Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત:પતિની સારવાર માટે માસીયાઈ ભાઈ પાસેથી 2 લાખ વ્યાજે લીધા'તા, 6 લાખની ઉઘરાણી કરી મારી નાખવા ધમકી આપતા ફરિયાદ

    8 hours ago

    રાજકોટ શહેરમાં વધુ એક વ્યાજખોરીની ઘટના સામે આવી છે જેમાં મવડી વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાના પતિની સારવાર માટે માસીયાઈ ભાઈ પાસેથી વ્યાજે લીધેલા રૂપિયા 2 લાખનું 6 લાખ વ્યાજ માંગી પઠાણી ઉઘરાણી કરી આરોપી માસીયાઈ ભાઈ દ્વારા પોલીસ ચોકીની બહાર પતિ-પત્નીને મારી નાખવાની ધમકી આપતા તાલુકા પોલીસે માનીલેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સારવાર માટે લીધેલી મદદ આફત બની રામ પાર્કમાં રહેતા ડિમ્પલબેન પાંભરના પતિ વિપુલભાઈ દોઢ વર્ષ પહેલા એક ઝઘડામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. હોસ્પિટલના ખર્ચ માટે પૈસાની જરૂર પડતા ડિમ્પલબેને તેમના માસીના દીકરા ભાવિન અશોક ટીટીયા પાસેથી ₹2 લાખ વ્યાજે લીધા હતા. શરત મુજબ દર મહિને ₹6,000 વ્યાજ ચૂકવવાનું નક્કી થયું હતું. ધમકી આપી 5 તોલાનું મંગળસૂત્ર પડાવ્યું એક મહિનો વ્યાજ ચૂકવ્યા બાદ આર્થિક ખેંચને કારણે જ્યારે ડિમ્પલબેન વ્યાજ ન ભરી શક્યા, ત્યારે આરોપી ભાવિન ઘરે આવી ગાળાગાળી કરવા લાગ્યો હતો. તેણે પથારીવશ પતિને છરીના ઘા ઝીંકી દેવાની ધમકી આપી ડિમ્પલબેનના ગળામાંથી 5 તોલાનું સોનાનું મંગળસૂત્ર બળજબરીથી કઢાવી લીધું હતું. બાદમાં આ મંગળસૂત્ર ગીરવે મૂકી દઈ દર મહિને ઓનલાઇન હપ્તા ભરવા દબાણ કર્યું હતું. ₹2 લાખ સામે ₹6 લાખની પઠાણી ઉઘરાણી જ્યારે ડિમ્પલબેન પાસે મૂળ રકમ ₹2 લાખની સગવડ થઈ અને તેમણે પોતાનું મંગળસૂત્ર પરત માંગ્યું, ત્યારે આરોપીએ અસલી રુપ દેખાડ્યું હતું. આરોપી ભાવિને વ્યાજ ગણીને કુલ ₹6 લાખની માંગણી કરી હતી અને કહ્યું હતું કે જ્યાં સુધી પૂરા પૈસા નહીં મળે ત્યાં સુધી ઘરેણું પરત નહીં મળે. પોલીસ ચોકીની બહાર જ જાનથી મારી નાખવાની ધમકી આ ત્રાસથી કંટાળીને મહિલાએ પોલીસમાં અરજી કરી હતી. ગત 18 તારીખે જ્યારે બંને પક્ષોને મોટા મવા પોલીસ ચોકી ખાતે સમાધાન માટે બોલાવવામાં આવ્યા, ત્યારે આરોપી ભાવિન તેના વકીલો સાથે ત્યાં પહોંચ્યો હતો. પોલીસ ચોકીના ગ્રાઉન્ડમાં જ આરોપીએ ફરિયાદી અને તેના પતિને "કેમ ફરિયાદ કરી?" તેમ કહી જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલમાં તાલુકા પોલીસે ડિમ્પલબેનની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે અને ફરાર આરોપી ભાવિન ટીટીયાની શોધખોળ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:અલગ 'ખોડલધામ'ના વિચારને ધીરુ ગજેરાએ સમાજ માટે જોખમી ગણાવ્યો, ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવા વેપારીઓએ PMને લોહીથી પત્ર લખ્યો
    Next Article
    Israel Kills Hezbollah Commander In First Strike On Beirut Amid Ceasefire

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment