Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં અંધારપટ સાથે ધોધમાર વરસાદ, 2 કલાકમાં વટવા-લાંભામાં 5 ઇંચ:શહેરમાં સરેરાશ 1 ઈંચ, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા; આગામી 3 કલાક માટે રેડ એલર્ટ

    17 hours ago

    અમદાવાદમાં આજે કાળા ડિબાગ વાદળોની ઘેરાબંધી અને કાળાધબ્બ અંધારપટ વચ્ચે ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગે શહેરમાં બપોરે 1 વાગ્યા સુધી આગામી ત્રણ કલાક માટે અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. કાળઝાળ અંધારું અને ઘટેલી વિઝિબિલિટીને કારણે વાહનચાલકો માટે રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. પશ્ચિમ વિસ્તારમાં વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકો અટવાયા શહેરના પશ્ચિમ ભાગમાં આવેલા હેલ્મેટ સર્કલ, ગુરુકુળ રોડ, ગુજરાત યુનિવર્સિટી, વિજય ચાર રસ્તા, અંધજન મંડળ, સેટેલાઈટ, શિવરંજની, વેજલપુર, જોધપુર, પ્રહલાદ નગર અને ઈસ્કોન સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. સમગ્ર એસ.જી. હાઈવે પર અંધારપાટ છવાઈ જવાના કારણે વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકોને વાહનો ચલાવવામાં ભારે મુશ્કેલી પડી હતી અને નોકરી-ધંધે જતાં લોકો અટવાયા હતા. પૂર્વ અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ હવામાન વિભાગની આગાહી અનુસાર પૂર્વ અમદાવાદના વસ્ત્રાલ, હાથીજણ, ઓઢવ, નિકોલ, ઈસનપુર, મણિનગર, નારોલ અને વટવામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. આ ઉપરાંત નરોડા પાટિયા, નરોડા ગામ અને કુબેરનગર ITI વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાર્વત્રિક વરસાદના કારણે વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાબરમતી નદીનું જળસ્તર 129 ફૂટ રાખવામાં આવ્યું છે. આ સાથે જ નદીમાં પાણીનું સ્તર નિયંત્રિત કરવા માટે વાસણા બેરેજના ત્રણ દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. બે કલાકમાં વટવા અને લાંભામાં 5 ઇંચ વરસાદ પડ્યો શહેરમાં સવારે 6:00 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં સરેરાશ સવા ઇંચ વરસાદ પડ્યો છે. પેલા બે કલાકમાં અમદાવાદમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. માત્ર બે કલાકમાં વટવા અને લાંભામાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જોધપુર, શિવરંજની, માણેકબાગ, પ્રહલાદ નગર, સેટેલાઈટ, નેહરુ નગર એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે જશોદાનગર ઇન્દ્રપુરી, સીટીએમ, સહિતના વિસ્તારોમાં પણ અઢી ઇંચ થી વધુ વરસાદ પડ્યો છે. વસ્ત્રાલ, રામોલ, બોપલ, પાલડી, આશ્રમરોડ, વાસણા, ફતેપુરા, બોડકદેવ વસ્ત્રાપુર માનસી સર્કલ સહિતના વિસ્તારોમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. અમદાવાદના વરસાદની તસવીરો ઈમરજન્સી માટે આ નંબર પર સંપર્ક કરો
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ ઘેરાયું કાળાડિબાંગ વાદળોમાં:ભરૂચમાં પાણીના પ્રવાહમાં 8 કાર ખાબકી; ઠેરઠેર પાણી ભરાતા વાહનો બંધ પડ્યા
    Next Article
    સિલ્વર ઓક યુનિવર્સિટીમાં ‘કલ્પવૃક્ષ 2.0’ કોન્ક્લેવમાં 7,000 વિદ્યાર્થીઓ જોડાયા:43 ઇવેન્ટ્સમાં ટેક્નોલોજી, મેનેજમેન્ટ અને કાયદા સહિતના ક્ષેત્રો આવરી લેવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment