Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૃષિ વિશેષ:ડુંગળીના વાવેતરમાં રાજ્યમાં 2 જિલ્લાનો હિસ્સો 89.25%

    2 days ago

    ભાવનગર જિલ્લામાં હવે ઉનાળુ પાકનું જોરશોરથી વાવેતર શરૂ થઇ ગયું છે અને ભાવનગર જિલ્લામાં કુલ વાવેતર 65,800 હેકટરમાં થયું છે. આ વર્ષે ઉનાળુ વાવેતરમાં માવઠાનું નડતર છતાં વાવેતરની સ્થિતિ પ્રમાણમાં સારી છે. સાથે ગરમી પડી રહી છે તેમજ પાણીની સ્થિતિ પણ સારી હોય વાવેતર વધી રહ્યું છે. આ વર્ષે ભાવનગર અને અમરેલી જિલ્લામાં થઇને ડુંગળીનું કુલ વાવેતર 9,300 હેકટરમાં થયું છે જે ગુજરાત રાજ્યના કુલ વાવેતર 8,300 હેકટરના 89.25 ટકા થાય છે એટલે કે બાકીના 10.75 ટકામાં સમગ્ર રાજ્યમાં ડુંગળીનુ઼ વાવેતર આવી જાય છે. ઉનાળુ વાવેતરની આગેકૂચ થઇ રહી છે. જેમાં બાજરો, ડુંગળી, મગફળી, મગ, શાકભાજી સહિતનુ઼ વાવેતર થઇ રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં બાજરાના વાવેતરમાં પણ ભાવનગર આગળના ક્રમે છે અને બાજરાના વાવેતરમાં ભાવનગર જિલ્લો 11,100 હેકટર સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં બાજરાનું કુલ વાવેતર 32,000 હેકટરમાં થયું છે. તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં 11,100 હેકટર એટલે કે ટકાવારીની દ્રષ્ટિએ 34.69 ટકા બાજરાનું વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે. ઉનાળુ મગફળીના વાવેતરમાં પણ ભાવનગર આગેકૂચ કરી રહ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળીના વાવેતરમાં 8,700 હેકટર સાથે ભાવનગર જિલ્લો પ્રથમ નંબરે છે. સૌરાષ્ટ્રમાં ઉનાળુ મગફળીનું કુલ વાવેતર 18,600 હેકટરમાં થયું હોય એકલા ભાવનગર જિલ્લામાં સૌરાષ્ટ્રભરની 46.77 ટકા વાવેતર થયું છે. સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા 30,600 હેકટર મગફળીના વાવેતર સાથે નંબર વન જિલ્લો છે. ભાવનગર જિલ્લામાં જળાશયોમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં પાણી ભરાયેલું છે ત્યારે ખેડૂતોએ ઉનાળુ પાકની વાવણી 65,800 હેકટર થઇ ગઇ છે. જેમાં બાજરી, મગફળી, ડુંગળી અને તલ મુખ્ય છે. સાથે શાકભાજી અને મગ પણ છે. જિલ્લામાં ક્યા પાકનું કેટલું વાવેતર શા માટે જિલ્લામાં વાવેતર વધ્યું ? ભાવનગરના શેત્રુંજી ડેમમાં પાણીનો પુરતો જથ્થો હોવાથી ઉનાળા દરમિયાન તળાજા અને મહુવા વિસ્તારના કમાન્ડ વિસ્તારને સિંચાઈ માટે પુરતું પાણી આપી શકાશે. આ ઉપરાંત જ્યાં કેનાલો કે નહેરોની સુવિધા નથી એવા સિહોર, પાલિતાણા, વલ્લભીપુર, અને રંઘોળા સહિતના વિસ્તારોમાં બોર અને કૂવામાંથી સિંચાઈ માટે પાણી મળી રહે તેમ છે. એટલે આ વખતે ઉનાળુ વાવેતરમાં વધારો થયો છે.
    Click here to Read More
    Previous Article
    મંડે પોઝિટીવ:ગોહિલવાડ પોલો ક્લબે 5 વર્ષમાં તાલીમથી તૈયાર કર્યા 75 રાઈડર
    Next Article
    સૌરાષ્ટ્ર સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ:સર ટી.હોસ્પિ.ના સત્તાધીશોનો અંધેર વહીવટ! લાખો રૂપિયાનું ફર્નિચર વરસાદમાં પલળી ગયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment