Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2 દિવસીય ઓનલાઈન રિફ્રેશર કોર્સનું આયોજન કરાયું:યુનિ.ની ફાર્મસી ફેકલ્ટીના રિફ્રેશર કોર્સમાં 700 ફાર્માસિસ્ટ જોડાશે

    12 hours ago

    મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાર્મસી દ્વારા 26 અને 27 માર્ચે રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ માટે બે દિવસીય ઓનલાઈન રિફ્રેશર કોર્સનું આયોજન કરાયું છે. ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના સહયોગથી યોજાનારા કાર્યક્રમમાં અંદાજે 700 સહભાગીએ નોંધણી કરાવી છે. આ કોર્સનો મુખ્ય હેતુ ફાર્માસિસ્ટના વ્યાવસાયિક જ્ઞાન અને કુશળતામાં વધારો કરવાનો છે. બે દિવસ દરમિયાન ડ્રગ ડિલિવરી સિસ્ટમમાં નવીનતા, ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર, દવાઓનું માર્કેટિંગ, ડ્રગ-ફૂડ ઇન્ટરએકશન અને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ જેવા વિષયો પર નિષ્ણાતો વ્યાખ્યાન આપશે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. ભાલચંદ્ર એમ. ભાણગેના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલા આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ગિલ્બર્ટ મકવાન હાજર રહેશે. કાર્યક્રમના અંતે તમામ સહભાગીઓ માટે ઓનલાઈન પરીક્ષા યોજાશે. ફાર્મસી ફેકલ્ટીના હેડ અને ડીન ડૉ. કિર્તિ પટેલે જણાવ્યું હતું કે આવા રિફ્રેશર કોર્સ ફાર્માસિસ્ટને નવા વિકાસ અને નૈતિક પ્રથા વિશે અપડેટ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:દેશમાં રામજીની અભયમુદ્રામાં 2 જ પ્રતિમાઓ પૈકી એક દાંડિયાબજારમાં,અર્જુનના લાકડાથી મંદિરનું નિર્માણ થયું
    Next Article
    ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ’ કાર્યક્રમ યોજાયો:છોટાઉદેપુર જિલ્લાના સ્વાગત કાર્યક્રમમાં કુલ 17 પ્રશ્નો રજૂ કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment