Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કંસારા બજારમાં દુકાનમાંથી ચોરી કરનાર 2 સગીર સહિત 7 ઝડપાયા:આરોપીઓ ચાંદીના અને તાંબા-પિત્તળના વાસણની ચોરી કરતા, 5.15 લાખના મુદ્દામાલ કબજે કરી બે ગુનાનો ભેદ પોલીસે ઉકેલ્યો

    22 hours ago

    રાજકોટ શહેરના કંસારા બજારમાં દુકાનમાંથી રોકડ અને ચાંદીના તેમજ અન્ય ધાતુના વાસણોની ચોરી થઈ હતી. રાજકોટ એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં જે ગુનાનો ભેદ ઉકેલી બે સગીર સહિત સાત આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ₹ 5.15 લાખનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓએ દીવાનપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી પણ તાંબા પિત્તળના વાસણની ચોરી કરી હોવાનું સામે આવતા પોલીસે બે ગુનાનો ભે ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે. દોઢ લાખ રોકડ, ચાંદીના વાસણોની ચોરી થઈ હતી રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 જુલાઈ, 2026ના રોજ કંસારા બજારમાં દુકાનમાંથી રોકડ રકમ તેમજ ચાંદીના અને તાંબા પિત્તળના જુદા જુદા વાસણની ચોરી થયા અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી હતી. બાતમી મળતા બે સગીર સહિત સાત ઝડપાયા આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ચોરીના કેસમાં સંડોવાયેલા આરોપી અર્જુન ઉર્ફે ગોધરો બાંભણીયા, પૃથ્વી ઉર્ફે જીગર ઉર્ફે જીગો ધાંધલપરીયા, દિનેશ ઉર્ફે દીનો બરસાડીયા, કરણ ઉર્ફે તાંત્રિક વહાણેકિયા અને બે સગીર સહીત 7 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે રોકડ સહિત 5.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે ગણતરીની કલાકમાં ગુનાનો ભેદ ઉકેલી આરોપી પાસેથી ચોરી કરેલી 1.52 લાખ રોકડ તેમજ જુદા જુદા ચાંદીના તેમજ તાંબા પિત્તળના વાસણ સહીત 5.15 લાખનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ થોડા દિવસ અગાઉ દીવાનપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચોરી કરી હોવાની કબૂલાત આપતા પોલીસે એક સાથે બે ગુનાનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં પકડાયેલા આરોપી પૈકી અર્જુન ઉર્ફે ગોધરો વિરુદ્ધ અગાઉ પણ રાજકોટ શહેર પોલીસમાં અલગ અલગ ત્રણ ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. 2 જુલાઈ વેપારી બહારગામ હતાને ચોરી થઈ હતી ઉલ્લેખનીય છે કે, 2 જુલાઈના રોજ કંસારા બજારમાં ચોરીના બનાવમાં આરોપીઓ દ્વારા દુકાનના તાળા તોડી અંદર રાખેલા ચાંદીના અને જર્મન સિલ્વરના વાસણો, સિક્કા તેમજ ₹ 1.52 લાખની રોકડ રકમની ચોરી કરી હતી. આ ઘટનાની જાણ RMCના સફાઈ કર્મી દ્વારા દુકાન માલિકને કરવામાં આવી હતી. જેથી તાત્કાલિક બહારગામ ગયેલા વેપારી રાજકોટ આવી તપાસ કરતા ચોરી થયા અંગે જાણ પોલીસને કરી ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    મોદીએ સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું નિરિક્ષણ કર્યું:CG સેમિ. OSAT પ્લાન્ટમાં ચીપના ઉત્પાદનનો શુભારંભ કરાવ્યો, 4 મહિનામાં ત્રીજો પ્લાન્ટ શરૂ
    Next Article
    Ukraine Strikes Putin's Hometown, Says Russian Seizure Of Key Town A 'Lie'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment