Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાહેરમાં કચરો-ગંદકી કરનાર દુકાનદારો સામે પાલિકાની કડક કાર્યવાહી:દુકાન બહાર 2 ડસ્ટબિન ફરજિયાત જનમહલની 7 સહિત 23 દુકાન સીલ

    15 hours ago

    શહેરને સ્વચ્છ રાખવા પાલિકાએ જાહેર માર્ગો પર કચરો-ગંદકી કરનારા વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. હવે દરેક દુકાનદારે દુકાનની બહાર ભીના અને સૂકા કચરા માટે બે ડસ્ટબિન રાખવાનાં રહેશે. ઉપરાંત દુકાનની આસપાસના 10 મીટર વિસ્તારમાં કચરો કે ગંદકી રાખી શકાશે નહીં. પાલિકાએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2026ના નિયમ 4(1) અને 4(8) મુજબ સૂચના જાહેર કરી છે. બીજી તરફ પશ્ચિમ અને પૂર્વ ઝોનના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગ પર કચરો નાખવા, ગંદકી કરવા બદલ 23 દુકાનો-એકમોને સીલ કરવામાં આવ્યાં હતાં. વોર્ડ 10ના વાસણા-તાંદલજા રોડ પર જાહેર માર્ગ પર કચરો નાખી ગંદકી કરવા બદલ સેનેટરી અને સોલિડ વેસ્ટ ટીમે 3 એકમો સીલ કર્યાં હતાં. જેમાં પાનની 2 દુકાન અને ચાની 1 દુકાનનો સમાવેશ થાય છે. આ જ રીતે વોર્ડ 11ના મકરંદ દેસાઈ રોડ અને દિવાળીપુરા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી. દિવાળીપુરામાં ગંદકી બદલ 1 સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ, 2 અન્ય દુકાનો અને 3 લારીવાળાઓ મળી કુલ 6 એકમો સીલ કરાયાં હતાં. સૌથી મોટી કાર્યવાહી વોર્ડ 14ના સંત કબીર રોડ અને ગેંડીગેટ વિસ્તારમાં થઈ હતી. જ્યાં જાહેરમાં ગંદકી કરવા બદલ 14 દુકાનોને નોટિસ આપીને સીલ કરવામાં આવી હતી. જાહેર માર્ગ પર કાટમાળ, સીએન્ડડી વેસ્ટ અને સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગ બદલ બદલ 45 હજારનો દંડ શહેરમાં જાહેર માર્ગો પર કચરો, કાટમાળ અને CD વેસ્ટ ઠાલવનારા તેમજ સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારાઓ સામે પાલિકાએ દંડાત્મક કાર્યવાહી કરી છે. વોર્ડ 11માં મકરંદ દેસાઈ રોડ પર CD વેસ્ટ નાખવા બદલ 10 હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે દિવાળીપુરામાં ગંદકી કરવા બદલ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરાં, અન્ય 2 દુકાનો અને 3 લારી મળી કુલ 6 એકમો સીલ કરી રૂા.12 હજારનો દંડ લેવાયો હતો. તેવી રીતે વોર્ડ 12માં વડસર રોડ પર જાહેરમાં બિલ્ડિંગ મટિરિયલ નાખવા બદલ ₹20 હજારનો દંડ વસૂલાયો હતો. મિનિ વડસર બ્રિજ પાસે ન્યૂ પંજાબી રેસ્ટોરાંમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક જપ્ત કરી ₹3 હજારનો દંડ વસૂલાયો હતો. ફતેગંજમાં ગંદકી બદલ 4 દુકાનોને સીલ કરાઈ પાલિકાની વોર્ડ-3 ટીમે સયાજીગંજ અને ફતેગંજમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. સયાજીગંજ જનમહલમાં વારંવાર સૂચના છતાં ગંદકી કરાતી હોવાથી 7 દુકાનો સીલ કરાઈ હતી. જ્યારે ફતેગંજમાં ગંદકી બદલ 4 દુકાનો બંધ કરાવી હતી. ઉપરાંત એક ફાર્મસીને ગંદકી મામલે નોટિસ ફટકારવામાં આવી હતી. ટીમની કાર્યવાહીના પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. નોલેજ 1. નિયમ 4(1) — સ્ત્રોત પર જ કચરાનું વર્ગીકરણ બાંધકામ અને બગીચાનો કચરો | મકાન તોડફોડનો કચરો (CD) અને બગીચાનાં સૂકાં પાંદડાં/ડાળખીઓને અલગ રાખવાં. 2. નિયમ 4(8) — યુઝર ફીની ચુકવણી
    Click here to Read More
    Previous Article
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું:બ્લાસ્ટમાં 15 વર્ષના વિદ્યાર્થીનો હાથ ઊખડી ગયો; 5 હજારની ધરપકડ, ધરપકડ કરાયેલા લોકોમાંથી 87% સગીર
    Next Article
    INDIA bloc protest in Delhi | Gyanesh Kumar ને હટાવવા વિપક્ષી પાર્ટીનું હલ્લાબોલ | Congress | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment