Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેલ કામગીરીથી ટ્રેન સેવા પ્રભાવિત:મદાર–પાલનપુર વચ્ચે બ્રિજ કામગીરીને લઈને 2 ટ્રેનો રદ અને 6ના રૂટ બદલાયા

    20 hours ago

    ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર રેલ મંડળ હેઠળ મદાર–પાલનપુર રેલખંડ પર આવેલા આઉવા અને ભિંવાલિયા સ્ટેશનો વચ્ચેના બ્રિજ નં.605 પર આરસીસી બોક્સ મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ માટે જરૂરી બ્લોક લેવામાં આવતા ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાંથી પસાર થતી 2 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે, જ્યારે 6 ટ્રેનોના રૂટમાં ફેરફાર કરાયો છે. - 19223 સાબરમતી–જમ્મુ તવી એક્સપ્રેસ 15 મેના રોજ મહેસાણા–ભીલડી–લૂણી માર્ગે દોડશે. - 12462 સાબરમતી–જોધપુર એક્સપ્રેસ 15 મેના રોજ મહેસાણા–ભીલડી–લૂણી માર્ગે દોડશે. - 14707 હનુમાનગઢ–દાદર રણકપુર એક્સપ્રેસ 15 મેના રોજ લૂણી–ભીલડી–મહેસાણા માર્ગે દોડશે. - 20496 હડપસર–જોધપુર એક્સપ્રેસ 14 મેના રોજ મહેસાણા–ભીલડી–લૂણી માર્ગે દોડશે. - 20943 બાંદ્રા ટર્મિનસ–ભગત કી કોઠી એક્સપ્રેસ 14 મેના રોજ મહેસાણા–ભીલડી–લૂણી માર્ગે દોડશે. - 14701 શ્રીગંગાનગર–બાંદ્રા ટર્મિનસ અરાવલી એક્સપ્રેસ 14 મેના રોજ અજમેર–ચિત્તૌડગઢ–રતલા મ–વડોદરા માર્ગે દોડશે. સંપૂર્ણ રદ્દ રહેનારી ટ્રેનો - 14822 સાબરમતી–જોધપુર એક્સપ્રેસ 15 અને 16 મે, 2026ના રોજ રદ્દ રહેશે. - 14821 જોધપુર–સાબરમતી એક્સપ્રેસ 14 અને 15 મે, 2026ના રોજ રદ્દ રહેશે.
    Click here to Read More
    Previous Article
    ગુરુકુલ મહિલા કોલેજ સેમેસ્ટર 2 નું પરિણામ જાહેર:હોમ સાયન્સ વિભાગની વિદ્યાર્થીનીઓએ મેળવી ઝળહળતી સફળતા
    Next Article
    Rajkot Petrol Price Hike News | રાજકોટમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો |Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment