કચેરીની સામે તેમની નવી નિમણૂકની જગ્યાઓની વિગતો જાહેર કરાઈ છે. આ બદલીની યાદીમાં અમદાવાદ, સુરત, વડોદરા, નવસારી, મહેસાણા, પાલનપુર, વલસાડ સહિત રાજ્યના તમામ મુખ્ય જિલ્લાઓની કચેરીઓમાં ફરજ બજાવતા નિરીક્ષકોનો સમાવેશ થાય છે. વહીવટી તંત્રમાં ગતિશીલતા લાવવાનો હેતુ મોટર વાહન વિભાગના વર્ગ-2ના અધિકારીઓની મોટા પાયે થયેલી આ સામૂહિક બદલી પાછળ વહીવટી કામગીરીમાં પારદર્શકતા અને ગતિશીલતા લાવવાનો હેતુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. બદલીનો આદેશ તાત્કાલિક અસરથી અમલી બનશે અને તમામ સંબંધિત અધિકારીઓને તેમની નવી નિમણૂકની જગ્યાએ વહેલી તકે હાજર થઈ ફરજ સંભાળવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ઓક્સિજન માસ્ક પહેરી રેસ્ક્યુ હાથ ધર્યું:ગેંડા સર્કલ પાસે નિયો પ્લાઝા કોમ્પ્લેક્સના મીટરોમાં આગ લાગતા અફરાતફરી; ફાયર ટીમે 3 ફસાયેલા લોકોને બચાવ્યા
    Next Article
    'Akshay Kisi Ki Lene Dene Me Nahi Hai': Salman Khan On Koffee With Karan 9

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment