Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજુલા હાઇવે પર 2 સિંહનું સુરક્ષિત ક્રોસિંગ:ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે 51 પર વનવિભાગની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી

    3 days ago

    ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે 51 પર વનવિભાગની સતર્કતાને કારણે એક મોટી દુર્ઘટના ટળવાના સમાચાર સામે આવ્યા છે. રાજુલા રેન્જના છતડીયા અને હિંડોરણા ગામ વચ્ચે મધરાત્રે બે સિંહ અચાનક હાઇવે પર આવી ચડ્યા હતા. જોકે, પેટ્રોલિંગ કરી રહેલી વનવિભાગની ટીમે તાત્કાલિક મોરચો સંભાળીને બંને સિંહને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવ્યો હતો, જેના કારણે વન્યજીવ અને વાહનચાલકો બંને સુરક્ષિત રહ્યા છે. હાઇવે પર સિંહોની અવરજવરથી વનવિભાગ એલર્ટ મોડ પર અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ પંથકમાંથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અવારનવાર સિંહો રોડ ક્રોસ કરતા હોય છે. ભૂતકાળમાં વાહનોની અડફેટે આવી જવાથી અનેક વનરાજોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આવી ઘટનાઓ ફરી ન બને તે માટે પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના DCF ચિરાગ અમીનના નેતૃત્વ અને ACF વિરલ સિંહ ચાવડાના સુપરવિઝન હેઠળ રાજુલા RFO ડી.કે. મકવાણાની ટીમ દ્વારા હાઇવે પર રાત્રિ પેટ્રોલિંગ સખત કરી દેવામાં આવ્યું છે. વાહનોની ગતિ તેજ હોવાથી મોટી દુર્ઘટના થવાનો પૂરો ભય 23 જૂનના રોજ મધરાત્રે અંદાજે 12 વાગ્યે રાજુલા1 બીટ હેઠળ આવતા નેશનલ હાઇવે 51 પર હિંડોરણા નજીક બે માદા સિંહ અચાનક રોડ પર આવી ગઈ હતી. હાઇવે પર વાહનોની ગતિ તેજ હોવાથી મોટી દુર્ઘટના થવાનો પૂરો ભય હતો. લોકેશન પર સતત નજર રાખી રહેલા વનવિભાગના ટ્રેકર્સ અને રોડ મિત્રો તુરંત જ એક્શનમાં આવ્યા હતા. વનકર્મીઓએ હાઇવે પર બંને તરફથી આવતા વાહનોની ગતિ ધીમી પાડીને અવરજવર નિયંત્રિત કરી હતી. સિંહો કોઈપણ પ્રકારના ગભરાટ વગર અને અકસ્માત વિના રોડ ક્રોસ કરી શકે તેવું સુરક્ષિત વાતાવરણ પૂરું પાડ્યું હતું. આ સફળ ઓપરેશનમાં સ્થળ પર હાજર ટ્રેકર રામકુભાઈ તેમજ રોડમિત્ર લાલભાઈ અને મિતભાઈની સમયસૂચકતા સરાહનીય રહી હતી, જેમણે સિંહોને સલામત રીતે વન વિસ્તાર તરફ રવાના કર્યા હતા. વન્યજીવ સંરક્ષણની દૃષ્ટિએ મોટી સફળતા વનવિભાગની આ ત્વરિત અને સચોટ કામગીરીને વન્યજીવ સંરક્ષણ તેમજ માર્ગ સલામતીની દૃષ્ટિએ એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે વનવિભાગના આ એલર્ટ મોડ અને સિંહ પ્રેમી સ્ટાફની કામગીરીના વ્યાપક વખાણ થઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Assam HSLC 10th Compartment Result 2026 Date, Time: How to check marks at sebaonline.org
    Next Article
    NEET retest: Mobile phone confiscated from candidate at Pune test centre

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment