Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપીને 2 વર્ષની સખત કેદની સજા ફટકારી:નોટબંધીમાં બે હજારની 8 લાખની નોટો સાથે ઝડપાયો હતો, 50% ટેક્સ ભરીને નાણાં કાયદેસર કરવાનો વિકલ્પ નકાર્યો

    2 days ago

    નોટબંધીના સમયગાળા દરમિયાન રાજકોટ પોલીસ દ્વારા આરોપી અશોક કોશિયાને 8.35 લાખની રોકડ રકમ સાથે પકડવામાં આવ્યો હતો. આ રકમમાં તે સમયે નવી બહાર પડેલી બે હજારના દરની 400 નોટો એટલે કે 8 લાખ રૂપિયાનો સમાવેશ થતો હતો. આરોપીએ ત્રણ પરસ્પર વિરોધાભાસી વાતો કરી હતી આવકવેરા વિભાગ દ્વારા આરોપીના ત્રણ અલગ-અલગ તારીખોએ નિવેદનો નોંધવામાં આવ્યા હતા, જેમાં તેણે પરસ્પર વિરોધાભાસી વાતો કરી હતી. શરૂઆતમાં તેણે જણાવ્યું કે તે બાલાજી પ્રોવિઝન સ્ટોર્સ ચલાવે છે અને 3 લાખ રૂપિયા તેના મિત્ર પાસેથી લોન પેટે લીધા હતા, જ્યારે બાકીની રકમ ગ્રાહકો પાસેથી મળી હતી. બે હજારના દરની નવી નોટો ક્યાંથી આવી તેનો કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહી બાદમાં જ્યારે કેશ બુક અને બેંક બુક રજૂ કરાઈ, ત્યારે નોટબંધી પછી માત્ર 1.14 લાખ જેટલા રૂપિયા જ જમા થયેલા દેખાતા હતા. બાકીની બે હજારના દરની નવી નોટો ક્યાંથી આવી તેનો કોઈ સંતોષકારક ખુલાસો કે મિત્રની આર્થિક સક્ષમતાના પુરાવા આરોપી આપી શક્યો નહોતો. તેણે હિસાબી ચોપડા રાખવા બાબતે પણ ખોટા અને બદલાતા જવાબો આપ્યા હતા. 50 ટકા ટેક્સ ભરીને નાણાં કાયદેસર કરવાનો વિકલ્પ આપ્યો હતો તપાસ દરમિયાન આવકવેરા અધિકારીએ આરોપીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 50 ટકા ટેક્સ ભરીને આ નાણાં કાયદેસર કરવાનો વિકલ્પ આપ્યો હતો, પરંતુ ટેક્સ કન્સલ્ટન્ટ સાથે વાત કર્યા બાદ આરોપીએ આ યોજનાનો લાભ લેવાની ના પાડી દીધી હતી. અકારણીની કાર્યવાહી પેન્ડિંગ હોવા માત્રથી ગુનાહિત કેસની સુનાવણી અટકતી નથી આરોપીના વકીલે એવી દલીલ કરી હતી કે એસેસમેન્ટની અપીલ પેન્ડિંગ છે, તેથી ફોજદારી કાર્યવાહી ન થઈ શકે. જો કે મેજિસ્ટ્રેટ કોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો હવાલો આપતા જણાવ્યું હતું કે અકારણીની કાર્યવાહી પેન્ડિંગ હોવા માત્રથી ગુનાહિત કેસની સુનાવણી અટકી જતી નથી. આરોપી જાણીજોઈને ખોટા નિવેદનો આપી રહ્યો હતો તે સાબિત થાય છે. આથી મેજિસ્ટ્રેટ કોર્ટે સરકારી વકીલ ઉમાશંકર.આર.યાદવની દલીલો, સાક્ષીઓ અને પુરાવાઓ તપાસીને આરોપીને દોષિત જાહેર કરી 2 વર્ષની સખત કેદ અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ચોમાસા પૂર્વે 74 તાલુકામાં વરસાદ, હાલોલમાં 4.57 ઈંચ ખાબક્યો:ધોધમારની આગાહી સાથે 4 જિલ્લામાં ઓરેન્જ તો 9 જિલ્લામાં યલો એલર્ટ; છોટાઉદેપુર-નર્મદા સહિતમાં ધીમીધારે વરસાદ
    Next Article
    Gujarat Varsad News LIVE | વરસાદના તમામ મોટા સમાચાર | Weather Updates | Heavy Rains |News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment