Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એર ઈન્ડિયાના મુસાફરો હવે ટર્મિનલ-2 પહોંચજો:અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ એક જ છત નીચે મળશે

    15 hours ago

    અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરી કરતા એર ઈન્ડિયાના પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર છે. એર ઈન્ડિયાએ તેની તમામ ડોમેસ્ટિક ફ્લાઈટની કામગીરી 29 માર્ચ, 2026થી ટર્મિનલ-1 (T1) પરથી ટર્મિનલ-2 (T2) પર શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી એર ઈન્ડિયાની માત્ર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ જ ટર્મિનલ-2 પરથી કાર્યરત હતી, પરંતુ હવે સાપ્તાહિક 210 જેટલી ડોમેસ્ટિક ફ્લાઈટ્સનું સંચાલન પણ અહીંથી જ કરવામાં આવશે. અદ્યતન સુવિધાઓનો લાભ મળશે મુસાફરોના અનુભવને વધુ બહેતર બનાવવાના આશય સાથે આ ફેરફાર કરવામાં આવ્યો છે. 49,000 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું ટર્મિનલ-2 આધુનિક સુવિધાઓથી સજ્જ છે. અહીં મુસાફરોને 52 ચેક-ઈન કાઉન્ટર, સેલ્ફ-બેગેજ ડ્રોપ કિઓસ્ક, ડિજીયાત્રા અને 17 ડિપાર્ચર ઇમિગ્રેશન કાઉન્ટર જેવી સુવિધાઓ મળશે. વધુમાં, આગમન અને પ્રસ્થાન માટે 8 ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ઇ-ગેટ્સ પણ કાર્યરત છે, જે મુસાફરીને ઝડપી અને સરળ બનાવશે. મુસાફરો માટે સૂચના એર ઈન્ડિયા દ્વારા તમામ મુસાફરોને SMS અને ઈ-મેઈલ દ્વારા આ ફેરફાર અંગે જાણ કરવામાં આવી રહી છે. છેલ્લી ઘડીની અસુવિધા ટાળવા માટે મુસાફરોને એરપોર્ટ પહોંચતા પહેલા પોતાના ટર્મિનલની વિગત બે વાર ચકાસી લેવા સલાહ આપવામાં આવી છે. હવેથી એર ઈન્ડિયાની તમામ ફ્લાઈટ્સ માટે માત્ર ટર્મિનલ-2નો જ ઉપયોગ કરવાનો રહેશે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:એલ.જે. કોલેજ પાસે મર્સિડીઝમાંથી લાશ મળી, શેઠ સી.એન.તાલીમી વિદ્યાલયના અધ્યાપક દ્વારા PTCની વિદ્યાર્થિનીની છેડતી
    Next Article
    Centre pushes PNG adoption; PMC clears way for pipeline expansion across Pune

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment