Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ:સંગીની હબ-2ના પહેલા માળે 7 દુકાનો બળીને ખાખ, 24 ફાયર ફાઇટરે 3 કલાકે આગ કાબૂમાં લીધી; એક જવાન બેભાન

    12 hours ago

    સુરતમાં ફરી એકવાર કાપડ બજારમાં આગની ગંભીર ઘટના સામે આવી છે. સુરતની સંગીની હબ-2 ટેક્સટાઇલ માર્કેટના પહેલા માળે અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં સમગ્ર સંકુલમાં અફરાતફરી મચી ગઈ છે. ચાલુ માર્કેટ દરમિયાન લાગેલી આગને કારણે વેપારીઓ, ખરીદારો અને શ્રમિકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. આ ઘટનાની જાણ થતાં જ સુરતના અલગ-અલગ ફાયર સ્ટેશનો પરથી 10થી વધુ ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને 3-4 કલાકની જેહમત બાદ આગ કાબૂમાં આવી હતી. આ દુર્ઘટનામાં 7 દુકાનો બળીને ખાક થઈ ગઈ હતી. પહેલા માળેથી ધુમાડાના ગોટેગોટા નીકળતાં નાસભાગ મચી પ્રાપ્ત વિગતો અનુસાર, સંગીની હબ-2 ટેક્સટાઇલ માર્કેટમાં સામાન્ય દિવસની જેમ ધમધમાટ ચાલી રહ્યો હતો ત્યારે માર્કેટના પહેલા માળે આવેલી દુકાનમાંથી અચાનક ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા ચારેતરફ ફેલાઈ ગયા હતા. ધુમાડો સમગ્ર બિલ્ડિંગમાં પ્રસરી જતાં શ્વાસ લેવામાં પણ તકલીફ ઊભી થઈ હતી, જેને પગલે માર્કેટમાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા હતા. 15થી વધુ ફાયર ફાઇટરો ઘટનાસ્થળે ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર કંટ્રોલ રૂમ દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી 15થી વધુ ફાયર ટેન્ડરો તાબડતોબ ઘટનાસ્થળે રવાના કરાયા હતા. ફાયર જવાનોએ તાત્કાલિક માર્કેટ ખાલી કરાવીને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. કાપડનો મોટો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી આગળ વધી રહી છે, જેને રોકવા માટે ફાયર વિભાગ દ્વારા ચારેય તરફથી પાણીનો સતત મારો ચલાવવામાં આવી રહ્યો છે. જોકે, હજુ સુધી આગ સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી શકી નથી અને તેને કાબૂમાં લેવાના સઘન પ્રયાસો ચાલુ છે. દિવાળી અગાઉ ઘટનાથી વેપારીઓમાં ભારે ફફડાટ દિવાળી તહેવાર પહેલા માર્કેટમાં કરોડો રૂપિયાના કાપડનો સ્ટોક હોવાથી આગ અન્ય દુકાનોમાં ફેલાય નહીં તે માટે વેપારીઓમાં ભારે ચિંતા અને ભયનો માહોલ સર્જાયો છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળે ફાયરના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પોલીસનો કાફલો પણ પહોંચી ગયો છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ જ નુકસાનીનો સાચો આંકડો જાણી શકાશે. ફાયરના જવાનને બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાયો ડિવિઝનલ ફાયર ઓફિસર ક્રિષ્ણા મોડે જણાવ્યા મુજબ, પાંચ-સાત દુકાનો ભેગી કરીને બનાવેલી એક દુકાનના માળિયામાં (મેઝેનાઇન ફ્લોર) આ આગ ભભૂકી ઊઠી હતી, જે જોતજોતામાં આખી દુકાનમાં ચારેય તરફ ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. દુકાનમાં સિન્થેટિક કાપડ, સાડીઓ અને રો-મટિરિયલનો જથ્થો હોવાને કારણે ભારે ધુમાડો, હીટ અને રેડિયેશન સર્જાયા હતા, જેનાથી કામગીરી ખૂબ પડકારજનક બની હતી. ફાયર ટીમે એક તરફથી સ્પ્રે અને અન્ય લાઇનથી વોટર અટેક કરીને તેમજ બહારથી બ્રોન્ટો અને ટીએલટી (સ્કાઈલિફ્ટ) જેવા સાધનોનો ઉપયોગ કરીને આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. આ ફાયર ફાઇટિંગ દરમિયાન ફાયર વિભાગના એક કર્મચારી રાજેશ ડાભી ફસાઈ જતાં તેમને રેસ્ક્યુ કરી તાત્કાલિક સ્મિમેર હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમની હાલત સામાન્ય અને સ્થિર છે. 3-4 કલાકે આગ કાબૂમાં લીધી બિલ્ડિંગની ફાયર સેફ્ટી સિસ્ટમ કાર્યરત હોવાથી ફાયર ફાઈટરોને પાણી ભરવામાં અને કામગીરી કરવામાં ઘણી મદદ મળી હતી. બપોરે આશરે 3 વાગ્યે લાગેલી આ આગ પર કાબૂ મેળવતાં ફાયર વિભાગને આશરે 3થી 4 કલાક જેટલો સમય લાગ્યો હતો અને સાંજ સુધીમાં સમગ્ર પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં લઈ લેવામાં આવી હતી. વિમલ સિંગ (વેપારી) એ જણાવ્યું હતું કે, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી છે કે અન્ય કોઈ કારણસર, તે હજુ ચોક્કસ જાણી શકાયું નથી અને તપાસ બાદ જ સાચી હકીકત સામે આવશે. તેમણે જણાવ્યું કે આ આગની દુર્ઘટનામાં અંદાજે કરોડો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન થયું છે. વેપારીઓમાં ગભરાટ અને ચિંતાનો માહોલ ફેલાયો તેઓ જણાવે છે કે, દિવાળીના તહેવારની સીઝન હોવાના કારણે વેપારીઓ મોટા પ્રમાણમાં માલ મંગાવી રહ્યા છે. ગોડાઉનની અંદર, માળિયાં બનાવીને તેમજ બહાર ખુલ્લા પેસેજમાં પણ નિયમો વિરુદ્ધ મર્યાદા બહાર માલ ઠાંસી-ઠાંસીને ભરી દેવામાં આવે છે. આવા ભરાવાના કારણે જ્યારે આગ લાગે છે ત્યારે ફાયર બ્રિગેડના જવાનોને અંદર પાણીનો છંટકાવ કરવામાં ભારે મુશ્કેલી પડે છે, જેનાથી ગંભીર સ્થિતિ અને જાનહાનિ થવાનું મોટું જોખમ ઊભું થાય છે. તેમણે માંગ કરી છે કે, આ સમગ્ર મામલાની કાયદેસર અને ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ તેમજ વેપારીઓએ પણ સુધારો કરીને ગોડાઉનમાં બિનજરૂરી વધારે પડતો માલ ભરવાથી બચવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે કાપડ માર્કેટમાં આવી ઘટનાઓ અવારનવાર બની રહી છે. આ પહેલાં પણ શ્યામ સંગ્રીલા, રિજેન્ટ માર્કેટ અને સાલાસર માર્કેટમાં આગ લાગી ચૂકી છે, જેના કારણે તહેવાર ટાણે વેપારીઓમાં ભારે ગભરાટ અને ચિંતાનો માહોલ ફેલાયો છે.
    Click here to Read More
    Previous Article
    ઉપરકોટ કિલ્લાના જીર્ણોદ્ધારને 3 વર્ષ પૂર્ણ, ભવ્ય ઉજવણી. ​:ઉપરકોટ કિલ્લામાં પ્રવાસીઓ માટે નવા આકર્ષણો ઉમેરાયા: 18.5 લાખથી વધુ પ્રવાસીઓએ લીધો આનંદ, આગામી વર્ષે 40 ઇવેન્ટ્સનું આયોજન.
    Next Article
    બનાસકાંઠા ભાજપે કોંગ્રેસના આક્ષેપો સામે પલટવાર કર્યો:જિલ્લા પંચાયત પ્રમુખે રાહુલ ગાંધી અને ચૂંટણી પંચ પરના આરોપોનો જવાબ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment