Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2થી 6 સપ્ટેમ્બર રાજકોટમાં જામશે જન્માષ્ટમીના લોકમેળાનો રંગ:15 લાખ મુલાકાતીઓ માટે 15 સ્થળોએ ફ્રી પાર્કિંગ, AI અને 14 વોચ ટાવરથી થશે ક્રાઉડ કંટ્રોલ

    4 days ago

    રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ મેદાનમાં આગામી તારીખ 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાતીગળ જન્માષ્ટમી લોકમેળો યોજાવા જઈ રહ્યો છે. પાંચ દિવસ દરમિયાન અંદાજે 15 લાખથી વધુ માનવમેદની આ મેળાનો આનંદ માણશે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મેદાન સંપૂર્ણપણે ખાલી કરાવીને તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દેવાયું છે. મેદાનમાં વિશાળ ડોમ ઊભા કરવાની કવાયત તેજ બની છે અને રાઇડ્સ માટે રાજસ્થાનથી સાધન-સામગ્રી ભરેલી ટ્રકો પણ આવી પહોંચી છે. તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહેતાં રંગીલા રાજકોટવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાહનચાલકોની સુવિધા માટે 15 થી વધુ સ્થળોએ ફ્રી પાર્કિંગ વ્યવસ્થા મેળામાં ઉમટનારા લાખો મુલાકાતીઓને ટ્રાફિક કે પાર્કિંગની કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા રેસકોર્સની આસપાસ 15 થી વધુ સ્થળો પર નિઃશુલ્ક પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવશે. લોકમેળામાં કુલ 228 સ્ટોલ અને પ્લોટ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાં ડ્રો દરમિયાન બાકી રહી ગયેલા રમકડાંના 5 પ્લોટ હવે ફાળવવામાં આવશે. આ એક સ્ટોલની નિયત કિંમત રૂ. 45 હજાર રાખવામાં આવી છે, જેથી નાના વેપારીઓ પણ આ લોકમેળામાં પોતાનો વ્યવસાય શરૂ કરી શકે. AI ટેક્નોલોજી અને 14 વોચ ટાવર મારફતે અભેદ્ય સુરક્ષા કવચ રાજકોટ કલેક્ટર તંત્ર અને લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા સમગ્ર પરિસરમાં બાજ નજર રાખવા માટે 14 જેટલા હાઈટેક વોચ ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે. આ વખતે પ્રથમવાર ભીડ નિયંત્રણ અને મોનિટરિંગ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટનાને તાત્કાલિક રોકી શકાય. આ ઉપરાંત મુલાકાતીઓની સંપૂર્ણ સુરક્ષા, ફાયર સેફ્ટી અને ઇમરજન્સી કોરિડોર જેવી બાબતોનું ઝીણવટભર્યું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. ચોવીસે કલાક સફાઈ અને શુદ્ધ ખાદ્ય સામગ્રી માટે વિશેષ ચેકિંગ મેળા પરિસરમાં સ્વચ્છતા જાળવવા માટે રાઉન્ડ ધ ક્લોક સફાઈ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કચરાનો યોગ્ય નિકાલ થઈ શકે. મુલાકાતીઓને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે ફૂડ વિભાગ દ્વારા વિવિધ સ્ટોલ પર નિયમિત અને આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવશે. રંગીલા રાજકોટનો આ ભાતીગળ મેળો લોકો માટે સુરક્ષિત અને યાદગાર બની રહે તે માટે સમગ્ર વહીવટી તંત્ર ખડેપગે કામગીરી કરી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    દારૂબંધીવાળા ગુજરાતમાં પોલીસે કહ્યું- બારકોડ'8901522000665' નંબરની બોટલનો દારુ પીશો નહીં:નકલી ઇંગ્લિશ દારુ બન્યો તે ઘરે પહોંચ્યું ભાસ્કર; ભાવનગર LCB PI સસ્પેન્ડ
    Next Article
    મોરબીમાં 'બહેતર સિટી' અભિયાન શરૂ:યુથ કોંગ્રેસની ટીમ લારીવાળા, રિક્ષાવાળાથી લઈ નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચી પ્રશ્નો સાંભળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment