Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિસ્ટર પરફેક્શનિસ્ટ 'ધુરંધર 2'થી પ્રભાવિત:આમિર ખાને કહ્યું, 'ચારેબાજુથી વખાણ સાંભળી રહ્યો છું'; આખી ટીમને શુભેચ્છાઓ પાઠવી

    20 hours ago

    બોલિવૂડના 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' આમિર ખાને આદિત્ય ધરના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ 'ધુરંધર 2'ના વખાણ કર્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં આમિર ખાન મીડિયા સાથે વાતચીત કરતો જોવા મળી રહ્યો છે. આમિર ખાને ‘ધુરંધર’ના ખોબલે ખોબલે વખાણ કર્યા જ્યારે તેને 'ધુરંધર 2' વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું, 'મને જાણવા મળ્યું છે કે, ફિલ્મ ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે. જોકે, મેં હજી સુધી ફિલ્મ પોતે જોઈ નથી, પરંતુ હું ચારે બાજુથી ફક્ત તેના વખાણ જ સાંભળી રહ્યો છું.' આમિરે ફિલ્મની સફળતા પર ખુશી વ્યક્ત કરી અને ટીમની પ્રશંસા કરી. આમિરે ફિલ્મની આખી ટીમને અભિનંદન આપતા કહ્યું કે, ''ધુરંધર' અને 'ધુરંધર 2', બંનેએ જ અસાધારણ કામ કર્યું છે.' સાઉથથી બોલિવૂડ સુધી ફિલ્મનો ક્રેઝ ફક્ત આમિર ખાન જ નહીં, પરંતુ સાઉથ સિનેમાના સ્ટાર્સે પણ 'ધુરંધર 2'ના વખાણ કર્યા છે. રામ ચરણ, વિજય દેવરકોંડા, મહેશ બાબુ, એસ.એસ. રાજામૌલી અને અલ્લુ અર્જુન જેવા દિગ્ગજોએ ફિલ્મના સ્કેલ અને રણવીર સિંહની એક્ટિંગને 'ટોપ-નોચ' ગણાવી છે. ફિલ્મ વિવેચકોનું કહેવું છે કે, તેના એક્શન સિક્વન્સ અને ઇમોશનલ ડ્રામાએ દર્શકો સાથે ઊંડો સંબંધ બનાવ્યો છે, જે તેની સફળતાનું મુખ્ય કારણ છે. રામ ગોપાલ વર્માએ 'ગોડફાધર' ગણાવી ફિલ્મની ચર્ચા વચ્ચે ફિલ્મ મેકર રામ ગોપાલ વર્મા (RGV)નું નિવેદન પણ ખૂબ ચર્ચામાં છે. તેમણે 'ધુરંધર: ધ રિવેન્જ'ને ભારતીય સિનેમા માટે એક 'રીસેટ બટન' ગણાવ્યું છે. આરજીવીએ તેની સરખામણી ક્લાસિક ફિલ્મ 'ગોડફાધર' સાથે કરતા કહ્યું કે, 'આદિત્ય ધરે વાર્તા કહેવાની રીત અને ક્રાફ્ટને સંપૂર્ણપણે ફરીથી વ્યાખ્યાયિત કરી દીધું છે.' બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ કમાણી બોક્સ ઓફિસ પર ફિલ્મે 145 કરોડની રેકોર્ડ ઓપનિંગ કરી હતી. હવે તેણે સૌથી ઝડપી 1000 કરોડ રૂપિયા કમાવવાના મામલે 'પુષ્પા 2'ની બરાબરી કરી લીધી છે. 'ધુરંધર 2' દુનિયાભરમાં કમાણીના મામલે 10મી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    Kunal Kamra vs Ranveer Allahbadia: Latent के बाद Comedians का नुकसान? | Sundeep Sharma | Social List
    Next Article
    Editor's View: અલ્યા ભાઈ! તમે આવા કાં?:7 મુદ્દાથી સમજો કેવી રીતે ખૂંખાર બન્યા? ભત્રીજીએ કાળો ચિઠ્ઠો કાઢ્યો, આત્મશ્લાઘાની બીમારી ને પુતીન-જોંગથી એટ્રેક્શન

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment