Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બરોડા પ્રીમિયર લીગ સીઝન-2માં અક્ષય મોરેની તોફાની સદી:43 બોલમાં 102 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી, અમી સુપર એવેન્જર્સની પ્રથમ જીત, પૃથ્વી પેન્થર્સને 74 રને હરાવ્યું

    1 week ago

    વડોદરા શહેરના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 5 જૂનના રોજ રમાયેલી બરોડા પ્રીમિયર લીગ (BPL) સીઝન-2ની નવમી મેચ અને દિવસની પ્રથમ મેચમાં અમી સુપર એવેન્જર્સ પૃથ્વી પેન્થર્સને 74 રને હરાવી ટુર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીત નોંધાવી છે. પ્રથમ બેટિંગ કરતા અમી સુપર એવેન્જર્સ 20 ઓવરમાં 218 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો, જે BPL સીઝન 1 અને 2નો એલેમ્બિક વોરિયર્સ પછી બીજો સૌથી વધુ સ્કોર છે. ટીમ માટે અક્ષય મોરેએ માત્ર 43 બોલમાં 102 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી, જેમાં 11 છગ્ગા અને 2 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ BPL સીઝનની એલેમ્બિક વોરિયર્સેના લક્ષ્યજીત પાધિયાર અને ધ્રુવ એન.પટેલ પછીની ત્રીજી સદી છે અને BPL ઇતિહાસની સૌથી ઝડપી સદી તરીકે નોંધાઈ. જ્યોત્સ્નિલ સિંહ પણ 42 બોલમાં 65 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. 219 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પૃથ્વી પેન્થર્સની ટીમ 17.5 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. નારાયણ કાર્તિકેય 13 બોલમાં 31 રનની લડાયક ઇનિંગ્સ રમી હતી. અમી સુપર એવેન્જર્સ તરફથી ચિંતલ ગાંધી અને શિવમ ભારદ્વાજે 3-3 વિકેટ ઝડપી મેચમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે પૃથ્વી પેન્થર્સ તરફથી વિશાલ સોલંકીએ 2 વિકેટ ઝડપી હતી. આક્રમક પ્રદર્શન બદલ અક્ષય મોરેને તેમની શાનદાર સદી બદલ ‘મેન ઑફ ધ મેચ’ અને ‘બેસ્ટ સ્ટ્રાઇકર’નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ‘બેસ્ટ બોલર’નો એવોર્ડ શિવમ ભારદ્વાજને જ્યારે ‘ગ્રીન ડોટ એવોર્ડ’ આર્યન ચાવડાને આપવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ચાલુ સભામાં PMએ ચિત્ર સ્વીકારી યુવકને આશીર્વાદ આપ્યા:મોદીની ઓરાથી પ્રભાવિત થઈ પેન્સિલ-રબરથી બનાવ્યું વિશાળ પોર્ટ્રેટ, સુરતના ધો.12ના વિદ્યાર્થીની કમાલ
    Next Article
    રાજકોટ આરપીએફની પ્રશંસનીય કામગીરી:મે મહિનામાં 29 મુસાફરોને રૂ. 329744 નો ખોવાયેલો સામાન પરત અપાવ્યો, વિખુટા પડેલા 2 બાળકો સહિત 4નું પરિવાર સાથે મિલન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment